________________
સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૨૮-૩૩૧
કે
બની જઈ વિચારમાં પડી જાઈ તે (પ્રકાર) વિચારે છે કે મિથ્યાત્વ એવી પ્રકૃતિ તો છે, પણ તે કોઈથી - જીવથી કે પુદ્ગલથી ન કરાઈ હોય તો બની જ કેમ શકે ? આ ઉપરથી વિચારતાં જણાય છે પુદ્ગલમય મિથ્યાત્વ પ્રકૃતિ જીવને મિથ્યાદૃષ્ટિ નથી કરતી, જીવ પુદ્ગલ દ્રવ્યનું મિથ્યાત્વ નથી કરતો, જીવ પુદ્ગલ બન્ને ભેગા મળીને પુદ્ગલ દ્રવ્યને મિથ્યાત્વ નથી કરતા અને કર્તાના કર્યા વિના કર્મ થઈ શકતું નથી, થવું સંભવતું નથી. એટલે પુદ્ગલ પુદ્ગલમય મિથ્યાત્વ પ્રકૃતિનો કર્તા હોય અને જીવ જીવમય મિથ્યાત્વ પ્રકૃતિનો કર્તા હોય. અર્થાત્ પુદ્ગલ મિથ્યાત્વરૂપ પુદ્ગલ દ્રવ્યકર્મનો કર્તા હોય અને જીવ જીવરૂપ મિથ્યાત્વરૂપ ભાવકર્મનો કર્તા હોય.
-
સર્વ
વિશુદ્ધ
શાન
૬૧૭