________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૨૯૮,૨૯૯
આત્મખ્યાતિ ટીકાર્ય ચેતનાના દર્શન-જ્ઞાન વિકલ્પના અનતિક્રમણને (અનલંઘનને) લીધે, ચેતયિતાપણાની જેમ દાપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે, તેથી હું દષ્ટા એવા આત્માને રહું છું. જે ખરેખર ! ગ્રહું છું, તે દેખું જ છું, દેખતો જ દેખું છું,
અથવા - નથી દેખતો, નથી દેખતો દેખતો, દેખતા વડે જ દેખું છું,
નથી દેખતા વડે દેખતો, દેખતા અર્થે જ દેખું છું,
નથી દેખતા અર્થે દેખતો, દેખાતામાંથી જ દેખું છું,
નથી દેખાતામાંથી દેખતો, દેખતામાં જ દેખું છું,
નથી દેખતામાં દેખતો, દેખતાને જ દેખું છું,
નથી દેખતાને દેખતો, કિંતુ સર્વ વિશુદ્ધ દેશ્ચાત્ર ભાવ હું છું. તેમજ - જ્ઞાતા એવા આત્માને હું રહું છું, જે ખરેખર ! રહું છું, તે - જાણું જ છું, જાણંતો જ જાણું છું,
અથવા - નથી જાણતો, નથી જાણતો જાણતો, જાણતા વડે જ જાણું છું,
નથી જાણતા વડે જાણતો, જાણતા અર્થે જ જાણું છું,
નથી જાણતા અર્થે જાણતો, જાણતામાંથી જ જાણું છું,
નથી જાણતામાંથી જાણતો, જાણતામાં જ જાણું છું,
નથી જાણતામાં જાણતો, જાણતાને જ જાણું છું,
નથી જાણતાને જાણતો. કિંતુ સર્વવિશુદ્ધ જ્ઞપ્તિમાત્ર ભાવ હું છું. (શંકા) - વારુ, ચેતના દર્શન - જ્ઞાન એ બે વિકલ્પોને કેમ નથી અતિક્રામતી ? (ઉલ્લંઘતી), કે જેથી ચેતયિતા દેણ અને જ્ઞાતા હોય ?
(સમાધાન) કહેવામાં આવે છે - પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપા છે, તે તો સર્વે જ વસ્તુઓના સામાન્ય - વિશેષાત્મકપણાને લીધે બૈરૂધ્યને નથી અતિક્રામતી અને જે તેના દ્વિરૂપ (બે રૂપ) તે દર્શન - જ્ઞાન છે, તેથી (તેને) તે નથી અતિક્રામતી, જો અતિક્રામે, તો સામાન્ય - વિશેષના અતિક્રાંતપણાને લીધે ચેતના જ નથી હોતી.” તેના અભાવે બે દોષ - (૧) સ્વગુણ ઉચ્છેદ કરી ચેતનને અચેતનતા પત્તિ, અથવા (૨) વ્યાપકના અભાવે વ્યાપ્ય એવા ચેતનનો અભાવ. તેથી તેના દોષ ભયથી દર્શન-શાનાત્મિકા જ ચેતના અભ્યપગમ (માન્ય) કરવા યોગ્ય છે. ૨૮૯, ૨૯૯
‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો – અપૂર્વ અવસર.” “હું અસંગ શુદ્ધ ચેતન છું, વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું.”
- શ્રીમદ્ રાજચંદ્રજી આત્મા પ્રજ્ઞા વડે કેવી રીતે ગ્રહવા યોગ્ય છે તેનો વિશેષ વિધિ અત્રે દત્વ-જ્ઞાતૃત્વ પરત્વે દર્શાવ્યો છે અને તેનું સાંગોપાંગ અવિકલ સકલ સમ્યકપણું “આત્મખ્યાતિ' સૂત્રકારે પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી સુપ્રતિષ્ઠાપિત કર્યું છે. તે આ પ્રકારે –
૫૨૫