________________
સમયસાર : આત્મખ્યાતિ
રહો તો થાય. આ પરથી શું સાર બોધ ફલિત થાય છે ? શુદ્ધતા કેમ થાય ? ‘બતસ્વરની નિયમિત: માવે મવભુતિઃ' - એટલા માટે “સ્વરસ નિર્ભર' - સ્વરસથી પૂર્ણ સ્વભાવમાં “નિયમિત' - નિયત વૃત્તિ રૂપ થતો - નિયતપણે વર્તતો મુનિ પરમ શુદ્ધતાને પામે છે અને “અચિરથી' - થોડા જ વખતમાં મૂકાય છે - મુક્ત થાય છે - “રમશુદ્ધતાં વૃનતિ મુખ્યત્વે વાવિIC', અર્થાત્ જ્યાં પરભાવ - વિભાવનું પરમાણુમાત્ર પણ સમયમાત્ર પણ ભરાઈ શકે એમ નથી એવા “સ્વરસ નિર્ભર' - સ્વરસ પરિપૂર્ણ સ્વરસથી ઠાંસી ઠાંસીને સારી પેઠે ભરેલા સ્વભાવમાં જ નિશ્ચય વૃત્તિથી નિયમિત વર્તે તો તેમ વર્તતાં તે “મુનિ' - ખરેખરો જ્ઞાની શ્રમણ “પરમ શુદ્ધતા" - જ્યાં પરમાણુ માત્ર પણ અશુદ્ધિનો સમય માત્ર પણ અવકાશ નથી એવી પરમોત્કૃષ્ટ શુદ્ધતાને પામે અને શીઘ જ મુક્ત થઈ જાય. આ મોક્ષમાર્ગનો પરમ રહસ્યપૂર્ણ અખંડ નિશ્ચય સિદ્ધાંત છે કે શુદ્ધ સ્વભાવમાં સુસ્થિરપણે નિયતવૃત્તિપણે વર્તે તો સિદ્ધ થાય તિ સિદ્ધ |
આકૃતિ
સ્વરસ નિર્ભર
સ્વભાવે નિયમિત
|
મુનિ )
'પરમ શુદ્ધતા
અચિરાતુ મુક્તિ
૫૫૮