________________
સમયસાર : આત્મખ્યાતિ
પ્રબંધ - સંકલનાબદ્ધ વિસ્તાર વિચાર “મોક્ષ હેતુ' - મોહકારણ નથી - અહેતુપણું છે માટે - ‘મહેતુત્વાસ્' કોની જેમ ? “નિગડાદિથી” - બેડી વગેરેથી બદ્ધના - બંધાયેલના બંધ ચિંતા પ્રબંધની જેમ. આ ઉપરથી “કર્મબંધ વિષયક ચિંતા પ્રબંધાત્મક’ - અર્થાત કર્મબંધ સંબંધી સંકલનાબદ્ધ વિસ્તાર વિચાર જ્યાં કરાય છે તે વિશુદ્ધ’ - વિશુદ્ધ પરિણામવાળા ધર્મધ્યાનમાં જ જેની બુદ્ધિ અંધ બની ગઈ છે એવા ધર્મધ્યાનાંધ બુદ્ધિઓને બોધવામાં આવે છે.
આ વ્યાખ્યાનો હવે વિશેષ વિચાર કરીએ.
બંધ સંબંધી ચિંતનનો પ્રબંધ - સંકલનાબદ્ધ વિસ્તાર વિચાર કરવો તે મોહેતુ છે, એમ કેટલાકો કહે છે, તે પણ અસત - અસત્ય - અયથાર્થ છે. જેમકે - ચાર પ્રકારનો બંધ છે. તેમાં પ્રકૃતિ બંધ - પ્રદેશ બંધ યોગથી થાય છે અને સ્થિતિ બંધ - રસ બંધ કષાયથી થાય છે, મિથ્યાત્વ - અવિરતિ - પ્રમાદ – કષાય - યોગ એ બંધના હેતુઓ છે, કારણ યોગે બંધને બાંધે છે અને કારણ મૂળે મૂકાય છે અને તેજ અનુક્રમે આસ્રવ અને સંવર હેય - ઉપાદેય છે, યુજન કરણથી બંધ થાય છે અને ગુણ કરણથી બંધનો ભંગ થાય છે - બંધ તૂટે છે ઈત્યાદિ પ્રકારે બંધના સ્વરૂપનું ચિંતન જ્ઞાની પુરુષોએ અતિ વિસ્તારથી - પ્રબંધથી વર્ણવ્યું છે, તે બંધ - પ્રબંધનું સપ્રપંચ ચિંતન માત્ર કરવું તે મોક્ષહેતુ છે એમ કોઈ બીજા જનો માને છે તે પણ અસતુ છે. કારણકે કર્મબદ્ધનો બંધ ચિંતા પ્રબંધ મોક્ષહેતુ નથી, અર્થાતુ કર્મથી જે બંધાયેલો છે તે બંધના સ્વરૂપની ગમે તેટલી વિસ્તારથી - પ્રબંધથી - પ્રપંચથી ચિંતા કર્યા કરે, તો પણ તે મોક્ષહેતુ નથી - મોક્ષનું કારણ થતું નથી, કારણકે તેનું મોક્ષનું અહેતુપણું - અકારણપણું છે, બંધ સ્વરૂપનું ગમે તેટલું ચિંતન માત્ર કર્યા કરવાથી કાંઈ મોહેતુપણું નથી. જેમ કોઈ એક પુરુષ બેડીથી કે રાંઢવાથી, કે કાષ્ઠશૈલીથી બંધાયેલો હોય, તે બેડીના કે રાંઢવાના કે કાષ્ઠશૈલીના સ્વરૂપનું ગમે તેટલું ચિંતન કર્યા કરે - ધ્યાન ધર્યા કરે, તો પણ તે બંધનથી મુક્ત થતો નથી, તેમ કર્મબંધના સ્વરૂપની ગમે તેટલી ચિંતા કરવામાં આવે તો પણ તે ચિંતા માત્રથી આત્મા મુક્ત થતો નથી, તેમજ પરને અહંન્દુ - મમત્વથી પકડી રાખ્યા છતાં - પરને નહિ છોડ્યા છતાં - સર્વ પ્રકારનો કર્મબંધ પુદ્ગલમય છે, પર છે, તેની સાથે આત્માને કાંઈ લેવા દેવા નથી, એમ માત્ર ચિંતવ્યા કર્યાથી કે અંતર પરિણામ વિના માત્ર શુષ્કશાનથી શુકપાઠ કર્યા કર્યાથી પણ આત્મા મુક્ત થતો નથી.
આ ઉપરથી કર્મબંધ વિષયે ચિંતા પ્રબંધાત્મક વિશુદ્ધ ધર્મધ્યાનમાં અંધ બુદ્ધિવાળાઓને બોધવામાં આવ્યા છે. જેમકે – અહો મહાનુભાવો ! તમે શુભ ઉપયોગથી કર્મવિપાક સંબંધી ધર્મધ્યાનનું ગમે તેટલું ચિંતવન કરતા હો અને આથી અમે મોક્ષ પામશું એમ તેમાં અંધશ્રદ્ધા રાખી તમે ભલે અંધબુદ્ધિ ધરતા હો, પણ તે બંધ સ્વરૂપની ચિંતા માત્ર મોક્ષનું કારણ નથી, એટલે તે તમારું ચિંતન મોક્ષાર્થે અકિંચિત્કર છે, કર્મબંધનના સ્વરૂપ ચિંતન માત્રથી સંતોષ નહિ પામતાં તમે કર્મ બંધને ભેદી નાંખી, છેદી નાંખી, આ કર્મબંધ દશા પ્રગટાવશો, તો જ તમારૂં મોક્ષ કાર્ય સિદ્ધ થશે અને તો જ તમારૂં બંધ સ્વરૂપ ચિંતન લેખે લાગશે. વધારે શું?
કારણ જોગે હો બાંધે બંધને, કારણ મુક્તિ મૂકાય, આસ્રવ સંવર નામ અનુક્રમે, હેયોપાદેય સુણાય... પાપ્રભ-જિન.” “યુંજનકરણે હો વિરહ તુજ પડ્યો, ગુણકરણે કરી ભંગ, ગ્રંથ ઉકતે કરી પંડિત જન કહ્યો રે, અંતર ભંગ સુસંગ... પદ્મ પ્રભ.” - શ્રી આનંદઘનજી
શુદ્ધ
આત્મ જ્યોતિ
૫૦૨