________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૩૨ - ૩૪૪ ઘટાડાથી કે પ્રદેશના સંકોચ - વિકાસથી કોઈ પણ પ્રકારે જીવનું કાર્યપણું ઘટતું નથી, એટલે તે શ્રમણાભાસો આત્મા આત્માને કરે છે એવી જે દલીલ કરે છે, તે સર્વથા મિથ્યા જ છે.
એટલે વળી તે શ્રમણાભાસો પોતાની દલીલ ફેરવે છે - વસ્તુ સ્વભાવ છે તે તો સર્વથા દૂર કરવો અશક્ય છે, એટલે જ્ઞાયક ભાવ છે તે જ્ઞાન સ્વભાવે સ્થિતિ કરે છે અને તેવા પ્રકારે સ્થિતિ કરતો તે મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા નથી હોતો, કારણકે જ્ઞાયકપણાનું અને કર્તાપણાનું અત્યંત વિરુદ્ધ માટે અને મિથ્યાત્વાદિ ભાવો તો હોય છે. તેથી તેઓનું કર્મ જ કર્ણ પ્રરૂપાય છે, - આમ જે તેઓ દલીલ કરે છે, તે “વાસનોન્મેષ' છે – તિ વાસનોનેષ: - તે તો તેઓએ પૂર્વે જે આત્માને અકર્તા કહ્યો હતો તેની વાસનાનો - મિથ્યા માન્યતા રૂપ સંસ્કારનો ઉન્મેષ - ચમકારો - ઝબકારો છે અને તે તો હમણાં તેઓ જે “આત્મા આત્માને કરે છે એવા અભ્યપગમને – માન્યતાને અત્યંતપણે - સર્વથા ઉપહણે જ છે - ઉપઘાત કરે જ છે. અર્થાત્ જે તેઓ દલીલ ફેરવે છે, તે તેઓની આ નવીન માન્યતાનો જ ઉપઘાત કરે છે - એટલે તેઓનો આ પક્ષ પણ કોઈ પણ પ્રકારે ઘટતો નથી.
ત્યારે આ બધી ચર્ચા પરથી યુક્ત પક્ષ કયો છે ? અનેકાંત સ્યાદવાદ સિદ્ધાંતની દષ્ટિએ ખરેખરી વસ્તુસ્થિતિ શી છે ? તે કહે છે - જ્ઞાયક સ્વભાવ જે છે તેનું સામાન્યઅપેક્ષાએ શાન સ્વભાવમાં
અવસ્થિતપણું' - જેમ છે તેમ યથાવત્ સ્થિતપણું - સ્થિતિ કરવાપણું છે, છતાં કર્મજન્ય મિથ્યાત્વાદિ ભાવોનો ઉદય હોય છે ત્યારે તેના સંવેદન રૂ૫ - જાણપણા રૂપ જ્ઞાન હોય છે તે સમયે - તે વેળાએ અજ્ઞાનીને અનાદિથી ષેય - જ્ઞાનના ભેદવિજ્ઞાનનું શૂન્યપણું હોય છે, તેને લીધે તે પરને આત્મા જાણે છે - અનાદ્રિ યજ્ઞામે વિજ્ઞાનશૂન્યવત્ પરમાત્મતિ નાનતો, એટલે પરને આત્મા જાણતા એવા તેનું વિશેષઅપેક્ષાએ તો અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામના કરણને લીધે કર્તૃત્વ - કર્તાપણું અનુમંતવ્ય છે - અનુમત કરવા યોગ્ય - માનવા યોગ્ય છે - વિશેષાપેક્ષા વૈજ્ઞાનરૂપસ્ય જ્ઞાનપરિસ્થિ ર ત્વ સનુમંતવ્ય એમ ક્યાં લગી ? ત્યાં લગી કે જ્યાં લગી તે ભેદવિજ્ઞાનની આદિથી – શરૂઆતથી જોય – જ્ઞાનના ભેદવિજ્ઞાનના પૂર્ણપણાને લીધે તે આત્માને જ આત્મા જાણે, તારિણેયજ્ઞાનમે વિજ્ઞાનપૂત્વાત માત્માનવાતિ ગાનતો | અને આમ જોય - જ્ઞાનનું ભેદવિજ્ઞાન પૂર્ણપણાને લીધે આત્માને જ આત્મા જાણતો એવો તે વિશેષઅપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામથી પરિણમે; વિશેષાપેક્ષા જ્ઞાનરૂપવીવ જ્ઞાનપરિણામેન પરિમમનસ્ય | અને આમ વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાન પરિણામથી પરિણમતા એવા તેનું કેવલ - માત્ર જ્ઞાતૃપણાને લીધે – જાણકારપણાને લીધે સાક્ષાત્ - પ્રત્યક્ષ – પ્રગટ અકર્તુત્વ – અકર્તાપણું હોય - દૈવતં જ્ઞાતૃત્વાસાક્ષાતત્વ ચાતુ |
સર્વ વિશદ્ધ જ્ઞાન
૬૩૧