________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૭૨ ઉભયગત જન્માદિ વિશ્વ પ્રપંચનો આદિકરે છે, પોત પોતાના કર્મ - જગતનો કર્તા છે, પોત પોતાના જન્માદિ પ્રપંચ રૂપ વિશ્વનો સર્જક – સ્રણ આદિકર (Creator of his own indivindual universe) છે, દેહમાં આત્મબુદ્ધિરૂપ - અહબુદ્ધિ રૂપ અધ્યવસાન એ જ શ્રી પૂજ્યપાદસ્વામીજીએ * સમાધિશતકમાં કહ્યું છે તેમ સંસાર દુઃખનું મૂલ છે.
કારણકે પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાનના અભાવે આ ચેતન જો નિજ સ્વરૂપના ભાનમાં વર્તે તો આત્મસ્વભાવનો કર્તા હોય, ને પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાનના માવે નિજ ભાનમાં ન વર્તે તો કર્મના પ્રભાવનો કર્તા હોય. આમ જ્યાં લગી આત્મસ્વરૂપનું ભાન ન હોય, ત્યાં લગી પરમાં આત્મબુદ્ધિ રૂપ અધ્યવસાનને લીધે જીવનું કર્તા - કર્મ ઈ. ષકારક ચક્ર પરભાવ પ્રત્યયી હોઈ આત્મબાધક થઈને પ્રવર્તે છે, એટલે તે જન્મ પ્રપંચનું - સંસારનું કારણ થાય છે, પણ આત્મસ્વરૂપનું ભાન થયે તેવા અધ્યવસાનના અભાવને લીધે એ જ ષટકારક ચક્ર સ્વભાવ પ્રત્યયી થઈ આત્મસાધક થઈને પ્રવર્તે છે, એટલે તે ભવપ્રપંચના ક્ષયનું - મોક્ષનું કારણ થાય છે. અત્રે જેઓને આ અધ્યવસાનનો સદ્ભાવ હોય છે તેઓ વિશ્વથી વિભક્ત આ આત્માને વિશ્વરૂપ કરે છે, પણ જેઓને આ “મોહૅક કંદ' - મોહના એક મૂલ રૂપ અધ્યવસાનનો અભાવ છે તેઓ તો આ આત્માને વિશ્વથી વ્યાવૃત્ત કરે છે અને તેઓ જ આત્માને આત્મામાં જ સંયમી રાખનારા ખરેખરા “યતિઓ” છે.
"इहादौ करणशीला आदिकराः, अनादावपि भवे तदा तदा तत्तत्कण्विादि सम्बन्धयोग्यतया વિરવયાત્મરિકામનો નનયિપ્રપતિ હાં ” - (પરમર્ષિ હરિભદ્રાચાર્ય પ્રણીત) “લલિત વિસ્તરા', સૂ. ૪૬ જુઓ : આ લેખક - વિવેચક ડૉ. ભગવાનદાસે વિવેચન ચિહેમવિશોધિની કૃત "मूलं संसारदुःखस्य देह एव आत्मपीस्ततः । ચન્દ્રનાં પ્રવક્તાદિયાવૃત્રિવઃ ”. “સમાધિ શતક
૪૪૩