________________
સમયસાર : આત્મખ્યાતિ આ સિદ્ધાંત ચંદ્ર ચંદ્રિકાના અદ્ભુત દૃષ્ટાંતથી અમૃત સમયસાર કળશમાં (૨૪) અમૃતચંદ્રજી સમર્થન કરે છે -
मंदाक्रांता शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष - मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि -
निं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ॥२१६॥ શુદ્ધ દ્રવ્ય સ્વરસ ભવને શેષ સ્વભાવનું શું? અન્ય દ્રવ્ય યદિ થતું જ તો તાસ સ્વભાવ તે શું? જ્યોન્ના રૂપ સ્નેપિત ભૂ કરે ભૂમિ તેની જ છે ના, જ્ઞાન શેયં કળતું જ સદા શેય આનું જ છે ના. ૨૧૬
અમૃત પદ - ૨૧૬ વીર સુતો કાં સુતા રહ્યા છો' - એ રાગ ચંદ્ર ભૂમિને હવરાવે છે, ભૂમિ ચંદ્રની હોય નહિ, આત્મચંદ્ર આ વિશ્વ પ્રકાશ, વિશ્વ આત્માનું હોય નહિ... ૧ શુદ્ધ દ્રવ્યના સ્વરસ ભવનથી, સ્વભાવનું શું શેષ રહ્યું? અન્ય દ્રવ્ય જો થાય તેહનો, સ્વભાવ શું? એ જાય કહ્યું... ચંદ્ર. ૨ ચંદ્ર ભૂમિને ત્વવરાવે પણ, ભૂમિ ચંદ્રની હોય નહિ, જ્ઞાન શેયને કળે સદાયે, ય જ્ઞાનનું હોય નહિ... ચંદ્ર. ૩. આત્મચંદ્ર આ વિશ્વ પ્રકાશે, જ્ઞાન ચંદ્રિકા વિશ્વ ભરી, વિશ્વ આત્મનું નો'ય કદીયે, જ્ઞાન આત્મામાં રહ્યું ઠરી... ચંદ્ર. ૪ ભગવાન અમૃતચંદ્ર એવી, જ્ઞાન ચંદ્રિકા વિશ્વ ભરી,
અમૃત કળશે અમૃત પીવા, વિશ્વ સકલને ભેટ ધરી... ચંદ્ર. ૫ * અર્થ - શુદ્ધ દ્રવ્યના સ્વરસ ભવનથી સ્વભાવનું શેષ શું છે? અથવા જો તે અન્ય દ્રવ્ય હોય છે, તો તે શું તેનો સ્વભાવ થાય? જ્યોન્ના રૂપ ભૂમિને સ્નાન કરાવે છે, (પણ) ભૂમિ તેની કદી છે જ નહિ, શાન શેયને સદા કળે છે, (પણ) શેય એનું (જ્ઞાનનું) કદી છે જ નહિ. ૨૧૬
અમૃત જ્યોતિ' મહાભાષ્ય ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિ રૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે, એ જ ભ્રાંતિ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૦), ૮૩૩ આ સ્વભાવનો વ્યુત્પત્તિ અર્થથી પરમ પરમાર્થ – મર્મ પ્રવ્યક્ત કરી, તત્ત્વ વિજ્ઞાન કળાની સોળે કળાથી પ્રકાશમાન અમૃતચંદ્રજી ચંદ્ર ને તેની જ્યોનાના પરમ અદ્દભુત દાંતથી જ્ઞાન-શેયનો સ્પષ્ટ વિભેદ આ સમયસાર કળશમાં તત્ત્વ સર્વસ્વ સમર્પકપણે સમજાવે છે - શુદ્ધદ્રવ્યસ્વરસમવનાત્રિ સ્વમવસ્ય શેષ ? - શુદ્ધ દ્રવ્યના સ્વરસ ભવનથી સ્વભાવનું શેષ - બાકી શું રહ્યું? અર્થાત શુદ્ધ દ્રવ્યનું
૬૭૨