________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ - ૧૯૮
એવો તે નિશ્ચયે કરીને જીવતાં છતાં મુક્ત એવી જીવન્મુક્ત દશાને પામેલો મુક્ત જ છે.
આ અમૃત કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ ગાયેલી આ ધન્ય જીવન્મુક્ત દશાનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ શ્રીમદ્ રાજચંદ્રના અલૌકિક અધ્યાત્મ ચરિત્ર ‘અધ્યાત્મ રાજચંદ્ર'માં* મુમુક્ષુ જનને પ્રાપ્ત થાય છે.
એ
-
शुद्धस्वभावनियतः स हि मुक्त एव ‘શુદ્ધસ્વભાવનિયત તે જ્ઞાની નિશ્ચયે કરીને મુક્ત છે' અમૃતચંદ્રાચાર્યના અમૃત કળશ વચનને ચરિતાર્થ કરતા, ‘સ્વરૂપ ગુપ્ત’ - સહજાત્મસ્વરૂપના દુર્ભેદ્ય દુર્ગમાં ગુપ્ત (સુરક્ષિત) શ્રીમદ્ પરમાર્થ સુહૃદ્ સૌભાગ્ય પરના એક સુપ્રસિદ્ધ અમૃત પત્રમાં (અં. ૧૭૦) સ્વ આત્મદશાનો પ્રકાશ કરે છે - તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે અને (યોગ મન, વચન અને કાયા) બહાર પૂર્વકર્મ ભોગવે છે.' શ્રીમદ્ની દશા જોવા જેવી છે ! તન્મય આત્મયોગમાં પ્રવેશ છે’ જેમ છે તેમ આત્મામય આત્માના યોગમાં - યુંજનમાં - સ્વરૂપાનુસંધાનમાં પ્રવેશ આ ઉપયોગ એક આત્માને ધારી રહ્યો છે, આત્મા આત્માના ઉપયોગમાં જ વર્તી રહ્યો છે, આત્મા આત્મારામ - આત્મામાં જ આરામ કરતો - આત્મામાં જ રમણ કરતો પ્રવર્તી રહ્યો છે. એટલે જ શ્રીમદ્ લખે છે ‘ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે', તે આત્મયોગમાં જ આત્માનો આનંદ ઉલ્લાસ છે, તે આત્મયોગ જ અમને નિરંતર હો એ યાચના છે. આમ આત્માના ઉપયોગની સ્થિતિ છે, તો યોગની શી સ્થિતિ છે ? યોગ (મન વચન અને કાયા) બહાર પૂર્વકર્મ ભોગવે છે ?' અર્થાત્ આત્મારામી શ્રીમદ્દે ઉપયોગને યોગથી એવો જુદો પાડી દીધો છે, યોગથી એવો વિયુક્ત – વિમુક્ત કરી લેશ દીધો છે કે, યોગ વ્હાર પૂર્વકર્મ ભોગવે છે, પણ ઉપયોગ તેમાં લેશ પણ પ્રવેશ કરતો નથી આ જ પણ લેપાતો નથી. આવી ઉપયોગયુક્ત અને યોગમુક્ત દશા શ્રીમદ્દ્ની વર્તી રહી છે જીવન્મુક્ત દશા છે. આમ મન-વચન-કાયાના યોગથી વિવિક્ત આત્માને જાણતા સમ્યપણે દેખતા અને અનુચરતા, ઝળહળ આત્મજ્યોતિ અનુભવી રહેલા શ્રીમદ્ સમયસાર' ગાથા* (૨૭૦)ની ટીકામાં સંગીત કરેલ મુનિકુંજરોની જેમ લેશ પણ નહિ લેપાતા - જીવંત છતાં મુક્ત એવી સાક્ષાત્ જીવન્મુક્ત દશા અનુભવી રહ્યા છે.
-
-
-
-
-
-
શ્રીમની આ અદ્ભુત અબંધ મુક્ત દશાનો વિચાર કરતાં અત્રે અમૃતચંદ્રાચાર્યજીના* આ અમૃત કળશ સ્મૃતિમાં આવે છે ‘રાગાદિને ઉપયોગભૂમિએ નહિ લઈ જતો એવો કેવલ જ્ઞાન થતો આ સમ્યગ્દષ્ટ આત્મા અહો ! ક્યાંયથી પણ ચોક્કસ ધ્રુવપણે બંધ નથી જ પામતો !'
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.’’
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ‘આત્મસિદ્ધિ’ શાસ્ત્ર, સૂત્ર-૧૪૨
વિશેષ માટે જુઓ : ‘અધ્યાત્મ રાજચંદ્ર' (સ્વરચિત), પ્રકરણ પંચાવનમું : શ્રીમદ્નો જીવન્મુક્ત દશાનો અમૃતાનુભવ. જુઓ : શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ‘સમયસાર' ટીકા ગાથા-૨૭૦
" रागादीनुपयोगभूमिमनयन्, ज्ञानं भवन् केवलं ।
દંપ નવ ુતોડ્યુÔત્યયનો સદૃવાત્મા પૂર્વ ॥” - ‘સમય સાર’ કળશ, ૧૫૬ (શ્રી અમૃતચંદ્રાચાર્યો વિરચિત)
૫૯૭