________________
સમયસાર : આત્મખ્યાતિ
અંતર જ્યોતિ સ્વચ્છેદે ઉદય પામી રહી છે એવા. આવા આ સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્રસંપન્ન શુદ્ધાત્માનુભૂતિમય શુદ્ધોપયોગદશામાં રમમાણ જે શ્રમણોની શુદ્ધ આત્મજ્યોતિ સમયે સમયે ઓર ને
ઓર ઝબકતી જાય છે, તે પરંજ્યોતિ રૂપ સ્વરૂપ તે જે ઝળહળતા “મુનિકુંજરો' શુભ વા અશુભ કર્મથી નિશ્ચય કરીને લેપાય નહિ – ખરડાય નહિ, કારણકે અજ્ઞાન - મિથ્યાદર્શન - અચારિત્ર જે કર્મબંધના મુખ્ય કારણ છે તેનો તે “મુનિકુંજરો’ને સર્વથા અભાવ છે.
અને આમ સમ્યગુદર્શન - જ્ઞાન - ચારિત્રમય શુદ્ધ મોક્ષમાર્ગની જે નિરંતર નિર્મલ સાધના કરતો હોય તે જ સાચો સાધુ છે. જે શુદ્ધ આત્મસ્વરૂપને જાણતો હોય, અનુભવતો હોય, જે આત્મારામ હોય તે જ ભાવમુનિ છે, જે દેહયાત્રા માત્ર નિર્દોષ વૃત્તિ કરી અપ્રમાદપણે નિગ્રંથ જીવન ગાળે છે તે જ ભિક્ષુ છે, જે રાગાદિ દોષથી શુદ્ધ આત્મસ્વરૂપનો ઘાત ન થાય - હિંસા ન થાય એમ ભાવ અહિંસકપણે યતાપૂર્વક વર્તે છે અને દ્રવ્યથી પણ કોઈ પણ જીવની કંઈ પણ હિંસા ન થાય એવી જયણા રાખે છે તે યુતિ છે, જે શુદ્ધ આત્મતત્ત્વનો જ્ઞાતા છે, જે શુદ્ધ આત્મ સ્વરૂપમાં સંયમ નથી અને પ્રતપનથી સંયમ તપ સંયુક્ત છે, જેનો રાગ ચાલ્યો ગયો છે – જે વીતરાગ છે, જે સુખ દુઃખ પ્રત્યે સમવૃત્તિવાળો છે એવો શુદ્ધોપયોગરૂપ આત્મા તે જ શ્રમણ છે.
તાત્પર્ય કે - ઉક્ત લક્ષણ સંપન્ન જે “મુનિકુંજરો તે સતુ પુરુષ “સ” છે, પ્રત્યક્ષ સસ્વરૂપને પ્રાપ્ત થયેલા સાચા સદ્ગુરુ છે, શાસ્ત્રોક્ત સકલ સાધુગુણથી શોભતા સાધુચરિત સાચા ભાવ સાધુ છે, શુદ્ધ સુવર્ણ જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મધુર અને શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ પરમ પવિત્ર પુરુષ છે, સર્વ પરભાવ - વિભાવનો સંન્યાસ - પરિત્યાગ કરનારા આત્મારામી સાચા “સંન્યાસી' - ધર્મસંન્યાસયોગી છે, બાહ્યાભ્યતર ગ્રંથથી - પરિગ્રહથી રહિત સાચા નિગ્રંથ - ભાવ શ્રમણ છે, પરભાવ કે એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની “મુનિ' છે, સહજ આત્મસ્વરૂપ પદનો જેને સાક્ષાતુ યોગ થયો છે એવા યથાર્થ ભાવયોગી છે, સ્વરૂપ વિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” છે, એમના “સતુ” નામ પ્રમાણે સતુ’ - સાચા છે - આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સતુ' છે અને એવા પરમ ધન્ય “મુનિ કુંજર' સત્ પુરુષો માટે જ ગવાય છે કે “ધન્ય તે મુનિવરા રે.”
ધન્ય તે મુનિવર ચાલે સમભાવે રે, જ્ઞાનવંત જ્ઞાનિશું મળતાં તનમન વચને સાચા; દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે, ધન્ય તે મુનિવરા જે ચાલે સમભવે.” - શ્રી યશોવિજયજી
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરા
४४८