________________
બંઘ પ્રરૂપક સપ્તમ અંક સમયસાર ગાથા ૨૮૨૮૭
સ્વરૂપના હિસન પરિણામરૂપ અસંયમ છે અને આમ બાહ્ય પરિગ્રહવંતને પરદ્રવ્યરતપણાના હોવાપણાએ કરીને શુદ્ધાત્મ દ્રવ્યનું સાધકપણું હોતું નથી, માટે પરદ્રવ્ય પરિગ્રહરૂપ ઉપધિ એકાન્ત શ્રમણપણાના અંતરંગ ભંગ રૂપ જ છે એમ નિશ્ચય કરી સર્વ ઉપધિ સર્વથા પરિત્યાગ કરવા યોગ્ય જ છે, એટલે કે ભાવ પ્રત્યાખ્યાન કરવા ઈચ્છનારાએ તેના નિમિત્તરૂપ સર્વ પરદ્રવ્ય પરિત્યાગ લક્ષણ દ્રવ્ય પ્રત્યાખ્યાન અવશ્યમેવ કરવા યોગ્ય છે જ, એમ આ બન્ને આર્ષદ્રષ્ટા મહાનું “આચાર્યોએ અત્રે ડિડિમ નાદથી ઉદ્યોષ કર્યો છે અને નિમિત્ત કાંઈ કરતું નથી' એવી માત્ર શુષ્કશાનની વાતો કરનારા શિથિલવિહારી શુકશાનીઓની ભ્રાંતિ ભાંગી નાંખી સીધી ચેતવણી આપી છે કે સર્વ પરદ્રવ્યનું નિમિત્ત છોડવા માટે સર્વ પરદ્રવ્યનું પ્રત્યાખ્યાન પરમ આવશ્યક છે અને એમ દ્રવ્ય પ્રત્યાખ્યાન કરવામાં આવશે તો જ ભાવ પ્રત્યાખ્યાન શક્ય બનશે, નહિ તો નહીં જ.
સમ્યગદષ્ટિ
જ્ઞાની વીતરાષ્ટ
૪૮૯