________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૪૮-૨૪૯
આત્મખ્યાતિ ટીકાર્ય મરણ તો નિશ્ચય કરીને સ્વ આયુકર્મના ક્ષયથી જ હોય છે), તેના અભાવે તેના હોવાવાનું અશક્યપણું છે માટે અને સ્વ આયુષ્કર્મ અન્યથી અન્યનું હરવું શક્ય નથી - તેનું સ્વ ઉપભોગથી જ ક્ષીયમાણપણું છે માટે, તેથી કોઈ પણ પ્રકારે અન્ય અન્યનું મરણ ન કરે, તેથી હું હિંસું છું અને હિંસાઉં છું એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે. ૨૪૮, ૨૪૯
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય જીવનું સ્વરૂપ જ્યાં સુધી ન જાણવામાં આવે, ત્યાં સુધી અનંતા જન્મ મરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજુ સુધી ધ્યાનમાં આવતું નથી.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા (૯૫૭) “ડાળાં ન ર મોરવ સ્થિ” - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હું હિંસુ છું અને હું હિંસાઉં છું એવો અવ્યવસાય તે અજ્ઞાન છે એમ આગલી ગાથામાં કહ્યું, આ અધ્યવસાય અજ્ઞાન કેમ છે ? તેનો તાત્ત્વિક ખુલાસો અહીં કર્યો છે - “મર હિં તાવવાનાં વાયુ વર્મક્ષૌવ’ - મરણ તો નિશ્ચય કરીને જીવોના પોતાના - “સ્વ” આયુઃ કર્મના ક્ષયથી જ હોય છે - તેના અભાવે - તે સ્વ આયુકર્મક્ષય - અભાવે તેના - મરણના હોવાવાનું અશક્યપણું છે માટે અને સ્વ આયુકર્મ - પોતાનું આયુકર્મ બીજાથી બીજાનું હરવું શક્ય નથી - સ્વાયુ: ૨ નાચેનાચસ્ય હતું શવર્ચ, તસ્ય વોર્નવ ક્ષયમાળવા, તેનું - સ્વ આયુકર્મનું સ્વઉપભોગથી જ - પોતાના ઉપભોગથી જ ક્ષીયમાણપણું છે માટે. તેથી કોઈ પણ પ્રકારે બીજો બીજાનું મરણ કરે નહિ, તેથી હુંહિંસુ છું' - હિંસા કરૂં છું - હણું અને “હિંસાઉં છું' - હિંસા કરાવું છું - હણાઉં છું, એવો અધ્યવસાય” ઠોકી બેસાડેલી બુદ્ધિરૂપ આરોપિત ભાવ “ધ્રુવ - ચોક્કસ નિશ્ચળ - નિયત નિશ્ચય રૂ૫ અજ્ઞાન છે - ડુત્યષ્યવસાયો ધ્રુવજ્ઞાન |
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરા
૪૦૭.