________________
સમયસાર : આત્મખ્યાતિ
માનનારાઓને આત્મા અને બંધના “દ્વિધાકરણમાં” - બે ભાગમાં વિભાજનીકરણમાં - ભેદકરણમાં વ્યાપારવામાં આવ્યા છે - પ્રેરવામાં આવ્યા છે.
અર્થાતુ કર્મથી જે બંધાયેલો છે, તેને તે કર્મ બંધનું છેદન કરવું, દ્વિધાકરણ કરવું (“એક ઘા ને બે ટૂકડા કરવા'), કાપી નાંખવું, તે મોક્ષનું એટલે કે બંધથી છૂટવાનું અચૂક અમોઘ કારણ છે, કારણકે બંધનું છેદન એજ મોક્ષનું કારણ છે. જેમ કોઈ બેડીથી કે રસ્તુથી કે કાષ્ઠશૈલીથી બંધાયેલ હોય - જકડાયેલ હોય, તેની તે બંધન કર્તા બેડી કે રજુ કે કાષ્ઠફૂલી છેદી નાંખવામાં આવે, ભેદી નાંખવામાં આવે, કાપી નાંખવામાં આવે, તો જ બેડી વગેરે બંધનથી છૂટે - મોક્ષ પામે, તેમ અત્રે પણ કર્મબંધની બેડીથી કે રજુથી કે શૂળીથી બંધાયેલા - જકડાયેલા આત્માને બંધન કર્તા તે કર્મ બેડી - કમરજુ - કર્મશૂલી છેદી નાંખવામાં આવે, ભેદી નાંખવામાં આવે, કાપી નાંખવામાં આવે, તો જ તે કર્મબેડીના બંધનથી છૂટે, મોક્ષ પામે.
આમ આ ઉપરથી બંધ સ્વરૂપના પરિજ્ઞાન માત્રથી સંતુષ્ટ થનારા અને બંધ સ્વરૂપ પ્રપંચના ચિંતન માત્રમાં જ રચ્યા પચ્યા રહેનારા જનોને આત્મા અને બંધના “દ્વિધાકરણમાં” – એક ઘા ને બે ટુકડા કરવા રૂપ ભેદકરણમાં વ્યાપારવામાં - પ્રેરવામાં આવ્યા કે - અહો કર્મરુચિ ! ધર્મરુચિ ! મહાનુભાવો ! જ્ઞાનીઓએ કહેલા બંધ સ્વરૂપનું પરિજ્ઞાન તમે કરો છો અને બંધ સ્વરૂપ પ્રપંચનું પરિચિંતન તમે કરો છો, તે તો બરાબર છે, પણ તમે તે પરિજ્ઞાન “માત્રથી કે પરિચિંતન “માત્રથી સંતુષ્ટ રહો છો અને ત્યાં જ અટકી જઈ આગળ વધતા નથી તે બરાબર નથી. કારણકે તે સમસ્ત પરિજ્ઞાન અને પરિચિંતનનો ઈષ્ટ ઉદેશ એક જ છે કે બંધને જણી બંધને છેદવો. એટલે બંધનો છેદ કરી આત્મા અને કર્મનો ભેદ કરો, આત્મા અને કર્મને જુદા પાડો - પૃથક પૃથક કરો, એ જ આ કર્મ પ્રપંચ વર્ણવનારા કર્મગ્રંથ - ગોમટ્ટસાર - પખંડાગમ આદિ શાસ્ત્રોના ઉપદેશનું પરમાર્થ રહસ્ય છે, તેને તમે ચરિતાર્થ કરો ! પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વ, પરભાવમાં અવિરમણરૂપ અવિરતિ, આત્મસ્વરૂપથી પ્રમત્તતા - ભૂતારૂપ પ્રમાદ, રાગાદિ - ક્રોધાદિ વિભાવથી આત્મસ્વભાવના અનુરંજનરૂપ કષાય અને સંયોગ સંબંધ રહેલા પરભાવરૂપ - મન - વચન - કાયની પ્રવૃત્તિરૂપ યોગ એ બધા આ કર્મ પ્રપંચરૂપ બંધના હેતુઓ છે, તેને અપૂર્વ આત્મપુરુષાર્થથી - અનન્ય આત્મપરાક્રમથી હઠથી હઠાવી આત્મામાંથી વિસર્જન કરી, છેવટનું વિદાય માન આપી અને કર્મબંધને કાપી અબંધ એવા મોક્ષ સ્વરૂપ શુદ્ધ આત્માને પ્રગટ કરો !
નિજ ગુણ ચિંતન જલ રમ્યા, તસુ ક્રોધ અનળનો તાપ રે, નવિ વ્યાપે કાપે ભવસ્થિતિ, જિમ શીતને અર્ક પ્રતાપ રે...” “જિન ગુણ રંગી ચેતના, નવિ બાંધે અભિનવ કર્મ રે, ગુણ રમણે નિજ ગુણ ઉલ્લસે, તે આસ્વાદે નિજ ધર્મ રે.” - શ્રી દેવચંદ્રજી
આકૃતિ
(મો) { [ બંધ
કેદ |
આત્મ જ્યોતિ