________________
સમયસાર : આત્મખ્યાતિ
પરિણામ - પરિણામિનો તાદાત્મ સંબંધ અને કર્યું તે કર્મ એવા ભાવનો સમયસાર કળશ (૧૯) સંગીત કરે છે -
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः, स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया, स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ॥२११॥ નહીં પરિણામ એ જ અહિં કર્મ વિનિશ્ચયથી, ન અપરનો જ હોય પરિણામિતણો જ હુવે; ન જ વળી કત્શૂન્ય તેહ અહિં કર્મ, ન એકત્વથી સ્થિતિ અહિં વસ્તુની, ભવતુ ક જ કર્મ જ તે ! ૨૧૧
અમૃત પદ - (૨૧૧).
ધાર તરવારની એ રાગ કર્તા તે જ નિશ્ચયે કર્મ જાણો અહીં, કર્તા ને કર્મનો ભેદ જણો નહિ... ધ્રુવ પદ. ૧ જે જ પરિણામ છે પ્રગટ અહિં વસ્તુનો, તે જ તો નિશ્ચય કર્મ હોયે, તે પરિણામ તો અપરનો હોય ના, પરિણામીનો જ તે નિયત હોય.. કર્તા તે જ નિશ્ચયે. ૨ આમ પરિણામ તે કર્મ અહિ નિશ્ચયે, ને પરિણામી તે હોય કર્તા, કર્તાથી શૂન્ય તો કર્મ કદી હોય ના, કર્મથી શૂન્ય તો નો'ય કર્તા... કર્તા તે જ નિશ્ચયે. ૩ કર્મ - પરિણામ વિણ એકતાથી અહીં, સ્થિતિ કદી વસ્તુની હોય નાંહિ,
તેથી ભગવાન અમૃત કહે યુક્તિથી, કર્તા તે જ નિશ્ચય કર્મ આહિ... કર્તા તે જ નિશ્ચયે. ૪ અર્થ - ખરેખર ! પરિણામ જ ફુટપણે વિનિશ્ચયથી કર્મ છે, તે (પરિણામ) અપરનો નથી હોતો, પરિણામિનો જ હોય અને કર્મ અહીં કશૂન્ય નથી હોતું, અહીં વસ્તુની સ્થિતિ એક્તાથી છે, તેથી કર્ણ તે જ (કર્મ જ) ભલે હો ! ૨૧૧
અમૃત જ્યોતિ' મહાભાષ્ય ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અંક-(૬૧૩), હાથનોંધ-૧ “અહો ! સુમતિ જિન ! શુદ્ધતા ત્યારી, સ્વગુણપર્યાય રામી.” - શ્રી દેવચંદ્રજી
ઉપરમાં આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે કહ્યું તેનો પરિપુષ્ટિરૂપ ઉપસંહાર કરતા સારસમુચ્ચયરૂપ આ અને આ પછીના ત્રણ કળશ કાવ્યમાં તાત્વિકશેખર અમૃતચંદ્રાચાર્યજીએ નિશ્ચયથી વસ્તુ તત્ત્વ વિજ્ઞાનનું પરમ અદ્ભત સ્પષ્ટીકરણ કરી પરમ રહસ્યભૂત ઊંડામાં ઊંડ તત્ત્વજ્ઞાન પ્રકાશ્ય છે. તેમાં - આ કળશમાં પરિણામ - પરિણામીની અભેદ યુક્તિથી કર્તા - કર્મનો અભેદ દર્શાવ્યો છે – નનું પરિણામ ઇવ વિહત ર્મ વિનિયતઃ - ખરેખર ! પરિણામ એ જ વિનિશ્ચયથી કર્મ છે એવો ફુટપણે આ પ્રવાહ છે, તે પરિણામ અપરનો - બીજાનો નથી હોતો, પરિણામીનો જ હોય. ન ભવતિ વર્તશૂન્યમઢ વર્ષ ન વૈવતયા સ્થિતિરિદ વસ્તુનો - અને કર્મ જે છે તે અહીં કશૂન્ય હોતું નથી, અર્થાત્ કર્મ કર્તા સાપેક્ષ છે એટલે કર્તા વિનાનું કર્મ હોય નહિ અને અહીં વસ્તુની એકતાથી સ્થિતિ નથી, અર્થાત્ પર્યાય - પરિણામ નિબદ્ધ વસ્તુની એટલે પરિણામી નિત્ય વસ્તુની એકતાથી (કૂટસ્થ) સ્થિતિ નથી, માટે કર્યું તે જ – કર્મ જ ભલે હો ! ભવતુ कर्तृ तदेव ततः ।
૬૫૨