________________
સમયસાર : આત્મખ્યાતિ કહેવાતો હોય, તો પણ તેના પરિણામ અસત્ મિથ્યા વાસનાથી વાસિત હોવાથી તેનો તે સર્વ બોધ
વાસિત બોધ આધાર' હોઈ વાસ્તવિક રીતે અબોધ જ છે, અજ્ઞાન જ છે અને તેની અનંત દ્રવ્યક્રિયા પણ અક્રિયા વા વિક્રિયા જ છે. આમ “આંધળો વણે ને પાડો ચાવે તેની જેમ ભવાભિનંદીનું સર્વ જ્ઞાન નિષ્ફળ છે ને સર્વ ક્રિયા નિષ્ફળ છે એટલું જ નહિ પણ તેની સર્વ યોગક્રિયા પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણકે તેની મતિના યોગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ - વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે વિષમિશ્રિત અન્નની જેમ તેને યોગ પણ “અયોગ' થઈ પડે છે. એટલે જ ભવાભિનંદીના બધા મંડાણ નિષ્ફળ હોવાથી તેને નિષ્કલારંભી' કહ્યો છે તે યથાર્થ છે.
વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી.” - શ્રી દેવચંદ્રજી “વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર... પંથડો.” - શ્રી આનંદઘનજી
આ સદા ભવાભિનંદી અભવ્યના દૃષ્ટાંત પરથી એ સૂચિત થાય છે કે - અભવ્ય તો કદી પણ નિત્ય કર્મ-કર્મફલ ચેતનારૂપ અસત વાસના છોડતો નથી ને નિત્ય જ્ઞાનચેતના માત્ર અનુભવી - સ્વ પરનો ભેદ જાણવારૂપ ભેદજ્ઞાન પામી આત્મજ્ઞાન કદી પામતો નથી, તેથી તેનો કદી મોક્ષ થતો નથી. તેમ અન્ય જીવ પણ - ભવ્ય પણ જ્યાં લગી આ અનાદિ નિત્ય કર્મ-કર્મફલચેતના રૂપ કુવાસના - અસતુ વાસના છોડતો નથી ને જ્યાં લગી નિત્ય જ્ઞાનચેતના માત્ર અનુભવી સ્વ - પરનો ભેદ જાણવા રૂપ ભેદજ્ઞાન પામી આત્મજ્ઞાનને પામતો નથી, ત્યાં લગી તે પણ અજ્ઞાની હોઈ સંસારમાં રખડ્યા કરે છે, અર્થાત્ જ્યાં લગી જીવનું ભવાભિનંદીપણું ટળે નહિ ત્યાં લગી ભવભ્રમણ પણ ટળે નહિ. માટે સદા ભવાભિનંદી અભવ્ય સદા વ્યવહારનો જ આશ્રય કરે છે, પરમાર્થનો લક્ષ પણ પામતો નથી, એટલે નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધ કરે છે તે યુક્ત જ છે..
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરાષ્ટ્ર
"इत्यसत्परिणामानुविद्धो बोषो न सुंदरः । તત્સાવ નિયમોષસંપૃવત્તાવિત છે” - શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય, ગ્લો. ૭૭ જુઓઃ આ શ્લોક પરનું આ લેખક - વિવેચક (ડૉ. ભગવાનદાસ) કરેલું વિવેચન
૪૬૪.