________________
સમયસાર : આત્મખ્યાતિ
વચનાનુસારે પરિભાવનીય છે. અર્થાતુ એકાંતે મહામિથ્યાદેષ્ટિ રૂપ અભવ્યને કે મહામિધ્યાદેષ્ટિ ભવ્યને શ્રત પ્રાપ્તિ હોય છે પણ વિવેક હોતો નથી, તે એમ સૂચવે છે કે શ્રત હોય છતાં વિવેક - બોધ ન પણ હોય, એ પ્રકરણ પ્રસંગમાં શ્રી હરિભદ્રાચાર્યજીનું આ વચનસૂત્ર છે. તેનું પરમાર્થ ભાવોદ્ધાટન કરતાં આ વિવેચકે ત્યાં સ્વકૃત ‘લલિત વિસ્તરા” વિવેચનમાં સ્પષ્ટ લખ્યું છે તેમ – - “અને આ ઋત) મહામિથ્યાદેષ્ટિ યથાવત્ અવબોધતો નથી - પુદ્ગલપરાવર્તથી જેનો અધિક સંસાર છે એવો મહામિથ્યા દૃષ્ટિ આ શ્રુતનો કથંચિત પાઠ કરે તો પણ તે યથાવત્ - જેમ છે તેમ સમ્યક અર્થપણે અવબોધતો - જાણતો - સમજતો નથી. શાને લીધે ? તદ્દભાવના આચ્છાદનને લીધે - તેના - બોધભાવના આચ્છાદનને - આવરણને લીધે, ઢંકાઈ જવાપણાને લીધે. અત્રે દૃષ્ટાંત કાવ્ય ભાવને અહૃદયની જેમ, ગારાદિ રસમય કાવ્યના ભાવને જેમ હૃદય વિહીન - અહૃદય - અરસિક અવ્યુત્પન્ન જન અવબોધતો નથી - જાણતો નથી, તેમ પ્રસ્તુત શ્રતના ભાવને ભાવવિહીન એવો મહા મિથ્યાદેષ્ટિ જાણતો - સમજતો નથી. એટલે વિવેક ગ્રહણ નિયતપણે ચોક્કસ શ્રતમાત્રને આધીન કેમ હોય? અર્થાત્ શ્રત તો મહામિથ્યાદેષ્ટિ પણ પડે છે, પણ તેનો બોધ તેને હોતો નથી. એટલે શ્રુત છતાં વિવેક ન હોય એમ બને છે. ** અને એટલા માટે જ મહામિાદેષ્ટિની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે, યથાવતુ અનવબોધને લીધે - સમ્યકપણે આત્મામાં પરિણમવા રૂપ બોધભાવના અભાવને લીધે ફુટપણે અધ્યયનાદિરૂપ શ્રતની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે. મહામિથ્યાદેષ્ટિ ભલે શ્રુતનો ગમે તેટલો અભ્યાસ કરે તો પણ તેના આત્મામાં જ્ઞાનરૂપે પરિણમન - બોધભાવ નહિ ઉપજતો હોવાથી, તે શ્રતને પામ્યો તે નહિ પામ્યા બરાબર છે. એમ શાને લીધે ? તેના ફલ અભાવને લીધે - અભવ્યને ચિન્તામણિ પ્રાપ્તિવત્, યથાવત બોધરૂપ ફલના અભાવને લીધે, અભવ્યને ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ જેમ તેની ઋતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ જ છે. *** અને આ ઋત) અભવ્યોથી પણ અનેકવાર પ્રાપ્ત કરાયું છે - વચનપ્રામાયને લીધે. આ ઋત મુક્તિગમન અયોગ્ય એવા અભવ્યોએ પણ - એકાન્ત મહામિથ્યાદેષ્ટિઓએ પણ અનેકવાર પ્રાપ્ત કર્યું છે, તો પછી અન્ય મિથ્યાદેષ્ટિનું તો પૂછવું જ શું? કારણકે તે માટે વચનનું - આગમનું પ્રમાણપણું છે. આગમમાં કહ્યું છે કે સર્વ જીવોનો અનંતવાર રૈવેયકમાં ઉપપાત થયો છે, એમ આગમનું પ્રમાણપણું છે માટે.
આ અંગે પરમર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજીએ પંચાશક શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી, કારણકે તેને નિજ ફલનું વિકલપણું છે, અત્રે રૈવેયક ઉપપાતનું દૃષ્ટાંત છે.” અર્થાત રૈવેયક પ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલન વિના હોતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ ક્રિયા અને ઉપલક્ષણથી તેનું જ્ઞાપક દ્રવ્ય શ્રત પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિ ! અરે ! દર્શન પણ સિદ્ધ થયું નહિ ! ** મહામિથ્યાદેષ્ટિઓ અનંતવાર આગમનું - શ્રુતનું શ્રવણ ના અભ્યાસ કરે, તો પણ તેને ફલને નામે મોટું મીંડું જ છે ! આમ અનંતવાર શ્રત અભ્યાસની નિષ્ફળતા કેમ થઈ ? એ વસ્તુ આગમ જ્ઞાતાઓએ આગમ - વચનાનુસારે પરિભાવન કરવા યોગ્ય છે, અર્થાત તથારૂપ બોધભાવની ઉત્પત્તિ વિના જ તે અનંત પરિશ્રમ પણ વૃથા ક્લેશ માત્ર થઈ પડ્યો, એ વસ્તુ ફરી ફરી ભાવન કરવા યોગ્ય છે.” - લલિત વિસ્તરા વિવેચન (ડૉ. ભગવાનદાસ કૃત ‘ચિહેમ વિશોધિની ટીકા)
(સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની સ્વીતરા
"संपुण्णा वि हि किरिया भावेण विणा ण होति किरियत्ति । શિયનવિનત્તાગો જેવા વવાય . પરમર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી કૃત શ્રી “પંચાશક
૪૬૦