________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ - ૧૯૯ હવે સ્વયં શાસ્ત્રકર્તા જૂદા જૂદા એકાંતવાદોની ઉલ્લેખ કરી તેનું નિરસન કરે છે. તેમાં નીચેની ગાથામાં આ ભાવ સૂચવતો સમયસાર કળશ (દ) કહે છે –
अनुष्टुप् ये तु कर्तारमात्मानं, पश्यंति तमसा तताः । सामान्यजनवत्तेषां, न मोक्षोऽपि मुमुक्षतां ॥१९९॥ કર્તા જ આત્મને દેખે, તમથી તતા જે જના; સામાન્ય જન શું તેનો, મુમુક્ષુનો ય મોલ ના. ૧૯૯
અમૃત પદ - ૧૯૯ અજ્ઞાન તિમિર પછેડો ઓઢી, ગયા અજ્ઞાન નિંદે પોઢી, કર્તા આત્માને તમ તતા જે દેખે, દ્રવ્યકર્મ કરનારો લેખે... અજ્ઞાન તિમિર પછેડો ઓઢી. ૧ મુમુક્ષુ ય તે મોક્ષ ન પામે, સામાન્યજન શું ભવ ભામે, દ્રવ્યલિંગી કરે ખૂબ કરણી, પણ પામે ન મોક્ષની ધરણી... અજ્ઞાન તિમિર પછેડો. ૨ લોક લૌકિક કિરિયા કરતો, અલૌકિકતા ન ઉતરતો, મુનિ અલૌકિક કિરિયા કરતો, લૌકિકતા ન જ ઉતરતો... અજ્ઞાન તિમિર પછેડો. ૩ મન વચ કાયાની કરણી, દ્રવ્ય ક્રિયા કર્મની ધરણી, દ્રવ્ય કર્મના પાકની લણી, ક્યમ હોયે મોક્ષ વિતરણી ?... અજ્ઞાન તિમિર પછેડો. ૪ મન વચ કાયા છે અનાત્મા, તસ કર્મે ન દેખાય આત્મા, દ્રવ્ય કર્મ પરાશ્રિત કરતાં, મોક્ષ આત્માશ્રિત ન વરતા... અજ્ઞાન તિમિર પછેડો. ૫ કર્મ કરતાં કર્મ ન છૂટે, બંધનથી બંધ ન તૂટે, કર્મ છોડ્ય કર્મો છૂટે, અબંધથી બંધન તૂટે... અજ્ઞાન તિમિર પછેડો. ૬. તેથી કર્તા જ આત્મા માને, તે પહોંચે ન મોક્ષ સ્થાને, એમ ભગવાન અમૃત બોલે, અજ્ઞાન તમન્ પટ ખોલે... અજ્ઞાન તિમિર પછેડો.
અર્થ - પણ જેઓ તમસુથી તત (વ્યાપ્ત - આવૃત) થયેલા આત્માને કર્તા દેખે છે, તેઓને મોક્ષ ઈચ્છતાઓને પણ સામાન્ય જનની જેમ મોક્ષ નથી.
અમૃત જ્યોતિ મહાભાષ્ય “મુમુક્ષુ જીવને એટલા વિચારવાન જીવને એક સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહિ.. શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૫૨
આમ અજ્ઞાનથી કર્તા અને જ્ઞાનથી અકર્તા, અજ્ઞાનથી ભોક્તા અને જ્ઞાનથી અભોક્તા એમ અનેકાંત સિદ્ધાંતથી - સ્યાદવાદ યુક્તિથી આત્માના કર્તા - ભોક્તાપણા અંગેનું પરિસ્ફટ નિરૂપણ કરી. નિશ્ચયથી - પરમાર્થથી - મૂળ તત્ત્વદષ્ટાથી કેવલ જ્ઞાનમય આત્મા, દૃષ્ટિની જેમ, નથી કર્તા - નથી ભોક્તા, કેવલ જ્ઞાતા જ - શાયક જ છે, એમ પરમતત્ત્વદેશ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી અત્યંત નિખુષપણે સમજાવ્યું. હવે સ્વયં શાસ્ત્રકર્તા આ કર્તા - ભોક્તાપણા અંગેના જૂદા જૂદા એકાંતવાદોનો ઉલ્લેખ કરી અનુક્રમે તેનું નિરસન કરે છે, તેમાં પ્રથમ જે આત્માને એકાંત કર્તા માની કર્મમાં રચ્યાપચ્યા રહે છે. તેઓનો આગલી ગાથામાં ઉલ્લેખ કરે છે. તેનું માર્મિક સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ લલકાર્યો છે - આમ ઉપરમાં સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેમ નિશ્ચયથી જે ખરેખરો ! શાનદશા સંપન્ન જ્ઞાની છે તે તો અકર્તા - અભોક્તા હોઈ મુક્ત જ છે, જીવન્મોક્ષને પામેલો
૬૦૩