________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૮૦
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “આત્માપણે કેવળ ઉજાગર. અવસ્થા વર્તે, અર્થાતુ આત્મા પોતાનાં સ્વરૂપ વિષે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૭૩), ૪૩૧ હવે આ તત્ત્વજ્ઞાનના મેરુશિખર રૂપે પરમ અધ્યાત્મ નાટક સમયસારના નવમા અંકરૂપ “મોક્ષ' શિખર પર આ શિખરિણી વૃત્ત નિબદ્ધ મંગલ કળશ ચઢાવતાં તાત્વિકશેખર પરમ અધ્યાત્મ ના પરમ પરમાર્થ કવિ અમૃતચંદ્રજી કૃતકૃત્ય એવી પૂર્ણ પરમ જ્ઞાનજ્યોતિનો મુક્તકંઠે વિજય ઉદ્ઘોષે છે - દ્વિઘાઋત્ય પ્રજ્ઞાશ્ચવેલનાત્ વંદપુરુષી - પ્રજ્ઞા - કરવત વડે દલનથી – શેરવાથી બંધ અને પુરુષને – આત્માને “દ્વિધા કરી - બે ભાગમાં વિભક્ત કરી, સ્પષ્ટ ભેદ કરી, “ઉપલબૅક નિયત' - એક આત્માનુભવનિષ્ઠ પુરુષને “સાક્ષાત' - પ્રત્યક્ષ મોક્ષે લઈ જતું - દોરી જતું એવું હમણા ઉન્મતું - ઉન્મગ્ન થતું, સહજ પરમાનંદથી સરસ - પર પૂર્ણ જ્ઞાન - સકલ કૃત્ય જેણે કરી લીધું છે એવું - વિજય પામે છે.
સૂતાર છે, તે કાષ્ઠના ચોક્કસાઈથી બે ભાગ કરવા હોય ત્યારે ઝીણી કરવાનો (ક્રશ્ચ) ઉપયોગ કરે છે, કે જેથી એક ભાગનો સૂક્ષ્મ લેશ અંશ પણ બીજામાં પ્રવેશ ન પામે અને બારીકાઈથી સ્પષ્ટ ભેદરૂપ બે ચોખ્ખી ફાડ પડે. તેમ આ સમયસાર સૂત્રના સાર રૂપ જ્ઞાનરૂપ “સૂત્રધાર છે, તે બંધ-પુરુષના ચોક્કસાઈથી નિયતપણે બે ભાગ કરવા ઈચ્છે છે અને તે અર્થે પ્રજ્ઞા રૂપ સૂક્ષ્મ-ઝીણી કરવતનો ઉપયોગ કરે છે, કે જેથી બંધરૂપ પરભાવ-વિભાવનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ લેશ અંશ પણ મોક્ષ રૂપ સ્વભાવમાં પ્રવેશ ન પામે અને એક બાજુ બંધ અને બીજી બાજુ પુરુષ - આત્મા એમ કાષ્ઠની બે ફાડ જેવા બે સ્પષ્ટ વિભાગ રૂપે ભેદ પડે. આમ જ્ઞાન-સૂત્રધાર બંધ-પુરુષને દ્વિધા કરે છે - “દ્વિધા - બે ભેદરૂપ ભાગમાં વિભક્ત કરે છે. આમ પરભાવ-વિભાવનો બંધ પુરુષથી - આત્માથી જૂદો પાડ્યો એટલે કેવલ શુદ્ધ આત્મસ્વભાવ જ અવશિષ્ટ રહે છે - એટલે આત્મા એક “ઉપલંભમાં” જ - આત્માનુભવમાં જ વસ્યા કરે છે અને પરભાવ-વિભાવના બંધમાંથી મુક્ત થઈ આત્મા શુદ્ધ એક આત્માનુભવ-સ્વભાવમાં વર્સે એ જ “સાક્ષાત' - પ્રત્યક્ષ - પ્રગટ મૂર્તિમાનું મોક્ષ છે, એટલે આમ બંધ - પુરુષને જૂદા પાડી, “ઉપલંકૈક નિયત” - એક શુદ્ધ આત્માનુભવનિષ્ઠ પુરુષને - આત્માને જ્ઞાન સાક્ષાત્ - પ્રત્યક્ષ મોક્ષે લઈ જાય છે, મોક્ષ પમાડે છે – નયનું સાક્ષાત્મોક્ષે પુરુષમુપમૈઋનિયત |
અને આવો સાક્ષાત્ મોક્ષ જ્ઞાન પમાડે છે, એટલે હવે - હમણાં જ “ફાની - તે મોક્ષ થતાં વેંત જ તત્કણે જ આત્મામાં નિમગ્ન થયેલો - ડૂબીને પડેલો “સહજ' - સ્વભાવભૂત પરમાનંદ ઉન્મગ્ન થાય છે - પ્રગટ બહાર નીકળેલો - આવિર્ભત થયેલો સાક્ષાત અનુભવાય છે. જેમ કોઈ જલમાં નિમગ્ન - ડૂબેલો હોય તે દેખાય નહિ, પણ ઉન્મગ્ન થતાં - પાણીમાંથી ઉપર તરી આવતાં સ્પષ્ટ દેખાય, તેમ પરમાનંદ એ આત્માનો સહજ સ્વભાવભૂત શક્તિરૂપ ભાવ છે, તે વિભાવ-બંધને લઈ આત્મામાં નિમગ્ન - ડૂબેલો હોઈ દેખાતો નહોતો, તે હવે બંધથી આત્માનો મોક્ષ થતાં વ્યક્તિરૂપે - પ્રગટ આવિર્ભાવરૂપે ઉન્મગ્ન થઈ અનુભવનેથી પ્રગટ દેખાય છે - સાક્ષાત્ અનુભવાય છે. આવા હમણા ઉન્મજ્જતા સહજ પરમાનંદથી આ જ્ઞાન “સરસ' છે - ‘ાનીમુનન્નતુ સદનપરમાનંદસરસં', રસ જેમ એકરૂપ - એકરસ હોય તેમ પરમાનંદ સાથે એકરૂપ - એકરસ આ જ્ઞાન એવું સરસ - રસમય છે, કે આનંદથી સરસ વસ્તુ છોડવાનું જેમ કોઈને મન થાય નહિ ને છોડે નહિ તેમ સહજ પરમાનંદથી સરસ જ્ઞાનને જ્ઞાન કદી છોડતું નથી, નિરંતર સ્વરસથી તે સ્વરસનો જ રસાસ્વાદ લીધા કરે છે. અથવા તો આ “કેવલ જ્ઞાન નિધાન” રૂપ કેવલ જ્ઞાન જે આત્મામાં જ નિમગ્ન હતું - ડૂબેલું પડ્યું હતું તે હમણાં ઉન્મગ્ન થાય છે - ઉપર આવે છે અને તે સહજ પરમાનંદથી સરસ એડ અને આમ સહજ પરમાનંદથી સરસ છે, એટલા માટે જ આ જ્ઞાનથી પર કોઈ નથી ને એ સર્વ
૪૫