________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૦૨ આગળની ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૧૦) પ્રકાશે છે -
वसंततिलका ये तु स्वभावनियमं कलयंति नेम - मज्ञानमग्नमहसो बत ते वराकाः ।। कुर्वति कर्म तत एव हि भावकर्म - कर्ता स्वयं भवति चेतन एव नान्यः।।२०२॥
જે આ સ્વભાવ નિયમ ન જ જાણનારા, અજ્ઞાનમગ્ન જ મહત્ જસ તે બિચારા; રે ! રે ! કરે કરમ ચેતન તેથી આ જ, છે ભાવકર્મ કરતા સ્વયં અન્ય ના જ. ૨૦૨
અમૃત પદ - ૨૦૨
ભૈયા ! વિષમ આ સંસાર - એ રાગ ભાવકર્મનો કર્તા જીવ જ, નિશ્ચય આ સિદ્ધાંત... (૨)... ધ્રુવ પદ. ૧ તત્ત્વ અક વસ્તુ સ્વભાવે, આ નિશ્ચય વાર્તા જ, વસ્તુ સ્વભાવ નિયમ આ એવો, જેઓ કળતા ના જ... ભાવકર્મનો કર્તા. ૨ અજ્ઞાને જસ મગ્ન મહમ્ છે, અબૂઝ એવા તેહ, અરે ! બિચારા કર્મ કરે છે, તેથી જ નિશ્ચય એહ... ભાવકર્મનો કર્તા. ૩ ભાવકર્મનો કર્તા ચેતન, થાયે આપોઆપ,
ભગવાન અમૃત નિશ્ચય ભાખે, બીજો કોઈ ન થાય... ભાવકર્મનો કર્તા. ૪ અર્થ - પણ જેઓ આ સ્વભાવ નિયમ કળતા નથી, તેઓ - જેનું મહસુ - મહાતેજ અજ્ઞાનમગ્ન છે – તે બિચારાઓ અરે ! કર્મ કરે છે, તેથી કરીને જ નિશ્ચય કરીને ભાવકર્મનો કર્તા સ્વયં ચેતન જ થાય છે - નહિ કે અન્ય.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય અનંત કાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૯૪ (૨૨૯)
આ ઉક્ત સ્વભાવ નિયમનું જેને ભાન નથી એવા અજ્ઞાનીઓ અંગે ખેદ દર્શાવી પરમકરુણાળુ અમૃતચંદ્રજી આ ઉત્થાનિકા કળશમાં અજ્ઞાની અજ્ઞાનને લીધે જ ભાવકર્મનો કર્તા થાય છે એમ આગળની ગાથાના ભાવનું સૂચન કરે છે, - પણ જેઓ આ ઉપરમાં સ્પષ્ટ વિવરી દેખાડ્યો તે સ્વભાવ નિયમને – “ચમાવનિયમ - કળતા નથી - સમજતા નથી, તેઓ - જેનું મહમ્ – મહાતેજ – મહાન આત્મજ્યોતિ અજ્ઞાનમાં મગ્ન - ડૂબી ગયેલું છે, તે બિચારાઓ – અજ્ઞાનમ નમો વત તે વરાછા - અરે ! કર્મ કરે છે, તેથી કરીને જ નિશ્ચય કરીને ભાવકર્મનો કર્તા સ્વયં – પોતે ચેતન જ થાય છે, નહિ કે અન્ય, માવજર્નહર્તા સ્વયં ભવતિ વેતન ધુવ નાચઃ, અર્થાત ચેતનના વિકાર પરિણામરૂપ - વિભાવરૂપ રાગ-દ્વેષ-મોહ એ ભાવકર્મનો કર્તા સ્વયં - પોતે ચેતન આત્મા જ હોય છે, બીજો કોઈ નહિ. એટલે કે ભાવકર્મની જોખમદારી જીવને પોતાને શિરે જ છે.
૬૧૩