________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્તના સારસમુચ્ચયરૂપ સમયસાર કલશ (૩) પ્રકાશે છે –
शार्दूलविक्रीडित अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजे - तत्सामान्यविशेषरूपविरहात्सास्तित्वमेव त्यजेत् । तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका - दात्मा चांतमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्ति चित् ॥१८॥ અદ્વૈતા પણ ચેતના જગતમાં દેશમિ રૂપ ત્યજે, તો સામાન્ય - વિશેષરૂપ વિરહ અસ્તિત્વને તે ત્યજે; તત્ ત્યાગે ચિતની ય હોય જડતા, વ્યાપક વિના વ્યાપ્ય આ, આત્મા અંત જ પામતો, નિયત ચિત્ દે શમિ રૂપા જ આ. ૧૮૩
અમૃત પદ – (૧૮૩)
ભૈયા ! વિષમ આ સંસાર” - એ રાગ અદ્વૈત પણ ચેતના ના છોડે, દર્શન જ્ઞાન દ્વિ રૂપ, સામાન્ય - વિશેષ જાણે એવું, તેનું સહજ સ્વરૂપ... અદ્વૈત પણ ચેતના. ૧ અદ્વૈત પણ ચેતના જો છોડે, દર્શન જ્ઞાન દ્વિરૂપ, સામાન્ય વિશેષના વિરહે તો તે, છોડે અસ્તિત્વ સ્વરૂપ... અદ્વૈત પણ. ૨ તે અસ્તિત્વનો ત્યાગ જ હોતાં, ચિત્ની ય જડતા હોય, વ્યાપક વિના વ્યાપ્ય આત્મ તો, અંત જ પામે સોય... અદ્વૈત પણ. ૩ તેથી દર્શન-શાન રૂપ આ, ચેતના નિયત જ હોય,
ભગવાન અમૃતચંદ્ર ભાખી, તત્ત્વસંકલના સોય... અદ્વૈત પણ. ૪ અર્થ - અદ્વૈતા છતાં ચેતના જગતમાં જો ગુ-શક્તિરૂપ (દર્શન-શાનરૂપ) ત્યજે, તો સામાન્ય – વિશેષરૂપના વિરહ થકી તે અસ્તિત્વ જ (પોતાનું હોવાપણું જ) ત્યજે, તેના (અસ્તિત્વના) ત્યાગે ચિતની પણ જડતા થાય છે અને વ્યાપક વિના વ્યાપ્ય એવો આત્મા અંત પામી જાય છે, તેથી નિયતપણે ચિત્ દેવુતિરૂપા છે. ૧૮૩
અમૃત જ્યોતિ મહાભાષ્ય “આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૮૧
ઉપરમાં જે આત્મખ્યાતિના ગદ્યભાગમાં સવિસ્તર કહ્યું તેના સારસમુચ્ચય રૂપ આ કળશકાવ્ય કહ્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – અદ્વૈતા િદિ ચેતના નીતિ વેત્ દૃષિ - જ્યાં દ્વિતીય - બીજો ભાવ નથી એવી “અદ્વૈતા' છતાં ચેતના જગતને વિષે જે દગુ - શક્તિરૂપ - દર્શન - જ્ઞાનરૂપ ત્યજે, તો સામાન્ય - વિશેષરૂપના વિરહ થકી – અભાવ થકી તે “અસ્તિત્વ જ’ - પોતાની સત્તા જ - હોવાપણું જ ત્યજે - તત્કામાવિશેષરૂપવિરહૃત્સિાસ્તિત્વમેવ ત્યનેત્ | અને જો પોતાનું અસ્તિત્વ જ – હોવાપણું જ ત્યજે તો તેના ત્યાગે ચિની પણ જડતા થાય છે અને વ્યાપક એવી ચેતના વિના વ્યાપ્ય એવો ચેતન આત્મા અંત પામી જાય છે - તત્યા નડતા રિતોડ ભવતિ વ્યાયો વિના વ્યાપાલાભા વાંતમુપૈતિ - તેથી કરીને નિયતપણે ચિત્ દેગું - જ્ઞતિરૂપા – દર્શન - જ્ઞાનરૂપા છે.
પ૨૮