________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૩૨ - ૩૪૪ કાર્યપણું ઉપપન્ન (ઘટમાન) નથી - કૃતકત્વ અને નિત્યત્વના એકપણાનો વિરોધ છે માટે, (૨) અને અવસ્થિત અસંખ્યય પ્રદેશવાળા એકનું, પુગલ સ્કંધની જેમ પ્રદેશના પ્રક્ષેપણ - આકર્ષણ દ્વારા પણ કાર્યપણું નથી – પ્રદેશનું પ્રક્ષેપણ – આકર્ષણ સતે તેના એકપણાનો વ્યાઘાત છે માટે, (૩) અને તેમજ - સકલ લોક વાસ્તુ વિસ્તારથી પરિમિત એવો જેનો નિયત નિજ આભોગ સંગ્રહ (વિસ્તાર) સંગ છે એવા તેનું પ્રદેશના સંકોચન — વિકાસ દ્વારા કાર્યપણું નથી – પ્રદેશના સંકોચ - વિકાસમાં પણ, શુષ્ક - આર્ટ ચર્મની જેમ, પ્રતિનિયત નિજ વિસ્તારથી તેના હીનાધિક કરવાનું અશક્યપણું છે માટે.
અને જે - વસ્તુ સ્વભાવના સર્વથા દૂર કરવાના અશક્યપણાને લીધે શાકભાવ શાન સ્વભાવે સ્થિતિ કરે છે અને તથા પ્રકારે સ્થિતિ કરતો (ત) જ્ઞાયકપણાના અને કર્તાપણાના અત્યંત વિરુદ્ધપણાને લીધે મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા નથી હોતો અને મિથ્યાત્વાદિ ભાવો (તો) હોય છે, તેથી તેઓનું કર્મ જ કર્યું પ્રરૂપાય છે - એવો વાસનોન્મેષ છે, તે તો અત્યંતપણે “આત્માને કરે છે એવા અભ્યપગમને ઉપહણે જ છે. તેથી જ્ઞાયક ભાવનું - સામાન્ય અપેક્ષાએ શાન સ્વભાવમાં અવસ્થિતપણું સતે (છતાં) પણ, કર્મજ મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાન સમયે અનાદિ ષેય – જ્ઞાનના ભેદવિજ્ઞાનશૂન્યપણાને લીધે પરને આત્મા એમ જણતા એવાનું - વિશેષ અપેક્ષાએ તો અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામના કરણને લીધે - કર્તુત્વ ત્યાં લગી અનુમંતવ્ય છે, કે જ્યાં લગી તઆદિ (તેની આદિથી) જોય - જ્ઞાનના ભેદ વિજ્ઞાનના પૂર્ણપણાને લીધે, “આત્માને જ આત્મા” એમ જાણતા એવાનું - વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામથી પરિણમકાનનું - કેવલ જ્ઞાતૃત્વને લીધે સાક્ષાત્ અકર્તુત્વ હોય. ૩૩૨-૩૪૪
અમૃત જ્યોતિ' મહાભાષ્ય ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭૮ કોઈ શ્રમણાભાસો આત્માને એકાંતે અકર્તા માની, સાંખ્યોની જેમ, કર્મને જ કર્મનો કર્તા માને છે, તેનું અત્ર ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે સ્યાદ્વાદ સિદ્ધાંત યુક્તિથી નિરાકરણ કર્યું છે -
કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણકે “જ્ઞાનાવરણ' નામના કર્મના ઉદય વિના તેમ હોવાનું ઘટતું નથી - જ્ઞાનાવરણTધ્યવયમંતરેન તદનુપજો. | કર્મ જ આત્માને શાની કરે છે, કારણકે “જ્ઞાનાવરણ” નામના કર્મના ક્ષયોપશમ વિના તેમ હોવાનું ઘટતું નથી, જ્ઞાનાવરાવ્યર્મક્ષયોપશમન્તરે તદ્દનુપજો. | કર્મ જ આત્માને સુવડાવે છે, કારણકે “નિદ્રા' નામના કર્મના ઉદય વિના તેમ હોવાનું ઘટતું નથી, કર્મ જ આત્માને જગાડાવે છે, કારણકે “નિદ્રા' નામના કર્મના ક્ષયોપશમ વિના તેમ હોવાનું ઘટતું નથી. કર્મ જ સુખ પમાડે છે, કારણકે “સદ્ વેદ' - શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેમ હોવાનું ઘટતું નથી, કર્મ જ દુઃખ પમાડે છે, કારણકે “અસદ્ વેદ' - અશાતા વેદનીય નામના કર્મના ઉદય વિના તેમ હોવાનું ઘટતું નથી. કર્મ જ મિથ્યાદષ્ટિ કરે છે, કારણકે ‘મિથ્યાત્વ’ નામના દર્શન મોહનીય કર્મના ઉદય વિના તેમ હોવાનું ઘટતું નથી, કર્મ જ અસંયત કરે છે, કારણકે “ચારિત્ર મોહ” નામના કર્મના ઉદય વિના તેમ હોવાનું ઘટતું નથી. કર્મ જ ઊર્ધ્વ - અધઃ – તિર્થગુ લોક ભમાવે છે, કારણકે આનુપૂર્વી' નામના કર્મના ઉદય વિના તેમ હોવાનું ઘટતું નથી, બીજું પણ જે જેટલું કાંઈ - યદું યવત્ વિવિત્ - શુભ – અશુભ ભેદવાળું છે, તે તેટલું સકલ પણ કર્મ જ કરે છે, કારણકે પ્રશસ્ત - અપ્રશસ્ત - શુભ – અશુભ “રાગ” નામના કર્મના ઉદય વિના તેમ હોવાનું ઘટતું નથી. કારણકે એમ સમસ્ત જ સ્વતંત્ર એવું કર્મ કરે છે, કર્મ દીએ છે અને કર્મ હરે છે, તેથી સર્વે જ જીવો નિત્યમેવ - સદાય એકાંતથી અકર્તાઓ જ છે એમ અમે નિશ્ચય કરીએ છીએ. એવા પ્રકારે કોઈ શ્રમણાભાસો કર્મને જ કર્તા માની દલીલ કરે છે.
૬૨૯