________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૭
શુદ્ધ નિશ્ચયના સૂત્રધાર આત્મખ્યાતિ સૂત્રકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીના આવા સ્પષ્ટ શબ્દો ઉપરથી કાંઈક ધડો લ્યો !
અત્રે જે જાણે છે તે કરતો નથી, કરે છે તે જાણતો નથી - આ અમર (Immortal, Nectar - like) પરમાર્થ ગંભીર શબ્દોમાં અમૃતચંદ્રજીએ અપૂર્વ તત્ત્વજ્ઞાનનો અભુત મર્મ સમજાવી દીધો છે. જાણવું તે આત્માનો સહજ સ્વભાવ છે - “ધર્મ છે, કરવું તે આત્માનો સહજ સ્વભાવ નથી - વિકૃત ચેતન ભાવ - વિભાવ છે, કૃત્રિમ છે - કર્મ છે. જાણવું તે ધર્મ છે, કરવું તે કર્મ છે. ધર્મમાં સહજપણું (Naturality) છે, કર્મમાં કૃત્રિમપણું (artificiality) છે - બનાવટ છે. ધર્મમાં પ્રયાસ કરવો પડતો નથી, એટલે ધર્મ અપ્રયાસે - સહજપણે – સહજ સ્વભાવે હોય છે, એથી આત્માની શક્તિ અખંડ રહે છે, કર્મમાં પ્રયાસ કરવો પડે છે, એટલે કર્મ સપ્રયાસે કૃત્રિમપણે હોય છે, એથી તેમાં આત્માની શક્તિ ખંડમંડ થાય છે. ધર્મમાં કોઈ બહારનો આગંતુક (Extraneous) ભાવ નહિ હોવાથી નિરાકુલતા છે, સુખ છે, કર્મ એ આત્મબાહ્ય આગંતુક હોવાથી તેમાં આકલતા છે, દુઃખ છે. આમ જાણવું એ સુખરૂપ ધર્મ છે, કરવું એ દુઃખરૂપ કર્મ છે તે જાણવાનો પ્રતિપક્ષી છે. તે આ રીતે - કર્મ છે તે રાગ છે, રાગ છે તે અબોધમય - અજ્ઞાનમય અધ્યવસાય છે, આમ કર્મ = રાગ = અજ્ઞાનમય અધ્યવસાય, તેથી કર્મ છે તે અજ્ઞાન છે, એટલે જાણવું તે જ્ઞાન અને કરવું તે અજ્ઞાન એમ આવે છે, એટલે કરવું એ જાણવાનો પ્રતિપક્ષી છે – વિરોધી છે એ કહ્યું તે સર્વથા યથાર્થ છે.
૪૦૩