________________
સમયસાર : આત્મખ્યાતિ
ખડીની જ ખડી હોય છે. વારુ, એવી તે બીજી કઈ ખડી છે કે જે ખડીની ખડી હોય છે ? ખરેખર ! નિશ્ચયે કરીને ખડીની બીજી ખડી નથી, પરંતુ સ્વ-સ્વામી એ બે અંશો જ અન્ય છે - જુદા જુદા છે. અત્રે સ્વ - સ્વામી અંશના વ્યવહારથી શું સાધ્ય છે ? કંઈ પણ નહિ. તો પછી ખડી કોઈની પણ નથી, ખડી ખડી જ છે એમ નિશ્ચય છે - ૨ વષિ સેટિછા સેટિછા સેટિદતિ નિશ્ચય: - જેમ આ દૃષ્ટાંત તેમ આ દૃષ્ટાંત પરથી ઉપજતો આ દાષ્ટાંતિક ભાવ છે –
ચેતયિતા - ચેતનારો ચેતન તો અત્રે જ્ઞાનગુણનિર્ભર સ્વભાવવાળું દ્રવ્ય છે - જ્ઞાનપુનર્નર સ્વમવં દ્રવ્ય, પુગલાદિ પરદ્રવ્યને જાણે છે, એટલે તે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનું - ચેતયિતાનું વ્યવહારથી જોય - જણાવા જાણવા યોગ્ય છે - તત્ત્વ ત ચવદરેજ પુરાતારિપદ્રવ્ય | હવે આ શેય એવા પુદ્ગલાદિ પરદ્રવ્યનો જ્ઞાયક એવો ચેતયિતા શું હોય છે? શું નથી હોતો? એમ તદુભયનો - તે ચેતયિતા અને પુદ્ગલાદિ પરદ્રવ્યનો તત્ત્વસંબંધ મીમાંસવામાં આવે છે, મીમાંસાથી - પુષ્ટ તત્ત્વ વિચારણાથી સૂક્ષ્મપણે વિચારવામાં આવે છે -
(૧) ચેતયિતા - ચેતનારો ચેતન જે પુલાદિનો હોય છે, તો જેનું જે હોય તે તે જ હોય છે - જેમ આત્માનું જ્ઞાન હોતું આત્મા જ હોય છે - એમ તત્ત્વસંબંધ જીવતે સતે, ચેતયિતા પુદ્ગલાદિનો હોતાં પુદ્ગલાદિ જ હોય. એમ સતે ચેતયિતાનો સ્વદ્રવ્ય ઉચ્છેદ – પોતાના દ્રવ્યનો સર્વનાશ હોય અને એક દ્રવ્ય - દ્રવ્યાંતરમાં - બીજ દ્રવ્યમાં સંક્રમે નહિ એમ પૂર્વે જ દ્રવ્યાંતર સંક્રમનો નિષેધ કરવામાં આવી ચૂક્યો છે. એટલે દ્રવ્ય ઉચ્છેદ - સર્વનાશ છે નહિ. તેથી નિર્તીત થાય છે કે ચેતયિતા પુદ્ગલાદિનો નથી હોતો.
(૨) ત્યારે પ્રશ્ન થાય છે કે ચેતયિતા જો પુદ્ગલાદિનો નથી હોતો, તો પછી કોનો ચેતયિતા હોય છે ? ચેતયિતાનો જ ચેતયિતા હોય છે. વારુ, એવો તે બીજો કયો ચેતયિતા છે, કે જે ચેતયિતાનો ચેતયિતા હોય છે? ખરેખર ! નિશ્ચય કરીને ચેતયિતાનો અન્ય ચેતયિતા નથી, પરંતુ સ્વ-સ્વામી એ બે અંશો જ અન્ય - જૂદા જૂદા છે. અત્રે સ્વ - સ્વામી અંશના વ્યવહારથી શું સાધ્ય છે ? કંઈ પણ નહિ. ત્યારે કોઈનો પણ જ્ઞાયક નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે એમ નિશ્ચય છે – ન ચાપિ ફાય, જ્ઞાય: ज्ञायक एवेति निश्चयः ।
તેમજ - કોઈનો પણ દર્શક નથી, દર્શક દર્શક જ છે, કોઈનો પણ અપહક (પર દ્રવ્યને દૂર કરનારો) નથી, અપોહક અપોહક જ છે ઈત્યાદિ નિશ્ચય પણ સમજી લેવો. હવે પરદ્રવ્ય સાથેનો નિશ્ચયથી વ્યવહાર કેવા પ્રકારે છે તે પણ તે જ ખડીના દષ્ટાંતથી અત્ર આત્મખ્યાતિ કર્તાએ નિખુષપણે સ્પષ્ટ સમજાવ્યો છે -
તે જ ખડી છે. તે શ્વેતગુણથી નિર્ભર છે સ્વભાવ જેનો એવી છે - તનિર્મરત્વમાવા તે શ્વેત ગુણ નિર્ભર સ્વભાવવાળી ખડી, તે ભીંત વગેરે પરદ્રવ્યને પોતાના સ્વભાવથી શ્વેત કરે છે એમ વ્યવહરાય છે - કાત્યન: માવેન શ્વેતાંતિ રૂત વ્યવદિયો . અને તેમ કરવામાં તે કેવી રીતે પ્રવર્તે છે તેની સૂક્ષ્મ તાત્ત્વિક વિચારણા અત્ર રજૂ કરી છે – (૧) તે ખડી સ્વયં - પોતે ભીંત વગેરે પરદ્રવ્યના સ્વભાવે અપરિણમમાન - અપરિણમતી - નહિ પરિણમતી (૨) અને ભીંત વગેરે પરદ્રવ્યને આત્મ સ્વભાવે - પોતાના શ્વેત સ્વભાવે અપરિણમાવતી - નહિ પરિણમાવતી તેમ કરે છે. તેમજ - (૩) ભીંત વગેરે પરદ્રવ્યનિમિત્તક - પરદ્રવ્યના નિમિત્ત થકી નીપજતા એવા આત્માના - પોતાના શ્વેત ગુણ નિર્ભર સ્વભાવના પરિણામે ઉપજી રહેલી એવી તે ખડી, (૪) ખડીનિમિત્તક - ખડીના નિમિત્ત થકી નીપજતા આત્માના - ભીંત વગેરેના પોતાના સ્વભાવના પરિણામે ઉપજી રહેલ એવા ભીંત વગેરે પરદ્રવ્યને પોતાના શ્વેત સ્વભાવે કરી શ્વેત કરે છે, એમ વ્યવહાર છે.
તેમ ચેતયિતા જ્ઞાનગુણ નિર્ભર છે સ્વભાવ જેનો એવો છે, જ્ઞાન નિર્મરત્વમાવઃ - આ જ્ઞાનગુણ નિર્ભર સ્વભાવવાળો ચુતયિતા પુદ્ગલાદિ પરદ્રવ્યને આત્માના સ્વભાવે કરીને જાણે છે - એમ
દ૬૮