________________
બંઘ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૭૫
છે, દ્વિતીય પ્રકાર ભૂતાર્થ અને મોક્ષ ફલદાયી છે. અભવ્યને ભૂતાર્થ મોક્ષ ફલદાયી શુદ્ધ ધર્મની શ્રદ્ધા હોતી નથી. માત્ર અભૂતાર્થ સંસાર ફલદાયી શુભ કર્મ રૂપ પુણ્ય ધર્મની શ્રદ્ધા હોય છે, એટલે તે સદા સંસાર ફલને ઈચ્છતો હોઈ, સંસાર ભલો છે રૂડો છે એમ સંસારને અભિનંદતો હોઈ “ભવાભિનંદી' કહેવાય છે. તે ભલે સાધુની દ્રવ્ય લિંગી) સંપૂર્ણ ક્રિયાનું પાલન કરી રૈવેયક પર્યત પહોંચે પણ તે કદી મોક્ષ ફલને પામવા સમર્થ થતો નથી. આ અંગે પરમર્ષિ હરિભદ્રાચાર્યજીએ પંચાશક શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે – “સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી, કારણકે તેને નિજ ફલનું વિકલપણું છે. અત્રે નૈવેયક ઉપપાતનું દેણંત છે.' આગમમાં પણ કહ્યું છે કે – ઓઘથી – પ્રવાહથી આ જીવો નૈવેયકોમાં અનંતા શરીરો મૂક્યાં છે, અર્થાત્ આ જીવ નૈવેયક દેવલોકમાં અનંતવાર ઉપજ્યો છે અને આ રૈવેયક પ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલન વિના હોતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ ક્રિયા અનંતવાર પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિ ! અરે ! સાચું દર્શન - શ્રદ્ધાન પણ સિદ્ધ ન થયું ! આમ થયું તેનું કારણ યથાયોગ્ય ભાવની જ - સાચા ભૂતાર્થ ભાવધર્મની જ ખામી હતી.
અત એવ સદા સાંસારિક ફલની જ ઈચ્છા રાખનારા - ભવને અભિનંદનારા ભવાભિનંદીની સમસ્ત જ્ઞાન - ક્રિયા નિષ્ફળ છે, એટલા માટે જ તે ““નિષ્કલારંભી' કહેવાય છે. એટલે કે તેના સર્વ આરંભ - નિષ્ફળ - અફળ જાય છે, કારણકે તેની સમસ્ત પ્રવૃત્તિ અતત્ત્વાભિનિવેશવાળી હોય છે, એટલે અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ રૂપ મિથ્યા અભિનિવેશને લીધે તેની સમસ્ત ક્રિયા આદિ કાર્યકારી થતી નથી, કારગત થતી નથી, ફોગટ જાય છે, એળે જાય છે. એનું બધું ય કર્યું - કારવ્યું ધૂળ થાય છે, પાણીમાં જાય છે. “આંધળો વણે ને પાડો ચાવે” એના જેવું થાય છે. આમ તેના બધા આરંભ - મંડાણ નિષ્ફળ જતા હોઈ. તે તો કેવળ નિષ્ફળ ખેદ ને મિથ્યા શ્રમ જ હોરે છે. શુદ્ધ શ્રદ્ધાન વિનાની તેની સકલ ક્રિયા “છાર પર લિપણા” જેવી થાય છે. આમ તેની સમસ્ત પ્રવૃત્તિ - સમસ્ત આરંભ નિષ્ફળ થાય છે, એટલું જ નહિ પણ તેની યોગપ્રવૃત્તિ પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે.
શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણો તેહ જાણો.” - શ્રી આનંદઘનજી આગે કો ટુંકત ધાય પાછે બછરા ચરાય, જૈસે દગહીન નર જેવરી વટતુ હૈ, તૈસે મૂઢ ચેતન સુકૃત કરતુતિ કરી, શેવત હસત ફલ ખોવત ખટતુ હૈ.” - શ્રી બનારસીદાસજી
કારણકે તેનો બોધ “અસતુ પરિણામથી અનુવિદ્ધ' - સંકળાયેલો - જોડાયેલો હોય છે, એટલે તે વિષમિશ્રિત અન્ન'ની જેમ નિયમથી “અસત્' હોય છે. સુંદર પકવાન્ન હોય, પણ તે જો વિષથી દૂષિત હોય, તેને વિષનો સંગ લાગ્યો હોય, તો તે આખું ભોજન વિષ રૂપ થવાથી અસુંદર થઈ પડે છે, ભક્ષણ કરવા યોગ્ય રહેતું નથી, તેમ ભવાભિનંદી જીવને પણ સ્વભાવથી સુંદર એવા શાસ્ત્ર આદિનો જે કંઈ બોધ હોય છે, તે પણ તેના અસતુ - મિથ્યા આત્મપરિણામથી દૂષિત હોવાથી, વાસિત હોવાથી અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઈ જાય છે, અસતુ પરિણામ રૂપ વિષથી બધો ઘાણ બગડી જાય છે. તે પરમ અમૃત રૂપ આગમબોધ પણ તે અસત પરિણામવંત અનધિકારી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષ રૂપ પરિણમે છે. આ ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે ભવાભિનંદી જીવ ભલે ગમે તેટલો પંડિત હોય, ગમે તેટલો દ્રવ્યશ્રુત જ્ઞાની હોય, ગમે તેવો આગમવેત્તા - આગમધર - શાસ્ત્ર વિશારદ કહેવાતો હોય, ગમે તેવો શાસ્ત્ર બોધ ધરાવતો હોય, ગમે તેવો વાષ્પટુ હોઈ વાચસ્પતિ
"संपुष्णावि हि किरिया भावेण विणा ण होंति किरियत्ति । વિવિગતત્તળનો શેવન્સરવાળાનું ” - શ્રી પંચાશક
સુકો નામતિર્લીનો મ7ી મથવાનું શ8: | માનો મવમનની ચરિતારસિંગતઃ ” . પરમર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત “યોગદૈષ્ટિ સમુચ્ચય' ગ્લો. ૭૬ (વિશેષ માટે જુઓઃ શ્રી હરિભદ્રાચાર્ય કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય)
૪૩