________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૧૯ શાની છે, તે “આ કર્મ તે હું એમ ચેતતો - અનુભવતો નથી અને “આ કર્મફલ તે હું એમ ચેતતો નથી - અનુભવતો નથી, એટલે આમ કર્મચેતના અને કર્મફલ ચેતનાના નામે “શૂન્ય” - મોટું મીંડ મૂકાવ્યું હોવાથી કર્મ ચેતના શૂન્યપણાએ કરીને અને કર્મફલ ચેતના શૂન્યપણાએ કરીને - વતનાશૂન્યત્વેન વર્માતનાછૂચન્ટેન ર - જ્ઞાની સ્વયં - આપોઆપ અકર્તાપણાને લીધે અને અભોક્તાપણાને લીધે તે નથી કર્મ કરતો અને નથી કર્મફલ વેદતો - ભોગવતો. પરંતુ “આ જ્ઞાન તે જ હું એમ જ્ઞાનને જ તે ચેતે છે - અનુભવે છે, એટલે કેવલ જ્ઞાન સિવાય બીજી કંઈ પણ ચેતના જ્યાં નથી એવા જ્ઞાન ચેતનામયપણાએ કરીને - જ્ઞાનતનામયત્વેન - કેવલ શાતાપણાને લીધે - વર્ત જ્ઞાતૃવાત્ - કેવલ - માત્ર જાણકારપણાને લીધે તે શુભ વા અશુભ કર્મબંધને અને કર્મફલને કેવલ જ - માત્ર જ જાણે છે. અર્થાત જ્ઞાતૃત્વ - જાણપણું એનો સ્વભાવ છે એટલે કેવલ જાણપણાને લીધે તે શેયને - જ્ઞાનથી જાણવા યોગ્ય એવા શુભ – અશુભ કર્મબંધને અને કર્મફલને કેવલ તટસ્થ દેશ - શાંતા તરીકે સાક્ષીપણે જાણે છે, પણ કરતો કે વેદતો નથી.
જગતને, જગતની લીલાને બેઠાં બેઠાં મફતમાં જોઈએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૬૫
સર્વ
વિશુદ્ધ જ્ઞાન
૫૯૯