________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્વભાવમહંતયાનુમવન, કર્મફલ વેદે છે - ભોગવે છે.
પણ આથી ઉલટું જે જ્ઞાની છે તેને તો સર્વ પરભાવ - વિભાવથી રહિત એવા શુદ્ધ આત્માનું જ્ઞાન – અનુભવન હોય છે, શુદ્ધ આત્મજ્ઞાનનો સદ્ભાવ - હોવાપણું છે, એટલે શુદ્ધાત્મજ્ઞાનસમાવત્ - શુદ્ધાત્મજ્ઞાનના સદૂભાવને લીધે સ્વ - પરની ભિન્નતા - જૂદાઈ જાણતો તે સ્વ પરનું વિભાગપણું - વિભિન્નપણું જાણે છે, સ્વ - પરનું વિભાગપણું - વિભિન્નપણું દેખે છે અને સ્વ – પરનું વિભાગપણું - વિભિન્નપણું પરિણમે છે. આમ વપરાયોર્તિમામ જ્ઞાનેન ઈ. સ્વપરના વિભાગ - વિભેદ જાણવા રૂપ વિભાગ જ્ઞાનથી, સ્વ પરનો વિભાગ - વિભેદ દેખવા રૂપ વિભાગદર્શનથી અને સ્વ - પરનો વિભાગ - વિભેદ પરિણમવારૂપ વિભાગ પરિણતિથી તે પ્રકૃતિ સ્વભાવમાંથી ડેરા તંબૂ ઉઠાવી લઈ અપમૃત થઈ જાય છે, ઓસરી જાય છે, પાછો હટી જાય છે, રફુચક્ક થઈ જાય છે - સટકી જાય છે. - આમ પ્રકૃતિ
માવદિપકૃતાત્ - પ્રકૃતિ સ્વભાવમાંથી ચાલાકીથી સટકી જવારૂપ અપમૃતપણાને લીધે - ઓસરી જવાપણાને લીધે તે શુદ્ધાત્મ સ્વભાવને એકને જ “આ હું એમ અહંતાથી – અહંપણાથી અનુભવતો – શુદ્ધાત્મસ્વમાવવાહંતયાનુમવન, કર્મફલ ઉદિત - ઉદયાગત શેયમાત્રપણાને લીધે જાણે જ છે, પણ “આ હું એમ તેના - કર્મફલના અનુભવવાના અશક્યપણાને લીધે, વેદતો નથી – ભોગવતો નથી. ' અર્થાતુ જે અજ્ઞાની છે તેને તો શુદ્ધાત્માનું જ્ઞાન હોતું નથી, એટલે સ્વ - પર જૂદા નથી એમ સમજી તે સ્વ - પરનું એકપણું જાણે છે, સ્વ - પરનું એકપણું દેખે છે અને સ્વ પરનું એકપણું પરિણમે છે. એટલે તે જડ અચેતન એવા પ્રકતિ સ્વભાવમાં સ્થિતિ કરે છે - પડ્યો રહે છે. એથી . પ્રકૃતિ સ્વભાવ તે હું એમ તે જડ અચેતન પ્રકૃતિ સ્વભાવને પણ અહંપણે અનુભવતો કર્મફલ વેદે છે – ભોગવે છે. આથી ઉલટું જે જ્ઞાની છે, તેને શુદ્ધાત્માનું જ્ઞાન હોય છે, એટલે સ્વ - પર જૂદા છે એમ સમજી તે, સ્વ – પરનું જૂદાપણું જાણે છે, સ્વ – પરનું જૂદાપણું દેખે છે અને સ્વ - પરનું જૂદાપણું પરિણમે છે – એટલે તે જડ અચેતન પ્રકૃતિ સ્વભાવમાંથી ઓસરી જાય છે (Retreat) પીછેહઠ કરી જાય છે, પાછો હટી જાય છે. એટલે શુદ્ધાત્મ સ્વભાવ તે જ એક હું છું એમ શુદ્ધાત્મ સ્વભાવને એકને જ તે અહંપણે અનુભવે છે અને ઉદય આવેલા કર્મફલને શેયમાત્રપણાને લીધે - ' માત્ર જાણવા યોગ્યપણાને લીધે, જાણે જ છે, પણ આ કર્મફલ તે હું એમ કર્મફલના અનુભવવાના અશક્યપણાને લીધે તેને વેદતો નથી - ભોગવતો નથી.
'સવી
વિશુદ્ધ જ્ઞાન
૫૮૬