________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૮૭
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “મૂર્તિમાન મોક્ષ તે સત્પષ છે.”
જીવને બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ.” - શ્રીમદ્ રાજચંદ્ર આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે કહ્યું તેની પરિપુષ્ટિ રૂપે, અશુદ્ધ આત્માને ભજતો સાપરાધ હોય ને શુદ્ધ આત્માને ભજતો નિરપરાધ હોય એવા ભાવનો આ કળશ પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી સંગીત કર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - નવરતમનંર્ત વંધ્યતે સાપરાધ: - સાપરાધ હોય તે “અનવરતપણે - નિરંતરપણે અનંતા બંધને બંધાય છે અને નિરપરાધ કદી પણ બંધનને સ્પર્શતો નથી, “સ્કૃતિ નિરપરાધો વંઘ ના, નૈવ, અશુદ્ધ એવા “સ્વને” - પોતાને - આત્માને ભજતો આ આત્મા નિયતપણે - નિશ્ચિતપણે - ચોક્કસ સાપરાધ હોય છે - નિયતમયમશુદ્ધ ભાન સાપરાધો અને “સાધુ' - સમ્યક્ષણે “શુદ્ધાત્મસેવી' - શુદ્ધ આત્માને સેવનારો - ભજનારો નિરપરાધ હોય છે - મવતિ નિરપરાધ: સાધુ શુદ્ધાત્મસેવી |
આકૃતિ
સમ્યક શુદ્ધાત્મ
બંધન અનંત અપરાધ
બંધન અસ્પર્શ નિરાપરાધ
સ્વિને અશુદ્ધને ભજતો સાપરાધ
સેવી
નિરાપરાધ
અર્થાત્ - જગતમાં અપરાધી જ બંધાય, સાપરાધી અનંત બંધને નિરંતર બંધાય, નિરપરાધી તે તો બંધનને કદાપિ ને જ સ્પર્શે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ કહ્યું તેમ - રાધ્ય - સાધ્ય – સાધિત - આરાધિત એક અર્થ જ છે. જેનો રાધ અપગત છે તે જન અપરાધી છે, તે અપરાધ જ જેનો અપગત છે તે અહીં નિરપરાધ છે, તે જ સતત સાધ્યલક્ષી સાધક સાચો સાધુ છે. સાર શુદ્ધ આત્મસિદ્ધિનો જેને લક્ષ્ય નથી, તે સાપરાધી અનારાધક નિશ્ચયથી અવધારવો અને એ સાર શુદ્ધ આત્મસિદ્ધિનો જેને સતત લક્ષ્ય છે. તેને નિરપરાધી આરાધક નિશ્ચયથી અવધારવો. પરદ્રવ્ય પરિગ્રહણ કરતો અશુદ્ધ આત્માને ભજંતો સાપરાધી તે અનારાધક અનંત બંધને બંધાય, પરદ્રવ્ય પરિહરણ કરતો શુદ્ધ આત્માને સેવતો નિરપરાધી તે આરાધક તો કદાપિ નથી જ બંધાતો. નિરપરાધી એવો આરાધક સાચો સાધુ તે સંત શુદ્ધોપયોગે રમણ કરતો સાચો શ્રમણ હોય છે અને આમ શુદ્ધ આત્મસેવી આરાધનાથી વર્તે છે, એમ આત્મારામી મુનીંદ્ર અમૃતચંદ્રજી આ અમૃત કળશમાં વદે છે.