________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧દદ ઉપરમાં કહ્યું તેમ - અબંધ દશા હોય છે, ‘તથાપિ ન નિરતિં વસ્તુિષ્યિતે જ્ઞાતિનાં - તથાપિ જ્ઞાનીઓને “નિરર્સલ પણે' - નિયંત્રણ રૂપ આગળીઆ રહિતપણે, અનિયંત્રિત પણે – અસંયમિત પણે - સ્વચ્છંદ પણે ચરવું ઈષ્ટ નથી, કારણકે – “તાયતનવ સ હિન નિરના વ્યાકૃતિઃ' ! તે ખરેખર ! નિરર્ગલ’ - નિયંત્રણ રૂપ આગળીઆ વિનાની - અનિયંત્રિત - અસંયમિત - સ્વચ્છેદ “વ્યાપ્રતિ’ - મન - વચન - કાયાની પ્રવૃત્તિ એ જ સ્કુટપણે “તદાયતન” - તે બંધનું આયતન જ - નિવાસ સ્થાન જ – રહેઠાણ જ (Abode) છે. એટલા માટે જ્ઞાનીઓને અકારણ એવું અકામકૃત કર્મ સંમત છે, નામત * તમેતમજાર જ્ઞાનિનાં, અર્થાત્ “અકારણ” – રાગાદિજન્ય કોઈ પણ કારણ રહિતપણે “અકામ' - નિષ્કામપણે અનિચ્છતાં છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી જ કરવું પડે તે કર્મ જ શાનીઓને સંમત છે. કારણકે કરે છે અને જાણે છે એ બે શું વિરુદ્ધ નથી વાર? “કાં ન હિ વિરુધ્યતે રાતિ નાનાતિ વ ?” અર્થાત્ કરવું અને જાણવું એ બન્ને વાત પરસ્પર પ્રગટ વિરુદ્ધ - એકબીજાની વિરોધિની છેઃ જો કર્તા છે તો શાતા નથી અને જ્ઞાતા છે તો કર્તા નથીઃ જે રાગાદિ કર્મ કરે છે તો જાણતો નથી, કર્તા છે, શાતા નથી; જો કેવલ જાણે જ છે તો રાગાદિ કર્મ કરતો નથી, કર્તા નથી, કેવલ જ્ઞાતા જ છે.
આકૃતિ
જ્ઞાનીઓને તતુ (બંધ)
અકારણ - અકામ કૃત કર્મ ઈષ્ટ
નિરર્ગલ (સ્વછંદ) પ્રવૃત્તિ ન ઈષ્ટ
| નિરર્ગલા પ્રવૃત્તિ (બંધ) આયતન
5. )
o