________________
સમયસાર : આત્મખ્યાતિ
પર પરત્વે હું આ કરૂં ને હું તે કરું એવું પારકી ગાદી પચાવી પાડવા જેવું (usurpation) પર આસન પર “અધિ” - “આસુ” - બેસી જવા જેવું આરોપણ કરવું તે અધ્યવસાન છે - અધ્યવસતિ માત્રHષ્યવસાન અને તે જ – અધ્યવસાન જ તેવા પ્રકારના બોધનમાત્રપણાને લીધે - બોધ ઉપજાવવા માત્રપણાને લીધે બુદ્ધિ' છે, તે જ વ્યવસાનમાત્રપણાને લીધે - તેવા પ્રકારે નિશ્ચયાત્મકપણે નિર્ધાર રૂપ માની બેસવાપણાને લીધે વ્યવસાય છે. તે જ મનનમાત્રપણાને લીધે - તેવા પ્રકારે આ આમ જ છે એમ મનન - ચિંતનમાત્રપણાને લીધે “મતિજ્ઞાન” છે, ચેતનામાત્રપણાને લીધે - તેવા પ્રકારે ચેતવાપણા - અનુભવવામાત્રપણાને લીધે ચિત્ત' છે, ચિતના ભવનમાત્રપણાને લીધે - તેવા પ્રકારે હોવામાત્રપણાને લીધે “ભાવ” છે, ચિતુના પરિણમનમાત્રપણાને લીધે - તેવા પ્રકારે પરિણમવા માત્રપણાને લીધે પરિણામ છે.
સિમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરા
૪૫૦