________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૧૯૬
કર્તા છે તેમ ભોક્તા પણ છે અને તે અજ્ઞાનના અભાવને લીધે જેમ તે અકર્તા હોય છે તેમ અભોક્તા પણ હોય છે. નિશ્ચયથી ભલે ભોક્તા - ભોગ્યપણું નથી, છતાં અન્યોન્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ભોક્તા ભોગ્યપણાનો વ્યવહાર તો છે જ અને તેનો પ્રત્યક્ષ પૂરાવો આ કર્મફલના પ્રગટ અનુભવમય આ જન્મ - મરણ પરંપરારૂપ - ચતુર્ગતિરૂપ સંસાર વ્યવહાર જ છે. જો આત્માને આ કર્મ ને કર્મફલ સાથે એકાંતે કાંઈ લેવાદેવા જ ન હોત, તો આ સંસાર પણ કેમ હોત ? અર્થાત્ અજ્ઞાની જીવ સ્વ પરના એકત્વ અધ્યાસના કરણને લીધે કર્તા હોય છે, એટલે તે એકત્વ અધ્યાસ કરવાને લીધે તે જે કાંઈ કર્મ કરે તે કર્મનું ફલ તેને ભોગવવું જ પડે, એની જવાબદારીમાંથી એ કેમ છટકી શકે ? જો કરે સો ભરે' એ તો ન્યાયની રીતિ છે.
પુરુષ અને પ્રકૃતિનો પરિણામ પરિણામી ભાવ સંબંધ નથી, અર્થાત્ પુરુષ પ્રકૃતિ રૂપે પરિણમતો નથી અને પ્રકૃતિ પુરુષરૂપે પરિણમતી નથી, એટલે એ બન્ને વચ્ચે વ્યાપ્ય - વ્યાપકભાવ રૂપ તાદાત્મ્ય સંબંધ નથી, પણ અનાદિથી કનકોપલની જેમ પુરુષ - પ્રકૃતિનો સંયોગ સંબંધ તો છે જ, એટલે એકક્ષેત્રાવગાહપણે બન્નેની ક્ષીરનીર જેમ એક બીજા સાથે ગાઢ સંવલનરૂપ ઓતપ્રોત સ્થિતિ છે, એથી કરીને એક બીજાની અસ૨ એકબીજા ૫૨ થયા વિના રહેતી જ નથી. એટલે જ આગલી ગાથામાં સ્પષ્ટ કહ્યું હતું કે ચેતયિતા પ્રકૃતિ નિમિત્તે ઉપજે વિણસે છે, પ્રકૃતિ ચેતયિતા નિમિત્તે ઉપજે - વિણસે છે. આ જ સંયોગ સંબંધને લીધે ઉપજતો પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે, એટલે અજ્ઞાની જીવ એકત્વ અધ્યાસ કરણને લીધે કર્તા બની નિમિત્તે રાગ - દ્વેષ - મોહરૂપ ભાવકર્મ કરે છે, તેનું નિમિત્ત પામીને પુદ્ગલ દ્રવ્યરૂપ કર્મવર્ગણા દ્રવ્યકર્મ રૂપે પરિણમે છે અને દ્રવ્ય કર્મ વિપાક પામી જ્યારે ફલદાન દેવા ઉદયમાં આવે છે, ત્યારે જીવને ભાવકર્મ પરિણામની સંભાવના રહે છે. અર્થાત્ અજ્ઞાની જીવ રાગ-દ્વેષ-મોહરૂપ ભાવકર્મ પરિણામે પરિણમે છે, રાગ-દ્વેષ-મોહ રૂપ ભાવકર્મ ભોગવે છે - અનુભવે છે, એટલે તે કર્મનો ભોક્તા હોય છે, પણ જ્ઞાની જીવ તો આ મ્હારો સ્વભાવ નથી એમ જાણી જાગ્રત બની રાગ-દ્વેષ-મોહ રૂપ ભાવકર્મમાંથી આત્માને વ્યાવૃત્ત કરે છે - પાછો વાળે છે. એટલે તે રાગ-દ્વેષ-મોહરૂપ ભાવકર્મ ભોગવતો - અનુભવતો નથી, એટલે અર્થાપત્તિથી દ્રવ્યકર્મ ઉદય પણ ભોગવતો નથી - વેદતો નથી. એટલે તે અભોક્તા હોય છે.
-
-
-
૫૮૩
“તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૩ (ષપદનો સુપ્રસિદ્ધ અમૃતપત્ર)