________________
સમયસાર : આત્મખ્યાતિ
,
આ અધ્યવસાયના સદ્ભાવે પણ - સરાગ-વીતરાગ સ્વપરિણામના સદ્ભાવને લીધે સરાગ-વીતરાગ સ્વપરિણામના અભાવને લીધે તે અધ્યવસાયના અભાવે પણ નથી બંધાતો, નથી મૂકાતો -
- બંધાય છે અને મૂકાય છે. તેથી પરત્ર (પરસ્થળે) અકિંચિતકરપણાને લીધે આ અધ્યવસાન સ્વાર્થક્રિયાકારી નથી અને તેથી મિથ્યા જ છે એમ ભાવ છે. ૨૬૭
અમૃત જ્યોતિ' મહાભાષ્ય આત્માના અંતર વ્યાપાર (શુભાશુભ પરિણામ ધારા) પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૦
અધ્યવસાન સ્વાર્થક્રિયાકારિ નથી એમ કહ્યું, તો તે સ્વાકિયાકારિ કયા કારણથી નથી ? તેનો ખુલાસો અત્ર પરમર્ષિ શ્રી કુંદકુંદાચાર્યજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં શ્રોતા સમક્ષ સીધો સાદો પ્રશ્ન (Poser) મૂકી કર્યો છે - અધ્યવસાન - નિમિત્તે જીવો જે ખરેખર ! નિશ્ચય કરીને બંધાય છે અને “મોક્ષમાર્ગે સ્થિતા' - મોક્ષમાર્ગમાં સ્થિત મૂકાય છે, તો તે શું તું કરે છે? “તા ફ્રિ રોતિ તુ ?” જીવોને બાંધવાનું - મૂકાવાનું શું તું કરી દીએ છે ? કે જેનું તું આ મિથ્યાભિમાન રૂપ અહંકારમય અધ્યવસાન ધરે છે ! આ વેધક ગાથાના ભાવનું ઓર વિશેષ સ્પષ્ટીકરણ કરી અનંતગુણ વિશિષ્ટ દેઢ નિશ્ચયપણે પરિપુષ્ટ કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે - હું બંધાવું છું હું મૂકાવું છું એવું જે જીવનું અહંકારરૂપ અધ્યવસાન, તેની “સ્વાર્થ ક્રિયા' - સ્વ - પોતાની અર્થ - પ્રયોજનરૂપ ક્રિયા અથવા વસ્તુગતે વસ્તક્રિયા તો જીવોનું બંધન - મોચન છે, પણ જીવ તો “આ અધ્યવસાયના સદ્ભાવે પણ” - કર્યું અધ્યવસાયસ્ય સન્માવેડપિ આ અધ્યવસાયના હોવાપણામાં પણ સરાગ-વીતરાગ સ્વપરિણામના અભાવને લીધે નથી બંધાતો - નથી મૂકાતો - “સીવીતરાયોઃ સ્વપરિણામયોઃ કમાવાત્ર વધ્યતે ન મુચ્યતે', અર્થાત્ હું આને બંધાવું - મૂકાવું એવો અન્ય જીવનો અધ્યવસાય હોય તો પણ જીવ તો સરાગ એવા “સ્વ” . પોતાના પરિણામનો અભાવ હોય તો નથી બંધાતો અને વીતરાગ એવા “સ્વ” . પોતાના પરિણામનો અભાવ હોય તો નથી મૂકાતો. આથી ઉલટું, ‘તસ્યાધ્યવસાયસ્થ સમાવેડા - તે અધ્યવસાયના અભાવે પણ - તે અધ્યવસાયના નહિ હોવાપણામાં પણ, સરાગ - વીતરાગ સ્વપરિણામના સદ્ભાવને લીધે બંધાય છે અને મૂકાય છે - “સર/ વીતરાયો. પરિણામો: સમાવત્ વધ્યતે મુદ્યતે ', અર્થાતુ આને બંધાવું - મૂકાવું એવો અન્ય જીવનો અધ્યવસાય ન હોય તો પણ તે પ્રસ્તુત જીવ સરાગ એવા “સ્વ” પોતાના પરિણામનો સદ્ભાવ – હોવાપણું હોય તો બંધાય છે અને વીતરાગ એવા “સ્વ” પોતાના પરિણામનો સદૂભાવ - હોવાપણું હોય તો મૂકાય છે. જીવના પોતાના જ સરાગ - વીતરાગ પરિણામને જ આધીન પોતાના જીવના બંધન - મોચન છે, નહિ કે પર જીવોના. એટલે જ “પરત્ર વિવિજીરવાતુ' - પરત્ર - પર સ્થળે - અન્ય સ્થળે અકિંચિત્કરપણાને લીધે - કંઈ પણ નહિ કરી શકવાપણાને લીધે આ અધ્યવસાન સ્વાર્થક્રિયાકારિ નથી, “નવું પથ્યવસાને સ્વાર્થક્રિયાર' અને તેથી તે મિથ્યા જ - ફોગટ જ છે એમ ભાવ છે – તતશ મિથ્થવ તિ માવ: |
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરા,
૪૩૮