________________
સમયસાર : આત્મખ્યાતિ
વ્યવહાર દૃષ્ટિથી કર્ત્ત કર્મ વિભિન્ન મનાય છે, પણ નિશ્ચયથી જો વસ્તુ ચિંતીએ તો કર્તૃ-કર્મ સદા એક મનાય છે, એવા ભાવનો સમયસાર કળશ (૧૮) કહે છે -
रथोद्धता
व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते ।
निश्चयेन यदि वस्तु चिंत्यते, कर्तृ कर्म च सदैकमिष्यते ॥२१० ॥
વ્યાવહારિક દશે જ કેવલ, કર્નુ કર્મ જ વિભિન્ન ઈષ્ટ છે; નિશ્ચયે જ યદિ વસ્તુ ચિંતીએ, કર્ત્ત કર્મ નિત એક ઈષ્ટ છે. ૨૧૦
અમૃત પદ ૨૧૦
‘પિયા પર ઘર મત ન જાયો રે !' એ રાગ
-
નિશ્ચય વ્યવહાર દૃષ્ટિએ રે, કરીએ તત્ત્વ વિચાર;
ભગવાન અમૃત સ્વામીએ રે, દર્શો સ્પષ્ટ પ્રકાર... નિશ્ચય વ્યવહાર.
કેવળ વ્યવહાર દૃષ્ટિએ રે, કર્તા કર્મ વિભિન્ન;
નિશ્ચયે વસ્તુ જ ચિંતીએ રે, કર્તા કર્મ અભિન્ન... નિશ્ચય વ્યવહાર.
કર્તા કર્મ સદા એક છે રે, ઈષ્ટ નિશ્ચયથી જ આમ;
દૃષ્ટિ સાપેક્ષ વિવેક કહ્યો રે, ભગવાન અમૃત સ્વામ... નિશ્ચય વ્યવહાર.
અર્થ - વ્યાવહારિક દૃષ્ટિથી જ કેવલ કર્તા અને કર્મ વિભિન્ન માનવામાં આવે છે, નિશ્ચયથી જો વસ્તુ ચિંતવાય છે, તો કર્તૃ કર્મ સદા એક માનવામાં આવે છે. ૨૧૦
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“અથવા નિજ પરિણામ, જે શુદ્ધ ચેતના રૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ.''
• શ્રીમદ્ રાજચંદ્રજી પ્રમીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૨૨ “દરબ કરમ કરતા અલખ, યહ વિવહાર કહાઉં,
માત્ર
નિહચૈ જો જૈસૌ દરબ, તૈસૌ તાકૌ ભાઉ.'' - શ્રી બના.કૃત સ.સા. સર્વ વિ.અ. ૪૯ હવે નીચેની ગાથાની ઉત્થાનિકા રૂપ આ કળશ કહ્યો છે કર્તા અને કર્મ કેવલ વ્યવહારિક દૃષ્ટિથી જ વિભિન્ન - જૂદા જૂદા માનવામાં આવે છે, પણ નિશ્ચયથી જો વસ્તુ ચિંતવવામાં આવે છે, તો કર્તા અને કર્મ સદા એક ઈષ્ટ માનવામાં આવે છે - નિશ્ચયેન વિ વસ્તુ વિંયતે, તું ર્મ च विभिन्नमिष्यते ।
૪૪
-
-