________________
સમયસાર ; આત્મખ્યાતિ
અત્રે શંકા થવી સંભવે છે કે - આત્મા અને બંધ ચેત્ય - ચેતક ભાવે કરીને - “ચેત્ય” - ચેતાવા યોગ્ય અને “ચેતક - ચેતનાર ભાવે કરીને અત્યંત “પ્રત્યાત્તિ' - નિકટતાને લીધે “એકીભૂત” -
કરૂપ થઈ ગયેલા એવા, ભેદવિજ્ઞાનના અભાવને લીધે, “એક ચેતકવત’ - જાણે એક ચેતક - ચેતનાર હોય એમ વ્યવહારાઈ રહેલા છે, તે પ્રજ્ઞાથી કેમ છેદી શકાય વાર? તેનું સમાધાન - “નિયત સ્વલક્ષણની સૂક્ષ્મ અંતઃસંધિમાં સાવધાન નિપાતન થકી એમ અમે જાણીએ છીએ', નિયતસ્વરક્ષણસૂક્ષ્માંતઃસંઘસાવધાનનિપાતનાિિત વચ્ચે િ| અર્થાત્ આત્મા અને બંધનું પોતપોતાનું નિયત’ - નિશ્ચિત - ચોકસ - ત્રણે કાળમાં ન ફરે એવું નિશ્ચય રૂપ “સ્વલક્ષણ” છે, તે બન્નેની “સૂક્ષ્મ” - ઝીણી – બારીક “અંતઃસંધિ' - અંતરગત સાંધો છે (Internal joint) છે, તેમાં રખેને એકનો કંઈ પણ ભાગ બીજામાં ન ચાલ્યો જાય એવા સાવધાનપણે તે પ્રજ્ઞા - છીણીનું “નિપાતન' - નીચે પાડવારૂપ ક્રિયા કરવા થકી આત્મા અને બંધનો ભેદરૂપ છેદ થઈ શકે છે, એમ “અમે' - (શાસ્ત્રકાર ભગવાન અને વ્યાખ્યાસૂત્રકાર ભગવાન) આત્માનુભવથી જાણીએ છીએ. તે આ પ્રકારે –
માત્મનો હિ ચૈતન્ય નક્ષi - આત્માનું ચૈતન્ય એ “સ્વલક્ષણ' છે – પોતીકું પોતાનું (One's own) ખાસ લક્ષણ છે. શાને લીધે ? સમસ્ત શેષ - બાકીના દ્રવ્યથી અસાધારણપણાને લીધે - “સમસ્તોપદ્રવ્યાસ ધારાત', અર્થાતુ આત્મા સિવાયના બાકીના બીજા બધાય દ્રવ્યથી આત્માના આ ચૈતન્ય લક્ષણનું અસાધારણપણું છે (Extra-ordinariness), આ ચૈતન્ય એક આત્માનું જ અસાધારણ (Extra-ordinary, distinguishing) લક્ષણ છે અને આત્મા સિવાયના બાકીના બીજા બધાય દ્રવ્યમાં આ ચૈતન્યલક્ષણનું સાધારણપણું - સામાન્યપણું (Commonness) નથી તેને લીધે, એટલે કે આત્મા સિવાયના કોઈ પણ દ્રવ્યમાં આ ચૈતન્ય લક્ષણ નથી અને એક આત્મામાં જ આ લક્ષણ છે, એટલે આમ અન્વય-વ્યતિરેક બન્ને પ્રકારે અસાધારણપણાને લીધે ચૈતન્ય એ આત્માનું પોતાનું જ “સ્વ લક્ષણ' છે અને તે તો “પ્રવર્તમાન” - પ્રવર્તતું સતું જેને જેને “અભિવ્યાપીને’ - સર્વથા સર્વતઃ વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તમાન' - નિવર્તતું પાછું વળતું સતું જેને જેને લઈને નિવર્તે છે, તે તે સમસ્ત પણ “સહ પ્રવૃત્ત' - સાથે પ્રવર્તેલું વા “ક્રમ પ્રવૃત્ત' - ક્રમથી પ્રવર્તેલું “પર્યાયાત” - પર્યાયમાત્ર આત્મા છે એમ લક્ષણીય છે - લક્ષમાં લેવા યોગ્ય છે, શાને લીધે ? તે એક ચૈતન્ય લક્ષણથી લક્ષ્યપણાને લીધ - ‘તટેકનક્ષતસ્યતાત' અર્થાતુ આ ચૈતન્ય લક્ષણ “પ્રવર્તમાન” પ્રવર્તતું સતું અહીં છે અહીં છે એમ જેને જેને અભિવ્યાપીને પ્રવર્તે છે અને “નિવર્તમાન' - નિવર્તતું સતું આ અહીં નથી આ અહીં નથી એમ જેને જેને લઈને નિવર્તે છે - પાછું વળે છે, તે તે સમસ્ત સહપ્રવૃત્ત - ગુણ વા ક્રમપ્રવૃત્ત - પર્યાયમાત્ર આત્મા છે એમ લક્ષમાં લેવા યોગ્ય છે, કારણકે તે તે પર્યાયમાત્રનું તે એક ચૈતન્ય લક્ષણથી જ લક્ષ્યપણું છે. આમ સપ્રવૃત્ત કે ક્રમ પ્રવૃત્ત સમસ્ત સ્વ પર્યાય માત્રમાં ચૈતન્ય લક્ષણનું વ્યાપકપણું છે, એટલે સમસ્ત સહપ્રવૃત્ત વા ક્રમ પ્રવૃત્ત અનંત પર્યાયમાં ચૈતન્યના અવિનાભાવિપણાને લીધે ચિન્માત્ર જ આત્મા છે ઈતિ યાવત્ - સમસ્ત સક્કમપ્રવૃત્તાનંતપર્યાયાવિનામવિતાનું વૈતન્યસ્થ વિન્માત્ર જીવ ગાભા', અર્થાત્ આત્માના સહપ્રવૃત્ત કે ક્રમપ્રવૃત્ત અનંત પર્યાય હોય તે સમસ્તની સાથે ચૈતન્યનું અવિનાભાવિપણું છે, તેનું ચૈતન્ય વિના હોવાપણું સંભવતું નથી - તેમાં ચૈતન્યનું અવશ્ય હોવાપણું છે એમ એક બીજ વિના ન ચાલે, એવું અવિનાભાવિપણું છે, એટલા માટે ચૈતન્ય લક્ષણ સર્વ પર્યાય વ્યાપિ હોઈ “ચિન્માત્ર જ આત્મા છે, માત્ર કેવલ ‘ચિત' સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવો “ચિન્માત્ર જ આત્મા છે. ઈત્યાદિ.
અને બંધનું તો આત્મદ્રવ્યને અસાધારણ એવા રાગાદિ સ્વલક્ષણ છે - “વંધ0 1 માત્મદ્રવ્યાસાધારણ રીIIય: નક્ષ', અર્થાત્ રાગાદિ બંધનું “સ્વ લક્ષણ છે – પોતીકું પોતાનું ખાસ વિશિષ્ટ લક્ષણ છે, કારણકે તે રાગાદિ આત્મદ્રવ્યને “અસાધારણ” - સાધારણ નહિ (uncommon) એવા છે, રાગાદિ જેમ બંધનું લક્ષણ છે, તેમ આત્માનું લક્ષણ નથી, એટલે રાગાદિ એ બંધનું અસાધારણ (Extraordinary) લક્ષણ હોઈ બંધનું પોતાનું “સ્વ” લક્ષણ (It's own) છે અને રાગાદિ છે તે આત્મદ્રવ્યની સાથે “સાધારણતા ધારતા પ્રતિભાસતા નથી – જણાતા નથી, એમ શાને લીધે? “નિત્યમેવ
૫૧૦