________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૮૩-૨૮૫
જ આત્માને રાગાદિ ભાવના નિમિત્તપણાની આપત્તિ હોતાં નિત્ય કર્તૃત્વના અનુષંગને લીધે મોક્ષના અભાવનો પ્રસંગ આવે. અર્થાત્ પરદ્રવ્ય જો નિમિત્ત ન હોય ને આત્માના રાગાદિ ભાવો ‘નૈમિત્તિક’ નિમિત્ત થકી ઉપજતા નિમિત્તજન્ય ન હોય તો દ્રવ્ય અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાનના કર્તૃત્વ નિમિત્તપણાનો ઉપદેશ ‘અનર્થક જ’ - અર્થ વગરનો નકામો જ - નિષ્પ્રયોજન જ થઈ પડે; અને તેનું અનર્થકપણું હોતાં તો એક જ આત્માને રાગાદિ ભાવના નિમિત્તપણાની ‘આપત્તિ' થાય - આફત રૂપ પ્રસંગ આવી પડે, આત્મા જ એકલો રાગાદિ ભાવનું નિમિત્તપણું પામે, ને એમ હોતાં તો આત્માને ‘નિત્ય કર્તૃત્વનો' - સદા કર્તાપણાનો ‘અનુષંગ’ આનુષંગિક ભાવ (Corollary) પ્રાપ્ત થાય અને તેથી કરીને તેના મોક્ષના અભાવનો પ્રસંગ આવે, અર્થાત્ તે સદાય કર્તાપણું કર્યા કરે એટલે કદી પણ તેને મોક્ષનો પ્રસંગ હોય નહિ. આ સર્વ અનિષ્ટ છે. તેથી કરીને પરદ્રવ્ય જ આત્માના રાગાદિ ભાવનું નિમિત્ત ભલે હો ! ‘પરદ્રવ્યમેવ જ્ઞાત્મનો રાજવિમાવનિમિત્તમસ્તુ ।' અને તેમ સતે તો રાગાદિનો અકારક જ - અકર્તા જ આત્મા છે.
-
-
-
તથાપિ જ્યાં લગી આત્મા નિમિત્તભૂત દ્રવ્યને નથી પ્રતિક્રામતો અને નથી પ્રત્યાખ્યાન કરતો, ત્યાં લગી તે નૈમિત્તિકભૂત - નિમિત્ત થકી ઉપજતા નિમિત્ત-જન્ય ભાવને નથી પ્રતિક્રામતો અને નથી પ્રત્યાખ્યાન કરતો અને જ્યાં લગી ભાવને નથી પ્રતિક્રામતો અને નથી પ્રત્યાખ્યાન કરતો ત્યાં લગી તેનો - તે ભાવનો કર્તા જ હોય - યાવત્તું ભાવં ન પ્રતિમતિ ન પ્રત્યાષદે તાવ તૈવ સ્વાત્ । જ્યારે જ નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રામે છે અને પ્રત્યાખ્યાન કરે છે ત્યારે જ નૈમિત્તિકભૂત ભાવને પ્રતિકામે છે અને પ્રત્યાખ્યાન કરે છે - વૈવ નિમિત્તમૂર્ત દ્રવ્ય પ્રતિષ્ઠામતિ તયૈવ નિમિત્તિમૂર્ત ભાવ પ્રતિમતિ પ્રત્યાવè ૬ ।' અને જ્યારે ભાવને પ્રતિક્રામે છે અને પ્રત્યાખ્યાન કરે છે ત્યારે ‘સાક્ષાત્’ - પ્રત્યક્ષ - પ્રગટ અકર્તા જ હોય - સાક્ષાવðવ સ્વાત્ ।
સમ્યગ્દષ્ટિ શાની વીતરાગ
૪૮૫