________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્વયં પરિણામી અન્ય વસ્તુનું જે વસ્તુ કિંચન કરે છે, એ વ્યવહારદૃષ્ટિથી મત છે, એવા ભાવનો આગલી ગાથાનો સૂચન કરતો સમયસાર કળશ (૨૨) સંગીત કરે છે -
रथोद्धता यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः, किंचनापि परिणामिनः स्वयं । व्यावहारिकदृशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ॥२१४॥ વસ્તુ જે અપર વસ્તુનું કરે, કંઈ સ્વયં જ પરિણામિનું ખરે ! વ્યવહારિક દશે જ માન્ય છે, નિશ્ચયે અહિં ન 8 જ અન્ય છે. ૨૧૪
અમૃત પદ - (૨૧૪).
ધાર તરવારની' - એ રાગ અન્ય કરે અન્યનું તેહ વ્યવહારથી, નિશ્ચયે તો બીજું કંઈ ન માન્યું... ધ્રુવપદ. ૧ અન્ય કો અન્ય વસ્તુનું કંઈ પણ કરે, તેહ વ્યવહાર દેણે જ માન્યું, સ્વયં પરિણામની અન્ય વસ્તુ તણું, અન્યથી નો'ય પરિણામ આપ્યું... અન્ય કરે અન્યનું. ૨ એમ નિશ્ચય છતાં અન્ય તે અન્યનું, કંઈ પણ જે કરે એમ માન્યું... વ્યાવહારિક દૃષ્ટિએ જ એહ તો ઈષ્ટ છે, એમ શાની જનોએ પ્રમાણું.. અન્ય કરે અન્યનું. ૩ કિંતુ નિશ્ચય થકી અન્ય છે કાંઈ ના, ભગવાન અમૃતે એમ જાણ્યું... અન્ય કરે અન્યનું. ૪
અર્થ - પણ વસ્તુ જે સ્વયં પરિણામી એવી અન્ય વસ્તુનું કંઈ પણ કરે છે, તે વ્યાવહારિક દૃષ્ટિથી જ મત છે, અહીં નિશ્ચયથી અન્ય કંઈ પણ છે નહિ. ૨૧૪
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય કેવલ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાન તેમ.” - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા-સૂત્ર-૭૬
અન્ય વસ્તુ અન્ય વસ્તુનું જે કંઈ પણ કરે છે તે વ્યવહાર દૃષ્ટિથી માનવામાં આવ્યું છે એમ આગલી ગાથાની વસ્તુનું આ ઉત્થાનિકા કળશમાં કથન કર્યું છે - ચેતન - અચેતન વસ્તુ જો પરસ્પર કંઈ પણ કરતી નથી તો પછી ચેતન - અચેતન વસ્તુનો આટલો બધો પરસ્પર સંબંધ ચાલ્યો આવે છે તેનું શું? વસ્તુ જે સ્વયં – પોતે પરિણામી - પરિણામ પામતી “પરિnfમન. સ્વયે' એવી અન્ય વસ્તુનું કંઈ પણ કરે છે તે વ્યાવહારિક દૃષ્ટિથી જ માનવામાં આવ્યું છે, અહીં નિશ્ચયથી બીજું કંઈ પણ છે નહિ - નાવતિ વિક્રમપદ નિશ્ચયાત |
૬૫૬