________________
સમયસાર : આત્મખ્યાતિ
જેમ અત્રે લોકમાં કોઈ
તેમ જ્ઞાની પણ વ્યવહારવિમૂઢ પરકીય ગ્રામવાસી
કથંચિત્ વ્યવહારવિમૂઢ સતો હારું આ ગામ એમ દેખતો
“પદ્રવ્ય હારું આ’ એમ દેખે, મિથ્યાદેષ્ટિ છે :
તો ત્યારે તે પણ નિઃસંશય પરદ્રવ્યને આત્મા જુએ
મિથ્યાષ્ટિ જ હોય. એથી કરીને તત્ત્વ જાણતો પુરુષ સર્વ જ પરદ્રવ્ય હારૂં નથી એમ જાણીને, લોકોનો અને શ્રમણોનો બન્નયનો જે આ પરદ્રવ્યમાં કર્તુત્વ વ્યવસાય, તે તેઓનો - સમ્યગુદર્શનરહિતપણાને લીધે જ – હોય છે – એમ સુનિશ્ચિત જાણે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય * કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી - સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. ઈ.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૪૯૩
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે આત્માને પરદ્રવ્યની કર્તુતા નથી તેનું કથન કરી, આ ગાથામાં ઉક્ત લોક - શ્રમણોનો પરદ્રવ્યમાં કર્તુત્વ વ્યવસાય દૃષ્ટિરહિતોનો જ છે એમ સ્પષ્ટ કર્યું છે અને આત્મખ્યાતિ’ કર્તાએ તેનું ઓર સ્પષ્ટીકરણ કર્યું છે.
જેને શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન નથી એવા અજ્ઞાનીઓ જ વ્યવહાર વિમૂઢ' - “વ્યવહારવિમૂઢ:' વ્યવહારમાં અથવા વ્યવહારથી વિશેષ કરીને અત્યંત મૂઢ - મોહ પામી ગયેલાઓ, “પદ્રવ્ય મ્હારૂં આ એમ દેખે છે, પણ જેને સ્વ - પરનો વિવેક કરી શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રગટ્ય છે એવા જ્ઞાનીઓ તો “નિશ્ચય પ્રતિબુદ્ધ - નિશ્ચયપ્રતિવૃદ્ધાઃ અર્થાત્ પરમાર્થથી - તત્ત્વથી વસ્તુનું શુદ્ધ તત્ત્વ સ્વરૂપ દર્શાવતા નિશ્ચયથી પ્રતિબદ્ધ - પ્રતિબોધ પામેલા - આત્મજાગૃતિ પામેલા હોઈ, પરદ્રવ્યનું કણિકામાત્ર પણ આ મહારૂં નથી એમ દેખે છે.
તેથી જેમ અત્રે લોકમાં કોઈ વ્યવહાર વિમૂઢ' - વ્યવહારમાં કે વ્યવહારથી વિમૂઢ - અત્યંત મૂઢ બની ગયેલો - મોહથી મુંઝાઈ ગયેલો “પરકીય ગ્રામવાસી” - પારકા ગામમાં વસનારો “હારું આ ગામ” એમ દેખતો મિથ્યાદેષ્ટિ છે, તેમ જ્ઞાની પણ કથંચિત - કોઈ પ્રકારે “વ્યવહાર વિમૂઢ' સતો - વ્યવહારમાં કે વ્યવહારથી વિમૂઢ - અત્યંત મૂઢ બની જઈ - મોહથી મુંઝાઈ જઈ, “પદ્રવ્ય હારું આ’ એમ દેખે, તો ત્યારે તે પણ પરદ્રવ્યને આત્મા કરતો નિઃસંશય મિથ્યાદેષ્ટિ જ હોય - તવા સૌs परद्रव्यमात्मानं कुर्वाणो मिथ्यादृष्टिरेव स्यात् ।
એટલા માટે તત્ત્વ જાણતો પુરુષ, સર્વ જ પરદ્રવ્ય મહારૂં નથી એમ જાણીને, ઉપર કહેલા લોકનો અને શ્રમણોનો - બન્નેયનો જે આ પરદ્રવ્યમાં કર્તાપણાનો વ્યવસાય છે, તે તેઓનો સમ્યગુદર્શન રહિતપણાને લીધે જ હોય છે - સ તેષાં સ નરહિતત્વવેવ મવતિ એમ સુનિશ્ચિત - સુનિશ્ચિતપણે - અત્યંત દઢ નિશ્ચયપણે જાણે.
તાત્પર્ય કે - વ્યવહાર પરાશ્રિત છે અને તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અત એવ જે વ્યવહારનો આશ્રય કરી વ્યામોહ પામી પરદ્રવ્ય આ મ્હારૂં એમ દેખે છે, તે વ્યવહારવિમૂઢ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે, નિશ્ચય આત્માશ્રિત છે અને તે જ ભૂતાર્થ છે - સત્યાર્થ છે. અત એવ જે નિશ્ચયથી પ્રતિબુદ્ધ નિશ્ચયનો જ આશ્રય કરી - નિશ્ચયમાં જ પ્રતિબદ્ધ રહી પરદ્રવ્યનું પરમાણુમાત્ર પણ હારૂં નથી એમ દેખે છે, તે નિશ્ચયપ્રતિબુદ્ધ જ્ઞાની સમ્યગુષ્ટિ છે. એટલે જે કોઈ મુનિઓ કે લોકો પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે દૃષ્ટિરહિત - મિથ્યાદેષ્ટિ જ છે. આનો ફલિતાર્થ એ છે કે નિશ્ચયથી
૬૧૦