________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૩૦-૩૦૭
આકૃતિ
સ્વકાર્યકરણ અસમર્થ – વિપા કાર્યકારિ
શુદ્ધ આત્મસિદ્ધિ લા વિના
અપ્રતિક્રમણાદિ પ્રતિક્રમણ - અપ્રતિક્રમણાદિ | | સર્વ અપરાધ શુદ્ધ આત્મસિદ્ધિ લા પૂર્વક
તૃતીય ભૂમિ વિલક્ષણ વિષ દોષ | દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ
સ્વયં - નિરપરાધ તૃતીય ભૂમિને અપકર્ષણ ઝT તૃતીય ભૂમિને
> શુદ્ધાત્મ સિદ્ધિ રૂપ ન દેખતાને સમર્થ
દેખતાને
અપરાધ સર્વકર્ષવથી વિષકુંભ (વ્યવહારથી) અમૃતકુંભ સાક્ષાત્ સ્વયં અમૃત કુંભ
અર્થાત્ - અત્રે શંકા થવી સંભવે છે કે - “આ શુદ્ધ આત્માના ઉપાસના પ્રયાસથી શું? કારણકે પ્રતિક્રમણાદિથી જ આત્મા નિરપરાધ - અપરાધ રહિત થાય છે. અપ્રતિક્રમણાદિ સાપરાધને - અપરાધ સહિતને અપરાધ દૂર નહીં કરનાર હોવાથી વિષકુંભરૂપ છે અને પ્રતિક્રમણાદિ અપરાધ દૂર કરવાપણાથી અમૃતકુંભ છે.' આ શંકાનું સાંગોપાંગ સંપૂર્ણ સમાધાન કરતી અપૂર્વ તત્ત્વમીમાંસા અત્ર અમતચંદ્રાચાર્યજીએ પ્રકાશી છે. તે આ પ્રકારે - પ્રતિક્રમણાદિ - અપ્રતિક્રમણાદિના ત્રણ પ્રકાર છે (૧) અજ્ઞાની જનનું જે અપ્રતિક્રમણાદિ છે તે તો સાક્ષાત્ વિષકુંભ જ છે, કારણકે તેમાં તો શુદ્ધ આત્મસિદ્ધિનો અભાવ જ છે, એટલે એ સ્વયં અપરાધ રૂપ જ છે. (૨) બીજું જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ્ય વિનાનું હોય, તે પણ વિષકુંભ જ થઈ પડે છે, કારણકે તે આત્માર્થ રૂપ સ્વકાર્ય સાધતું નથી અને માનાર્થ આદિ રૂપ વિપરીત કાર્ય સાધે છે, એટલે આત્માને વિષ રૂપે જ - ઝેર રૂપે જ પરિણમે છે. (વ) પણ તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ જો શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ તૃતીય ભૂમિકાના લક્ષ્યવાળું હોય, શુદ્ધ આત્મસિદ્ધિનો લક્ષ્ય રાખીને કરવામાં આવતું હોય, તો વ્યવહારથી તે અમૃતકુંભ રૂપ હોય છે, અર્થાત્ આત્માને અમૃતરૂપે પરિણમવાનું કારણ થાય છે. (૩) ત્રીજું જ્ઞાનીજનનું જે તૃતીય ભૂમિકા રૂપ - શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ અપ્રતિક્રમણાદિ છે, તે તો સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે, અર્થાત્ આત્માને સાક્ષાત્ અમૃતરૂપે પરિણમે છે. એટલે શુદ્ધ આત્મસિદ્ધિ સંપન્ન આવા યોગારૂઢ જ્ઞાનીની અપેક્ષાએ તેઓને દ્રવ્ય પ્રતિક્રમણાદિ વિષકુંભ છે અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે.
અને એટલે જ આમ શુદ્ધ આત્મસિદ્ધિ જેણે સિદ્ધ કરી છે એવા સિદ્ધ - નિષ્પન્ન યોગી જ્ઞાની પુરુષ આ અમૃતકુંભ સમી અપ્રતિક્રમણાદિ રૂપ ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત હોવાથી. તેમને સાધકોપયોગી એવી દ્રવ્ય પ્રતિક્રમણાદિ આચાર ક્રિયા હોતી નથી, કારણકે સમસ્ત ક્રિયા કલાપનો એક ઈષ્ટ ઉદેશ શુદ્ધ આત્મસિદ્ધિ એ જ છે અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ તો અત્રે પ્રાપ્ત થઈ ચૂકી છે, એટલે હવે તેનું કંઈ પ્રયોજન રહ્યું નથી. કારણકે અત્રે ટીકામાં ટાંકેલી આ ગ્રંથની જ ગા-૩૮૩ માં કહ્યું છે તેમ - પૂર્વે કરેલું જે શુભાશુભ કર્મ અનેક વિસ્તાર વિશેષવાળું છે, તેમાંથી જે આત્માને નિવર્તાવે - પાછો વાળે, તે (આત્મા પોતે જ સાક્ષાત) પ્રતિક્રમણ છે.” અથવા તો “સ્વ સ્થાનમાંથી જે પ્રમાદને વશ થઈ પરસ્થાને ગયો હોય, તેનું પુનઃ પાછું ત્યાં જ મૂળ સ્થાને ક્રમણ – ગમન તે પ્રતિક્રમણ, કહેવાય છે.” અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ પદમાંથી જે ભ્રષ્ટતા થઈ હતી, ત્યાં “મૂળ શુદ્ધ તે આત્મપદમાં પાછું આવી જવું તેનું નામ પ્રતિક્રમણ છે, આવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં “સહજત્મસ્વરૂપમાં પુનરાગમન રૂપ “ભાવપ્રતિક્રમણ’ - પરમાર્થ પ્રતિક્રમણ - નિશ્ચય પ્રતિક્રમણ અત્રે નિષ્પન્ન યોગીને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એટલે એમને એવી પરમ નિરપરાધ - નિર્દોષ શુદ્ધ આત્મદશા પ્રગટી છે, કે ત્યાં લેશ પણ અપરાધનો પુનઃ સંભવ નથી. તો પછી અપરાધના પ્રાયશ્ચિત્ત રૂપ પ્રતિક્રમણનો અવકાશ ક્યાંથી હોય ? આમ તેમને પરમ નિશ્ચય પ્રતિક્રમણ રૂપ શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિતિમય પરમ અમૃત સ્વરૂપ અપ્રતિક્રમણ દશા ઘટે છે. તે જ પ્રકારે અપ્રત્યાખ્યાનાદિ બાબત સ્વયં સમજી લેવું.
આમ પરમ જ્ઞાનદશાના યોગને પામેલો યોગી - શ્રી યોગદષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રાચાર્યજીએ
૫૫૧