________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવો અંકઃ સમયસાર કલશ ૨૦૯
-
પણ વસ્તુ જ સભ્યપણે ચિંતવાઓ - વસ્ત્વવ સંવિત્યતાં વસ્તુ કાંઈ કોઈ સમયે ખંડ ખંડ ટૂકડા થઈ જતી નથી, ત્રણે કાળમાં પ્રતિસમયે અખંડ જ વર્તે છે, તે વસ્તુનું જ સમ્યક્ જેમ છે તેમ યથાવત્ ચિંતન કરાઓ ! અને અમને તો આ ચિત્તચિંતામણિ માલિકા સર્વતઃ પણ એકા એવી ચકાસે જ છે ! આત્મ અનુભવપ્રકાશથી પ્રકાશે જ છે ! આત્માનુભવ તેજના ઝળહળાટથી ઝગમગે જ છે ! વિધિંતામણિમાનિયમિતોઽત્યેાવાસ્યેવ ન - કે જે સૂત્રની દોરાની જેમ અહીં આત્મામાં પરોવાયેલી ચિત્ ચિંતામણિ માલિકા નિપુણોથી - કુશળજનોથી ક્વચિત્ પણ ભેદવી - ભેદ પમાડવી કે ખંડિત કરવી શક્ય નથી - પ્રોતા સૂત્રાત્મનીહ નિપુણૈ મૃત્તુ ન શક્યા ચિત્ । જેમ સૂત્રથી - દોરાથી પરોવાયેલ માળા એક અખંડ અભેદ ભાસે, તેમ ચિત્ ચિંતામણિ ચૈતન્ય સૂત્રમાં પરોવાયેલી આ આત્મારૂપ ચૈતન્યમાલા અમને તો આત્માનુભવ પ્રકાશથી એક અખંડ અભેદ ભાસે છે અને તેનું ભેદન
|
ખંડન ગમે તેવા ન્યાયનિપુણોથી પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારે પણ કરી શકાય એમ નથી. માટે અમે જે આ અનુભવ પ્રકાશથી કહીએ છીએ તેમ તમે પણ હે આત્માર્થી મુમુક્ષુઓ ! જો આત્મ વસ્તુનું સમ્યક્ ચિંતન કરશો, તો તમે પણ આ ત્રણે કાળમાં એક અખંડ અભેદ વસ્તુનો અનુભવ કરી સ્વયં પ્રતીતિ પામશો.
ડ
-
૬૪૩
-
=