________________
સમયસાર : આત્મખ્યાતિ
ચઢતો ? ‘હિં નોર્ધ્વમૂર્ખધિરતિ નિર્મમઃ ?” અર્થાત્ આ ત્રણ ભૂમિકામાં પ્રતિક્રમણ - અપ્રતિક્રમણાદિની સ્પષ્ટ વિચારણા તે જીવને “ઊર્ધ્વ ઊર્ધ્વ” - ઉંચી ઉંચી ભૂમિકા પ્રાપ્ત કરાવવાને માટે છે, નહિ કે “અધો અધો' - નીચે નીચે ભૂમિકા પમાડવા માટે. (૧) પ્રથમ તો અજ્ઞાનીજનોનું જે અપ્રતિક્રમણાદિ છે તે તો અત્યંત નિંદ્ય હોઈ એકાંતે સર્વથા હેય જ છે. (૨) બીજું જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ છે તે જો શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ વિનાનું હોય તો તો હેય છે, પણ શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ પૂર્વક તો અવશ્ય કર્તવ્ય છે - અત એવ તે “આવશ્યક હોઈ કથંચિત ઉપાદેય છે અને તે દ્રવ્ય પ્રતિક્રમણાદિના અવલંબને પણ શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ તૃતીય ભૂમિકાએ જ ચઢવાનું છે એ લક્ષ સતત રાખવા યોગ્ય છે. (૩) શુદ્ધ આત્મસિદ્ધિ લક્ષણવાળી અપ્રતિક્રમણાદિ રૂપ તૃતીય ભૂમિકા તો અત્યંત ઉપાદેય છે અને તે દ્રવ્ય પ્રતિક્રમણાદિના અવલંબને પણ, શુદ્ધાત્મસિદ્ધિ રૂપ તૃતીય ભૂમિકાવાળી આ પરમાર્થ પ્રતિક્રમણાદિ રૂપ - નિશ્ચય પ્રતિક્રમણાદિ રૂપ અપ્રતિક્રમણાદિ દશાને પ્રાપ્ત કરી પછી તેમાં જ સ્થિર રહેવાનું છે. એમ ઉત્તરોત્તર ચઢતી ભૂમિકાનો ક્રમ છે, તે જીવને ઉંચે ઉંચે ચઢાવવા માટે છે, નહિ કે નીચે નીચે પાડવા માટે. એને બદલે સ્વરૂપ ભ્રષ્ટ થયેલો આ પ્રમાદી અજ્ઞાની જન શુદ્ધાત્મ સિદ્ધિરૂપ - ત્રીજી ભૂમિકા રૂપ અપ્રતિક્રમણાદિ દશાને પામ્યો નથી, દ્રવ્ય પ્રતિક્રમણાદિ જે ત્રીજી ભૂમિકાએ ચઢવાનું પ્રબળ આલંબન છે તેને મૂકી દીએ છે અને
નહિ કરવા રૂપ અપ્રતિક્રમણાદિ - પ્રતિક્રમણાદિ અભાવરૂપ પ્રમાદમય આલસપણું ભજે છે ! આમ તે ઉત્તરોત્તર નીચે ને નીચે પડતો જાય છે ! પણ નિષ્પમાદ - પ્રમાદ રહિત - અનલસ થઈને તે અપ્રતિક્રમણાદિ રૂપ આલસુપણું ત્યજતો નથી, શુદ્ધના લક્ષે દ્રવ્ય પ્રતિક્રમણાદિ કરતો નથી અને જેમાં પરમાર્થ પ્રતિક્રમણાદિ - નિશ્ચય પ્રતિક્રમણાદિ સમાય છે એવી અપ્રતિક્રમણાદિ રૂપ જ્ઞાનદશા પામતો નથી. આમ તે ઉંચે ઉંચે ચઢતો નથી. એ સખેદ આશ્ચર્ય છે !!
“જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહિ.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૩
૫૫૬