________________
સમયસાર : આત્મખ્યાતિ
ચેતનાના દર્શન-શાન વિકલ્પના “અનતિક્રમણને લીધે - અનુલ્લંઘનને લીધે ચેતયિતૃત્વની જેમ દરૃત્વ અને જ્ઞાતૃત્વ આત્માનું સ્વલક્ષણ જ છે - “નૃિત્વમિવ દૃષ્ટત્વે જ્ઞાતૃત્વ વાત્મનઃ વસ્તક્ષા', અર્થાતુ ચેતના કાંતો દર્શનરૂપ કાંતો જ્ઞાનરૂપ એમ બેમાંથી કોઈ પણ એક વિકલ્પનું અતિક્રમણ” - ઉલ્લંઘન કરતી નથી, એટલે ચેતયિતાપણું જેમ આત્માનું સ્વલક્ષણ” - પોતાનું લક્ષણ છે, તેમ દેખાપણું અને જ્ઞાતાપણું પણ આત્માનું “સ્વલક્ષણ જ' - પોતાનું લક્ષણ જ છે. તેથી હું દે એવા આત્માને રહું છું, જે ખરેખર ! રહું છું, તે દેખું જ છું, દેખતો જ દેખું છું, દેખતા વડે જ દેખું છું. દેખતા અર્થે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું - આમ કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન - અધિકરણ એ ષકારક રૂપ ભેદવિવક્ષાથી હું દેણ આત્મા દણ આત્માને જ દેખું છું. અથવા નથી હું દેખતો, નથી દેખતો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા અર્થે દેખતો, નથી દેખાતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો - આમ એ પકારક ભેદ અવિવલાથી નથી હું દેખતો, કિંતુ સર્વવિશુદ્ધ દેશાત્ર ભાવ છું હું - સર્વવિશુદ્ધ દૃાત્રમાવોઝતિ | તેમજ – જ્ઞાતા એવા આત્માને હું રહું છું, જે ખરેખર ! રહું છું, તે જાણું જ છું, જાણતો જ જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા અર્થે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં જ જાણું છું, જાણતાને જ જાણું છું - આમકર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન-અધિકરણ એ ષકારક રૂપ ભેદવિવક્ષાથી હું જ્ઞાતા આત્મા જ્ઞાતા આત્માને જ જાણું છું, અથવા નથી હું જાણતો, નથી જાણતો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા અર્થે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો - આમ એ ષકારકભેદ અવિવક્ષાથી નથી હું જાણતો, કિંતુ સર્વવિશુદ્ધ શક્તિ માત્ર - જાણવા માત્ર ભાવ છું હું – જિતુ વિશુદ્ધ જ્ઞમાત્ર માવોર્મિ |
કારક ચક્ર સમગ્સ, તે જ્ઞાયક ભાવ વિલગ્ન, પરમ ભાવ સંસગ્ગ, એક રીતે રે, કાંઈ થયો ગુણવન્ગ રે.... જિર્ણદા.”
- તત્ત્વરંગી મહામુનિ દેવચંદ્રજી અત્રે શંકા થવી સંભવે છે કે ચેતના દર્શન - જ્ઞાન એ બે વિકલ્પને કેમ નથી અતિક્રામતી - નથી ઉલ્લંઘતી, કે જેથી કરીને ચેતયિતા - ચેતનારો આત્મા દેશ અને જ્ઞાતા હોય ? તેનું સમાધાન કહેવામાં આવે છે કે - “તના તાવ પ્રતિમાસરૂપ' - પ્રથમ તો ચેતના પ્રતિભાસ રૂપા' છે - સામે જેવી વસ્તુ છે તેવો પ્રતિ – સામો ભાસ – ભાસવું જ્યાં થાય છે એવી પ્રતિભાસ રૂપા છે, તે તો સર્વે જ વસ્તુઓના સામાન્ય - વિશેષાત્મકપણાને લીધે - “સર્વેષામેવ વસ્તુનાં સામાન્યવિશેષાત્મહત્વીત' કૈરૂધ્યને - દ્વિરૂપપણાને નથી અતિક્રામતી - નથી ઉલ્લંઘતી - “દ્વિરૂષ્ય નાતિ શામતિ', અર્થાત્ સર્વેય વસ્તુ સામાન્ય - વિશેષાત્મક - સામાન્ય - વિશેષરૂપ છે, એટલે તેની પ્રતિભાસરૂપા ચેતના પણ સામાન્ય - વિશેષ એ બે-રૂપપણાને નથી અતિક્રામતી - નથી ઉલ્લંઘતી. જે અતિકામે - ઉલ્લંઘે તો સામાન્ય - વિશેષના અતિક્રાંતપણાને લીધે - ઉલ્લવિતપણાને લીધે તે ચેતના જ નથી હોતી. તેના - ચેતનાના અભાવે બે દોષ છે - (૧) સ્વગુણના ઉચ્છેદ થકી ચેતનને અચેતનતાની આપત્તિ, પોતાના ચેતનાગુણના ઉચ્છેદ થકી ચેતનને અચેતનપણાની પ્રાપ્તિની “આપત્તિ' - આફત રૂપ પ્રસંગ આવી પડે, અથવા (૨) વ્યાપકના અભાવે વ્યાપ્ય - વ્યાપાવા યોગ્ય એવા ચેતનનો અભાવ, વ્યાપક એવા ચેતના ગુણના અભાવે વ્યાપ્ય એવા ચેતન દ્રવ્યનો અભાવ થાય. તેથી તે બે દોષના ભય થકી દર્શન - જ્ઞાનાત્મિકા જ - દર્શન - જ્ઞાનરૂપા જ ચેતના અભ્યપગંતવ્ય - અભ્યાગમ કરવા યોગ્ય - માન્ય કરવા યોગ્ય છે - જ્ઞાનાત્મિવતનાપૂપાંતવ્ય | સામાન્યનું ગ્રહણ કરે તે દર્શન અને વિશેષનું ગ્રહણ કરે તે જ્ઞાન એમ દર્શન - જ્ઞાન બે રૂપવાળી જ ચેતના સ્વીકાર કરવા યોગ્ય છે.
૫૨૬