________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૩૦૪-૩૦૫
=
‘અપરાધ' શબ્દની નિરુક્તિથી અપૂર્વ વ્યાખ્યા કરી આરાધનાનું સ્વરૂપ દર્શાવી અદ્ભુત તત્ત્વપ્રકાશ વિસ્તાર્યો છે – સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત ‘એકાર્થ’ – એક અર્થવાળા છે, ‘અપગત રાધ’ અપગત છે દૂર થયેલો છે રાધ જેનો એવો જે ખરેખર ! નિશ્ચયે કરીને ચૈતયિતા' ચેતનારો ચેતક આત્મા તે ‘અપરાધ’ હોય છે, જે પુનઃ નિરપરાધ ‘ચેતયિતા’ ચેતનારો - ચેતક આત્મા તે તો નિઃશંકિત' શંકા રહિત હોય છે, ‘હું' એમ જાણતો તે નિત્ય - સદાય ‘આરાધનાથી’ વર્તે છે. આવા ભાવની આ ગાથાની તત્ત્વ સમૃદ્ધિમાં ‘આત્મખ્યાતિ' સૂત્રકર્તા ભગવાન્ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની પરમ પ્રતિભાનો અલૌકિક તત્ત્વાલોક સમર્પિત કરી અનન્ય પરમાર્થ પ્રદ્યોતિત કર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે
परद्रव्यपरिहारेण
પરદ્રવ્યના પરિહારે કરીને’
-
પરિત્યાગે - સર્વથા ત્યાગે કરીને શુદ્ધ આત્માની સિદ્ધિ વા સાધન તે ‘રાધ' છે - ‘શુદ્ધસ્યાત્મનઃ સિદ્ધિઃ સાધન વા રાજ્યઃ' અપગત છે - દૂર થયેલો છે રાધ જે ચેતયિતાનો તે અપરાધ, અથવા અપગત રાધ જે ભાવનો તે અપરાધ - ‘અપાતો રાધો યસ્ય ભાવસ્ય સોડપરાધ:’, તે - અપરાધ સહ સાથે જે ‘ચેતયિતા' - ચેતક - ચેતનારો આત્મા વર્તે છે તે સાપરાધ, તેન સહ શ્વેતયિતા વર્તતે સા સાપરાધઃ' અને તે સાપરાધ તો અનારાધક જ' હોય - 'अनाराधक एव સ્વાત્', એમ શા માટે ? પરદ્રવ્ય ગ્રહણના ‘સદ્ભાવે કરીને’ હોવાપણાએ કરીને શુદ્ધાત્મ સિદ્ધિના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે બંધશંકાનો સંભવ સતે સ્વયં - પોતે અશુદ્ધપણું છે માટે.
-
-
-
-
-
-
-
-
ઉપયોગ
પણ આથી ઉલ્ટું, વસ્તુ નિરપરાધ: જે ‘નિરપરાધ’ અપરાધ રહિત છે તે એકલક્ષણવાળો શુદ્ધ આત્મા એક જ હું છું એમ નિશ્ચય કરતો - આરાધક જ હોય - આરાધ વસ્યાત્ | એમ શાને લીધે ? શુદ્ધ આત્મસિદ્ધિ લક્ષણા આરાધનાથી વર્તમાનપણાને લીધે, ‘શુદ્ધાત્મસિદ્ધિતક્ષળયા રાધનયા વર્તમાનાર્ ।' અને એમ પણ ક્યારે ? સમગ્ર પરદ્રવ્યના ‘પરિહારે કરીને' - પરિત્યાગે સર્વથા ત્યાગે કરીને શુદ્ધાત્મસિદ્ધિના સદ્ભાવને લીધે હોવાપણાને લીધે બંધશંકાનો અસંભવ સતે અસંભવ હોય છે ત્યારે.
શુદ્ધ ચૈતન્ય જ્યોતિ
૫૪૩
-
=
=
-
તાત્પર્ય કે - પરપરિણતિને ત્યજવી ને આત્મપરિણતિને ભજવી તે મોક્ષમાર્ગની આરાધના છે, પર પરિણતિને ભજવી ને આત્મપરિણતિને ત્યજવી તે મોક્ષમાર્ગની વિરાધના છે. પર પરિણતિ ત્યજી આત્મપરિણતિને ભજનારો જીવ આરાધક છે, આત્મપરિણતિ ત્યજી પર પરિણતિ ભજનારો જીવ વિરાધક છે. પર પરિણતિને ભજે છે તે જીવ પરવસ્તુનો ચોર હોઈ અપરાધી દંડપાત્ર છે, પર પરિણતિને ત્યજે છે તે જીવ નિરપરાધી હોઈ દંડપાત્ર નથી. જેટલે અંશે નિરપરાધી તેટલે અંશે આરાધક, જેટલે અંશે અપરાધી તેટલે અંશે વિરાધક. આ પ્રમાણે જિનમાર્ગની ત્રિકાલાબાધિત શાશ્વત સ્થિતિ છે.
-