________________
બંધ પ્રરૂપક સપ્તમ અંક સમયસાર કળશ ૧૭૪ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો સમયસાર કળશ (૧૨) અમૃતચંદ્રજી લલકારે છે –
उपजाति रागादयो बंधनिदानमुक्तास्ते, शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः । आत्मा परो वा किमु तनिमित्त - मिति प्रणुत्राः पुनरेवमाहुः ॥१७॥ રાગાદિ આ બંધનિદાન ભાખ્યા, તે શુદ્ધ ચિત્ જ્યોતિથી ભિન્ન દાખ્યા; આત્મા પરો વા તસ શું નિમિત્ત? પ્રેર્યા વદે તે ફરી એક રીત. ૧૭૪
અમૃત પદ-૧૭૪
દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ રાગાદિ આ કોની કૃતિ રે, ભાખો અહો ગુરુદેવ ! શંકા સહજ મુજ અંતરે રે, ઉઠતી આ સ્વયમેવ... રાગાદિ આ. ૧ રાગાદિ તે તો અહિં કહ્યા રે, નિશ્ચય બંધનિદાન, તે શુદ્ધ ચિત્માત્ર જ્યોતિથી રે, ભિન્ન ભાખ્યા ભગવાન... રાગાદિ આ. ૨ આત્મા પર વા શું અહીં રે, તેનું હોય નિમિત્ત? સમાધાન આ શંકાનું રે, સમજાવોજી સુરત... રાગાદિ આ. ૩ શિષ્યથી એમ પ્રેરિત થતાં રે, શ્રી સદ્ગુરુ ભગવાન,
ટંકોત્કીર્ણ અક્ષર વદે રે, અમૃત અમૃત વાણ... રાગાદિ આ. ૪ અર્થ - રાગાદિ બંધ નિદાન – બંધ કારણ કહ્યા, તેઓ શુદ્ધ ચિત્માત્ર મહસુથી અતિરિક્ત અલગ (ભિન્ન) છે, તો પછી આત્મા વા પર કોણ તેનું (બંધનું) નિમિત્ત છે ? એમ પ્રેરવામાં આવેલા આચાર્યજી) પુનઃ જ આમ કહે છે :
અમૃત જ્યોતિ મહાભાષ્ય માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ અગ્નિથી બળ્યા કરે છે, તેને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એજ પરમ શીતળ જળ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૨૩૮
આ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો કળશ કાવ્ય વિશેષ છે - રવિયો વંનિધાનમુવત: - રાગાદિને “બંધ નિદાન” - બંધનું કારણ કહ્યા, તે રાગાદિ તો શુદ્ધ ચિન્માત્ર “મહસુથી” - મહા તેજથી - પરેજ્યોતિથી “અતિરિક્ત' - ભિન્ન - જૂદા - અલગ છે, “તે શુદ્ધવિન્માત્રમહોતિરિવતા:', તો પછી આત્મા કે પર તેનું નિમિત્ત – કારણ છે ? માત્મા પરો વા મુિ તગ્નિમિત્ત ? એમ પ્રેરવામાં આવતાં આચાર્યજી પુનઃ આમ – આ નીચેની ગાથામાં કહેવામાં આવે છે તે – વદ્યાઃ -
૪૯