________________
સમયસાર : આત્મખ્યાતિ
ભોક્તત્વ ચિત્નો સ્વભાવ નથી, અજ્ઞાનથી આ ભોક્તા છે, એવા ભાવનો સમયસાર કળશ (૪)
કહે છે -
अनुष्टुप्
भोक्तृत्वं न स्वभावोऽस्य, स्मृतः * कर्तृत्ववच्चितः । अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः ॥१९६॥ કર્તૃત્વ જેમ ભોક્તત્વ, સ્વભાવ ચિતનો નથી; અજ્ઞાનથી જ ભોક્તા આ, અભોક્તા તભાવથી. ૧૯૬ અમૃત પદ ૧૯૬
‘જ્ઞાનપુંજ ઝગારા મારે' – એ પદનો રાગ
ભોક્તાપણું સ્વભાવ ન ચિતનો, કર્તાપણું ન જ્યમ - એ રીતનો ભોક્તા જીવ અજ્ઞાન પ્રભાવે, અભોક્તા અજ્ઞાન અભાવે ભોક્તાપણું. ૧ જ્ઞાની ભોક્તા ન હોય સ્વભાવે, અજ્ઞાની ભોક્તા હોય વિભાવે,
-
ભગવાન અમૃતની એ યુક્તિ, જે સમજે તે પામે મુક્તિ... ભોક્તાપણું. ૨ અર્થ - ભોક્તાપણું કર્તાપણાની જેમ આ ચિત્નો સ્વભાવ નથી, અજ્ઞાનથી જ આ ભોક્તા છે, તેના અભાવથી અવેદક-અભોક્તા છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
(આત્મા) ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે. તેનાં ફળનો ભોક્તા છે, ભાન થયે સ્વભાવ પરિણામી છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૯), ૭૧૦
આમ ઉપરમાં સિદ્ધ કરી બતાવ્યું તેમ કર્દાપણું જેમ આ પ્રત્યક્ષ અનુભવાઈ રહેલ ચિહ્નો - ચૈતન્ય વસ્તુનો સ્વભાવ નથી, તેમ ભોક્તાપણું પણ આનો સ્વભાવ નથી - ભૌવતૃત્વ ન સ્વમાવોડસ્ત્ર, વિતો વૈવિતૃત્વવત્, પણ અજ્ઞાન થકી જ આ આત્મા ભોક્તા હોય છે, તે અજ્ઞાનના અભાવથી અભોક્તા હોય છે અજ્ઞાનાવૈવ ભોક્તાય તવમાવાવેવ: આવા ભાવનો આ નીચેની ગાથામાં આવતા વિષયનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે.
જે કરે તે ભોગવે અને જો કરે તો ભોગવે, આ સામાન્ય નિયમ છે. એટલે આ ચિત્તૂપ આત્મા જો કરે નહિ તો ભોગવે નહિ, કર્તા ન હોય તો ભોક્તા પણ ન હોય. આ આત્મા મૂળ સ્વભાવથી તો કર્મનો કર્તા છે નહિ, તો પછી કર્મનો ભોક્તા ક્યાંથી હોય ? કારણકે પૂર્વે દ્રવ્યાનુયોગ પ્રક્રિયાનો (Process) વૈજ્ઞાનિક નિયમ બતાવ્યો હતો તેથી જીવ અજીવરૂપ પરભાવનો કર્તા બની શકે નહિ, પણ સ્વભાવનો જ કર્તા બની શકે, એટલે અજીવ કર્મરૂપ પરભાવનો ભોક્તા તે બની શકે નહિ, પણ · સ્વભાવનો જ ભોક્તા બની શકે.
ત્યારે પ્રશ્ન થાય કે આ આત્મા કર્મફલ પ્રગટ ભોગવી રહેલો દેખાય છે, આ દેહધારી સંસારી આત્મા પ્રગટ અનંત જન્મ મરણ દુઃખ અનુભવી રહેલો કળાય છે, એ પ્રગટ પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ હકીકત (Actual real fact) છે, તો પછી તેનો શો ખુલાસો છે ? તેનો જવાબ આચાર્યજી આપે છે મહાનુભાવ ! એ તમારી વાત ખરી છે, એ અપેક્ષા અમારા લક્ષ વ્હાર નથી અને અમે પણ સાપેક્ષ પણે જ કહીએ છીએ, એકાંતપણે કહેતા નથી. કારણકે આ આત્મા શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ જેમ અકર્તા છે તેમ અભોક્તા પણ છે, પણ અજ્ઞાનને લીધે જેમ તે અનુપચરિત વ્યવહારથી
સ્થિત: કૃતિ પાઠ: ।
૫૮૨