________________
સમયસાર : આત્મખ્યાતિ
ચાપલ - ચપલપણું ચિતુચંચળપણું પ્રલીન થયું - પ્રષ્ટિપણે લય પમાડવામાં આવ્યું, ૩નીતિમક્સિંવનં શુદ્ધ સ્વરૂપનું સાચું આલંબન ઉન્મીલિત થયું - ખુલ્લું પ્રગટ કરવામાં આવ્યું. અર્થાત્ શુદ્ધ સ્વરૂપ લક્ષ પૂર્વક દ્રવ્ય પ્રતિક્રમણાદિ એ શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ – ભાવપ્રતિક્રમણાદિ રૂપ અપ્રતિક્રમણ દશા પર ચઢવાનું આલંબન પ્રગટ કરાયું (પાઠાંતર); અથવા ભૂતિતમાનંવ - આલંબન ઉન્મલિત થયું. અર્થાત્ પ્રતિક્રમણાદિ તો વિષકુંભ છે માટે કરવા યોગ્ય નથી, એમ નિશ્ચયાભાસી શુષ્કજ્ઞાનીનું અથવા દ્રવ્ય પ્રતિક્રમણાદિ થકી જ સર્વસિદ્ધિ છે માટે તે સદાય આલંબવા પકડી રાખવા યોગ્ય છે એમ વ્યવહાર ગ્રહીનું પરવસ્તુનું આલંબન ‘ઉમૂલિત થયું' - જડમૂળથી ઉખેડી નંખાયું. અને “માન્યવાર્તાનિતં વિત્ત - આત્મામાં જ ચિત્ત આલાનિત થયું - મજબૂત પણે બાંધી દેવામાં આવ્યું, જેમ હાથીને મજબૂત આલાનāભે બાંધી દેવામાં આવે, તેમ ચિત્ત રૂપ મદોન્મત્ત હસ્તીને આત્મામાં જ - આત્મારૂપ દેઢ આલાન સ્થંભમાં જ મજબૂતપણે બાંધી દેવામાં આવ્યું અને તે પણ ક્યાં સુધી ? સંપૂર્ણ વિજ્ઞાનઘનની ઉપલબ્ધિ” - અનુભૂતિ - પ્રાપ્તિ થાય ત્યાં સુધી - માસંપૂર્ણવિજ્ઞાનનો પત્તબ્ધ. | આમ આ મોક્ષ અધિકારનો ઉપસંહાર કરતા પાંચ કળશ રૂપ - પંચરત્ન મધ્યેના આ પ્રથમ કળશ-રત્નમાં મુમુક્ષુઓને મનનીય માર્મિક કથન કર્યું છે.
૫૫૪