________________
સમયસાર : આત્મખ્યાતિ
નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો સમયસાર કળશ (૧૫) કહે છે -
- મનુદુમ્ इति वस्तुस्वभावं स्वं, नाज्ञानी वेत्ति तेन सः । रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ॥१७७॥ (એમ) વસ્તુ સ્વભાવ અજ્ઞાની, જાણતો નથી તેથી તે; કરે રાગાદિ આત્માના, હોય કારક એથી તે. ૧૭૭
અમૃત પદ-૧૭૭ સેવક કિમ અવગણીએ તો મલ્લિજિન !' - એ રાગ વસ્તુ સ્વભાવ ન જાણે અજ્ઞાની, વસ્તુ સ્વભાવ ન જાણે, સહાત્મસ્વરૂપે શુદ્ધ જ આત્મા, તત્ત્વ એ ચિત્ત આણે... અજ્ઞાની. ૧ સ્ફટિક જેમ કેવલ આ આત્મા, સ્વયં તો શુદ્ધ સ્વભાવ, પર નિમિત્તથી પ્રચ્યવતો તે, પામે રાગાદિ વિભાવ... અજ્ઞાની. ૨ એમ સહજાત્મસ્વરૂપે આત્માનો, જાણી ન શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવથી પ્રચ્યવતો આ, અજ્ઞાની અશુદ્ધ સ્વભાવ... અજ્ઞાની. ૩ તેથી કરી રાગાદિ વિભાવો, તે આત્માના કરતો, એથી કરી કારક કર્મોનો, નિશ્ચય તે અહિં કરતો... અજ્ઞાની. ૪ વસ્તુ સ્વભાવ ન જાણે અજ્ઞાની, વસ્તુ સ્વભાવ ન જાણે,
ભગવાન અમૃત આ આત્માનું, સહજ સ્વરૂપ ન માણે... અજ્ઞાની. ૫ અર્થ - એવા પ્રકારે સ્વ વસ્તુસ્વભાવને અજ્ઞાની નથી જાણતો, તેથી તે રાગાદિને આત્માના કરે, એથી કરીને તે “કારક' - કરનારો હોય છે. ૧૭૭
અમૃત જ્યોતિ' મહાભાષ્ય આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ “કર્મ” કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૩ વસ્તુ સ્વભાવને નહિ જાણતો અજ્ઞાની રાગાદિનો કારક હોય છે એવી નીચેની ગાથાના ભાવનું આ ઉત્થાનિકા કળશ સૂચન કરે છે - તિ વસ્તત્વમાવે નાજ્ઞાની રેત્તિ તેન : - એવા પ્રકારે “સ્વ” - પોતાના વસ્તુ સ્વભાવને અજ્ઞાની નથી જાણતો, તેથી તે રાગાદિને આત્માના કરે, એથી કરીને તે કારક' - કરનારો કર્તા હોય છે, રા/લીનાત્મનઃ સુર્યાતો મવતિ કાર: |
૪૭૮