________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૭૪
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘“સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી.’’ ધર્મ તેનું નામ આપી શકાય, કે ધર્મ થઈને પરિણમે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે.’’ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૦૭, ૫૬૯
આત્મલાભ કરતો નથી
-
અત્રે કોઈ પ્રશ્ન કરશે કે તે અભવ્યને અગીયાર અંગનું જ્ઞાન પણ હોય છે, તો પછી એમ કેમ હોય ? તેને જ્ઞાન શ્રદ્ધાનનો અભાવ હોય એમ કેમ બને ? તેનો અત્ર ઉત્તર આપ્યો છે, નિશ્ચયે કરીને મોક્ષને અસહતો - અશ્રદ્ધતો અભવ્ય સત્ત્વ પ્રાણી જે અધ્યયન કરે શાસ્ત્ર અભ્યાસ કરે, તેને જ્ઞાનને અસદ્ધતાને અશ્રદ્ધતાને પાઠ ‘ગુણ’ पाठो ण करेदि गुणं ગસહંતસ્સ નાળ તુ | આ ગાથાનું વ્યાખ્યાન કરતાં ‘આત્મખ્યાતિ' સૂત્રકારે તેના ભાવનું નિષ્ઠુષ યુક્તિયુક્ત અપૂર્વ સમર્થન કર્યું છે - પ્રથમ તો મોક્ષને અભવ્ય શ્રદ્ધતો નથી, શાને લીધે ? શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનના શૂન્યપણાને લીધે - ‘શુદ્ધજ્ઞાનમયાભજ્ઞાનશૂન્યત્', તેથી જ્ઞાનને પણ તે શ્રદ્ધતો નથી અને જ્ઞાનને અશ્રદ્ઘતો તે આચારાદિ એકાદશાંગ શ્રુતનું અધ્યયન કરતો છતાં, શ્રુત અધ્યયનના ગુણ અભાવને લીધે - ‘શ્રુતાયનનુળામાવાત્’ જ્ઞાની હોય નહિ. તે જ ખરેખર ! શ્રુતાધ્યયનનો ગુણ છે કે વિવિક્ત વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન ‘સ किल गुणः श्रुताध्ययनस्य यद्विविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं', । અર્થાત્ ‘વિવિક્ત’ – સર્વ અન્ય પદાર્થથી પૃથક્ સાવ જૂદી વસ્તુરૂપ જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું એ જ ખરેખર ! સ્ફુટપણે શ્રુત અધ્યયનનો ગુણ છે અને તે આત્મજ્ઞાન વિવિક્ત વસ્તુભૂત જ્ઞાન અશ્રદ્ધતા અભવ્યને શ્રુત અધ્યયનથી કરવું શક્ય નથી, તેથી તેને તેના શ્રુત અધ્યયનના ગુણનો અભાવ છે 'ततस्तस्य तद्गुणाभावः ।' અને તેથી કરીને જ્ઞાનના શ્રદ્ધાનના અભાવને લીધે તે ‘અજ્ઞાની' એમ પ્રતિનિયત ચોક્કસ છે ततश्च ज्ञानश्रद्धानाभावात् सोऽज्ञानीति પ્રતિનિયતઃ । અર્થાત્ ક્યારેય પણ મોક્ષ પામવાને જે અયોગ્ય છે (Inilligible) તે અભવ્ય જીવ ભલે કદાચ મને મોક્ષની શ્રદ્ધા છે એમ મુખેથી કહેતો હોય વા અંતઃપ્રતીતિ વિના વ્યવહારથી વચન માત્ર બોલતો હોય, તો પણ પ્રથમ વાત તો એ છે કે તે નિશ્ચયે કરીને ખરેખર ! મોક્ષને જ શ્રદ્ધતો નથી, કારણકે તેને શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનનું શૂન્યપણું - મોટું મીંડુ છે, તેથી જ્ઞાનને પણ તે શ્રદ્ધતો નથી અને જ્ઞાનને અશ્રદ્ઘતો ન શ્રદ્ધતો તે આચારાદિ અગીયાર અંગ શ્રુતનું અધ્યયન – અભ્યાસ કરતો છતાં, શાની હોય નહિ, કારણકે તેને શ્રુત અધ્યયનનો શ્રુત અભ્યાસના ગુણનો અભાવ છે નહિ હોવાપણું છે, શ્રુત અધ્યયનથી તેને કંઈ પણ આત્માર્થરૂપ - આત્મલાભરૂપ ગુણ - ઉપકાર હોતો નથી. વિવિક્ત વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું એ જ ખરેખર ! શ્રુત અધ્યયનનો આત્મલાભ રૂપ ગુણ છે અને તે અભવ્યને શ્રુત અધ્યયનથી કરવું શક્ય નથી. તેથી તેને શ્રુત અધ્યયનના આત્માર્થ રૂપ ગુણનો અભાવ છે અને તેથી તેને જ્ઞાનની જ શ્રદ્ધા નહિ એટલે તે ચોક્કસ અજ્ઞાની જ છે.
-
*
-
-
-
-
=
અત્રે ‘પાઠ ગુણ કરતો નથી' એ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીના માર્મિક વચનટંકારનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ પરમર્ષિ હરિભદ્રાચાર્યજીએ ઉદ્ઘોષણા કરી છે કે - ‘અને આને (શ્રુતને)* મહામિથ્યા દૃષ્ટિ યથાવત્ અવબોધતો નથી તદ્ભાવના આચ્છાદનને લીધે, કાવ્યભાવને અહૃદયની જેમ. ** એટલા માટે જ મહામિથ્યાર્દષ્ટિની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે, તેના ફલ અભાવને લીધે, અભવ્યને ચિન્તામણિ પ્રાપ્તિવત્. ** અને આ (શ્રુત) અભવ્યોથી પણ અનેકવાર પ્રાપ્ત કરાયું છે પ્રામાણ્યને લીધે અને તે થકી કંઈ નથી
વચન
પ્રસ્તુત ફલલેશની પણ અસિદ્ધિને લીધે. આ આગમજ્ઞોએ
-
" न चैतद्यथावदवबुध्यते महामिथ्यादृष्टिः, तद्भावाऽऽच्छादनात् अहृदयवत्काव्यभावमिति । अत एव हि महामिथ्यादृष्टेः प्राप्तिरप्यप्राप्तिः तत्फलाभावात् अभव्यचिन्तामणिप्राप्तिवत् 1 प्राप्तं चैतदभव्यैरप्यसकतु, वचनप्रामाण्यात् । न च ततः किञ्चित् प्रस्तुतफललेशस्याप्यसिद्धेः । परिभावनीयमेतदागमज्ञैर्वचनानुसारेणेति ॥” - પરમર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી કૃત ‘લલિત વિસ્તરા’ સ. ૩૧૬, ૩૧૮
૪૫૯
**
**