________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છઉં એવો બોધ ઉત્પન્ન થઈ, અહં પ્રચયિ બુદ્ધિ તે વિલય પામે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અ. ૨૯૮
પણ જ્ઞાની તો અવેદક જ છે - કર્મફલનો અવેદક જ છે એવો નિયમ અત્ર સ્થાપિત કર્યો છે અને તે “આત્મખ્યાતિ કર્તાએ સ્પષ્ટ સમજાવ્યો છે - જ્ઞાનીને નિશ્ચય કરીને શુદ્ધાત્મજ્ઞાન - શુદ્ધ આત્મજ્ઞાન હોય છે, આ શુદ્ધાત્મતા લક્ષણ ભાવશ્રુતજ્ઞાન છે અને આ ભાવશ્રુતજ્ઞાનમાં કેવલ શુદ્ધ આત્માનું જ જ્ઞાન - અનુભવન હોય છે, એટલે તેમાં સમસ્ત ભેદ નિરસ્ત હોય છે - દૂર ફગાવાઈ ગયેલ હોય છે, એટલે કે ભાવશ્રતજ્ઞાન એક અભેદરૂપ હોય છે. નિરસ્ત ખેમાશ્રુતજ્ઞાનતક્ષTદ્ધાત્મજ્ઞાનસમાવૈન - આવા નિરસ્ત ભેદ - અભેદ ભાવશ્રુતજ્ઞાન લક્ષણ શુદ્ધાત્મજ્ઞાનના સદ્ભાવે કરીને - હોવાપણાએ કરીને જ્ઞાનીને પરથી અત્યંત વિવિક્તપણું - પૃથગૃભૂતપણું હોય છે – પરતોડયંતવિધિવતવા | અર્થાત્ સમસ્ત પરભાવ - વિભાવથી રહિત પૃથક - ભિન્ન - વિક્તિ અને સ્વગુણપર્યાયથી અભિન્ન નિર્વિકલ્પ - અભેદ એવા એક કેવલ શુદ્ધ આત્માનું જ્ઞાન જ્ઞાનીને હોય છે, એટલે આત્માથી અતિરિક્ત અન્ય સમસ્ત પરથી તે અત્યંત સર્વથા “વિવિક્તપણે” - પૃથગુભૂતપણે - ભિન્નપણે - જૂદાપણે - અલાયદાપણો (in Detached way) વર્તે છે અને આમ પરથી અત્યંત વિવિક્તપણાને લીધે તે પ્રકૃતિ સ્વભાવને સ્વયમેવ - સ્વયં જ - આપોઆપ જ મૂકે છે. એટલે પછી મધુરાં - કડવાં કર્મફલને ઉદિતને - ઉદયે આવેલને તે જ્ઞાતૃત્વને લીધે કેવલ જ - માત્ર જ જાણે છે, પણ વેદતો નથી, કારણકે જ્ઞાન સતે - જ્ઞાન હોય ત્યારે પરદ્રવ્યનું અહંતાથી - “આ હું એમ અહંપણાથી અનુભવવાનું અયોગ્યપણું છે માટે - જ્ઞાને સતિ પરદ્રવ્યચાહંતયાનુમતિયો તાત્ | આ પરથી ફલિત થાય છે કે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વિરક્તપણાને લીધે - વૈરાગ્યયુક્તપણાને લીધે - અવેદક જ છે - પ્રઋતિસ્વમાવત્ વિરવતત્વાર્ મવેદ gવ, અર્થાત્ જ્ઞાનીને પરભાવરૂપ પ્રકૃતિ સ્વભાવ પ્રત્યે લેશ પણ આસક્તિ હોવી તો દૂર રહો પણ અત્યંત અત્યંત વિરક્તિ - વિરાગ વર્તે છે, તે પરભાવ પ્રત્યે આત્મભાવરૂપ - “આ હું એવું અહંભાવરૂપ વેદન જ્યાંથી નિર્ગત - ચાલ્યું ગયું છે એવો નિર્વેદ” જ પરમ વૈરાગ્ય જ વર્તે છે, એટલે આવો વૈરાગ્ય સંપન્ન - “નિર્વેદ સમાપન્ન” જ્ઞાની અવેદક જ હોય છે, ઉદયાગત કર્મફલનો નહિ વેદનારો - અભોક્તા જ હોય છે.
આતમ અનુભવરસિકો, અજબ સૂન્યો વૃદંત, નિર્વેદી વેદન કરે, વેદન કરે અત્યંત.” - શ્રી આનંદઘન, પદ-૬
પણ જ્ઞાની તો “અવેદક જ છે - નહિ વેદનારો જ છે - કર્મફલનો અભોક્તા જ છે, એવો નિશ્ચયરૂપ નિયમ અત્ર સ્થાપિત કર્યો છે - નિર્વેદ સમાપન્ન “નિર્વેદને' - નિતાંત વેદન રહિતપણાને અથવા વૈરાગ્યને - વિરક્તપણાને “સમાપન્ન' - સમ્યકપણે પામેલો એવો જ્ઞાની મધુરાં વા કડવા “બહુ વિધ” - બહુ પ્રકારના કર્મફલને વિજાણે છે - વિશેષે કરી ભેદવિજ્ઞાનથી જાણે છે, તેથી કરીને તે (જ્ઞાની) “અવેદક’ - નહિ વેદનારો - નહિ ભોગવનારો હોય છે. આમ સમ્યફ યુક્તિથી “શાસ્ત્રકારે” જ્ઞાનીનું નિયમથી અવેદકપણું સ્થાપિત કર્યું, તેને “આત્મખ્યાતિ'કારે સાંગોપાંગ સકલ અવિકલ નિખુષ યુક્તિથી ઓર સમર્થિત કર્યું છે.
અત્રે “નિર્વેદ' શબ્દ ખાસ મહત્વનો છે. તેના બે અર્થ છે - (૧) “નિર્વેદ - નિર્વેદન - નિતાંત વેદન રહિતપણું, પર હું છું એવું પરનું અહંતાથી વેદન જ્યાં નિર્ગત છે - ચાલ્યું ગયું છે તે “નિર્વેદ. (૩) અથવા “નિર્વેદ' એટલે કંટાળો - ખેદ, આવો (પ્રથમ અર્થમાં) નિર્વેદ ઉપજે છે એટલે પરથી નિર્વેદ' - વિરક્તિ વિરક્ત ભાવ ઉપજે છે, જે વસ્તુ પોતે નથી વા પોતાની નથી તે પ્રત્યે વિરતિરૂપ -
૫૯૪