________________
બંધ પ્રરૂપક સપ્તમ અંક: સમયસાર કળશ ૧૭૧
આ નિષ્ફલ અધ્યવસાયથી મૂઢ જીવ આત્માને સર્વ કાંઈ કરે છે એ સૂચવતો ઉત્થાનિકા રૂપ સમયસાર કળશ (૯) પ્રકાશે છે -
अनुष्टुप् अनेनाध्यवसायेन, निष्फलेन विमोहितः । तत्किंचनापि नैवास्ति, नात्मात्मानं करोति यत् ॥१७१॥ નિષ્ફલ અધ્યવસાને આ, વિમોહિત થયો અરે
તે કંઈ પણ છે ના જે, આત્મા ન આત્મને કરે. ૧૭૧ અર્થ - નિષ્ફલ એવા આ અધ્યવસાનથી વિમોહિત (વિશેષે કરી મોહિત) એવો આત્મા એવું તે કંઈ પણ છે જ નહિ, કે જે આત્માને કરતો નથી. ૧૭૧
અમૃત પદ-૧૭૧
“ભૈયા વિષમ આ સંસાર' - એ રાગ અધ્યવસાનથી સર્વ કાંઈ આ, આત્મ કરે છે આત્મ, તત્ત્વતશું એ સત્ત્વ વદે છે, અમૃતચંદ્ર મહાત્મ... અધ્યવસાનથી સર્વ કાંઈ આ. ૧ બંધાવું મૂકાવું પર હું, હોય ભલે અધ્યવસાન, અર્થક્રિયા તે ના જ કરે છે, મિથ્યા જે તેથી જાણ... અધ્યવસાનથી સર્વ. ૨ (કારણકે) તસ સદૂભાવે ય સ્વના સરાગ કે, વીતરાગ ભાવ અભાવ, નથી બંધાતો નથી મૂકાતો, નિશ્ચય એ છે સાવ... અધ્યવસાનથી સર્વ. ૩ તસ અભાવે ય સ્વના સરાગ કે, વીતરાગ ભાવ સદ્ભાવ, બંધાય છે કે મૂકાય છે તે, નિશ્ચય એ છે સાવ... અધ્યવસાનથી સર્વ. ૪ એમ નિષ્ફળ આ અધ્યવસાનથી, વિમોહિત મૂઢાત્મ, એવું કંઈ પણ છે જ નહિ જે, આત્મ કરે ના આત્મ... અધ્યવસાનથી સર્વ. ૫ અધ્યવસાનથી સર્વ કાંઈ આ, આત્મ કરે છે આત્મ, તત્ત્વ તત્ત્વ ભાખે આ ભગવાન, અમૃતચંદ્ર મહાત્મ... અધ્યવસાનથી સર્વ. ૬
- “અમૃત જ્યોતિમહાભાષ્ય “ખરૂં આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહં પ્રત્યય બુદ્ધિ, તે વિલય પામે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૨૯૮), ૩૬૨
આ અવ્યવસાનથી વિમૂઢ જીવ આત્માને સર્વ કાંઈ કરે છે એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ સંગીત કર્યો છે - “મનેનાથ્યવસાન નિષ્ણન હિ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં નિખુષ યુક્તિથી વજલેપ દઢપણે સુનિશ્ચિતપણે પૂરવાર કરી આપ્યું તેમ “નિષ્કલ’ - મિથ્યા - ફોગટ એવા આ અહંકારરસ નિર્ભર અધ્યવસાયથી “વિમોહિત” થયેલો - વિશેષે કરીને વિવિધ પ્રકારે મોહ પામી ગયેલો આ આત્મા એવું કાંઈ પણ છે નહિ કે જે આત્માને ન કરે - વિના નૈવાતિ નાત્માત્માનં કરોતિ પત, અર્થાત્ આત્માને સર્વ કાંઈ કરે છે, તે નીચેની ગાથામાં વર્ણવી દેખાડે છે :
૪૯૯