________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૭૫
ઉક્તના સાર સમુચ્ચય રૂપ સમયસાર કળશ (૧૩) સંગીત કરે છે
-
उपजाति
न जातु रागादिनिमित्तभाव मात्मात्मनो याति यथार्ककांतः । तस्मिन्निमित्तं परसंग एव,
वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥१७५॥
આત્મા સ્વ રાગાદિ નિમિત્તભાવ, કદી ન લે ક્યું રવિકાંત દ્રાવ; નિમિત્ત તેમાં પરસંગ સાવ, આ વસ્તુનો ઉદયતો સ્વભાવ. ૧૭૫ અમૃત પદ-૧૭૫
‘દુઃખ દોહગ દૂરે ટળ્યા રે’
-
પરસંગ જ રાગાદિનું રે, નિમિત્ત નિશ્ચય જાણ !
વસ્તુ સ્વભાવ આ ઉદયતો રે, ઝળહળતો જ્યું ભાણ... રે ચેતન ! પરસંગ નિમિત્ત જાણ ! ૧
આત્મા કંદી સ્વ રાગાદિનો રે, પામે ન નિમિત્ત ભાવ,
સૂર્યકાંત જ્યમ ના લહે રે, સ્વયમેવ દ્રવ ભાવ... રે ચેતન ! પરસંગ નિમિત્ત જાણ ! ૨
-
સૂર્યકાંત દ્રવે છે લહી રે, સૂર્ય કિરણ નિમિત્ત,
પરસંગ નિમિત્ત લહી દ્રવે રે, આત્મદ્રવ્ય તે રીત... રે ચેતન ! પરસંગ. ૩
-
-
·
પરભાવ નિમિત્તે ઉપજતા રે, આ રાગાદિ વિભાવ,
ઔપાધિક તે સર્વ છે રે, પણ ન જ આત્મ સ્વભાવ... રે ચેતન ! પરસંગ. ૪
વસ્તુ સ્વભાવ આ ઉદયતો રે, ઝળહળતો જ્યું ભાણ,
ટંકોત્કીર્ણ અમૃત કહી રે, ભગવાન અમૃત વાણ... રે ચેતન ! પરસંગ. ૫ અર્થ - આત્મા કદી પણ આત્માના રાગાદિ નિમિત્ત ભાવને પામતો નથી તેમાં નિમિત્ત પરસંગ જ છે આ તો પ્રથમ વસ્તુ સ્વભાવ ઉદય પામે છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
-
એ રાગ
–
૪૭૩
‘ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી મને પણ અસંગતા બહુ સાંભરી આવે છે અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે અસંગતા વિના પરમ દુ:ખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૧૭૩), ૨૧૭
ઉપરમાં ભગવતી ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે સ્પષ્ટપણે તત્ત્વ વિજ્ઞાન પ્રકાશ્યું તેનો સાર સમુચ્ચય પ્રદર્શિત કરતો આ કળશ લલકાર્યો છે आत्मा आत्मनो रागादिनिमित्तभावं न याति यथार्ककांतः - આત્મા કદી પણ આત્માના રાગાદિનો નિમિત્ત ભાવ પામતો નથી - જેમ સૂર્યકાંત મણિ સૂર્યકાંત મણિ જેમ કદી પણ પોતે પોતાના દ્રવિતપણાનું નિમિત્ત પામતો નથી, તેમ આત્મા પોતે પોતાના રાગાદિના નિમિત્તકારણપણાને પામતો નથી. ત્યારે તેમાં નિમિત્ત કોણ છે ? तस्मिन्निमित्तं परसंग एव તેમાં નિમિત્ત પરસંગ જ છે, બીજું કોઈ પણ નહિ. સૂર્યકાંત મણિ દ્રવિતપણું પામે છે, તેમાં જેમ ૫૨નો - સૂર્ય કિરણનો સંગ જ નિમિત્ત થાય છે, તેમ આત્મા રાગાદિ ભાવને પામે છે તેમાં પ૨નો સંગ જ - સંયોગ સંબંધ જ નિમિત્ત થાય છે. આમ કેમ ? આ તો વસ્તુ સ્વભાવ ઉદય પામે
આત્માના
છે
‘વસ્તુત્વમાવોઽયમુવેતિ તાવત્ ।' ઉપાદાનરૂપ વસ્તુ કદી પણ પોતે પોતાની અશુદ્ધિના નિમિત્ત
-
જેમ સૂર્યકાંત (તેમ),