________________
સમયસાર : આત્મખ્યાતિ
નિષ્ઠુષ સુયુક્તિથી તેનું અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક પૃથક્કરણ કરી (scientific analysis) સાંગોપાંગ સકલ અવિકલ તત્ત્વ સુપ્રતિષ્ઠાપિત કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે -
अध्यवसानमेव बंधहे तुर्न तु बाह्य वस्तु ‘અધ્યવસાન જ' બંધહેતુ છે, નહિ કે બાહ્ય વસ્તુ, આત્માનો પોતાનો અહંભાવરૂપ જે અધ્યવસાન તે જ બંધનું અવિસંવાદી કારણ છે, તે સિવાયની આત્માથી બાહ્ય એવી બીજી કોઈ પણ બહિરંગ વસ્તુ બંધનું કારણ નથી. એમ શા માટે ? તેનું બાહ્ય વસ્તુનું બંધહેતુ એવા અધ્યવસાનના હેતુપણાથી જ ચશ્તિાર્થપણું છે માટે तस्य બંધહેતો વ્યવસાનસ્ય હેતુત્વેનૈવ પરિતાર્થવાત્, અર્થાત્ તે બાહ્ય વસ્તુ છે તે બંધના હેતુ રૂપ અધ્યવસાનનું હેતુપણું પામે છે તે વડે કરીને જ તેનું સફલપણું-સાર્થકપણું - ચરિતાર્થપણું હોય છે માટે. તો પછી સહજ પ્રશ્ન થશે કે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ - નિષેધ શું અર્થે ? તેનો શીઘ્ર ઉત્તર એ છે કે ‘અધ્યવસાન પ્રતિષેધ અર્થે’ અધ્યવસાન પ્રતિòધાર્થ:। કારણકે અધ્યવસાનની બાહ્ય વસ્તુ આશ્રયભૂત છે, ખરેખર ! બાહ્ય વસ્તુને આછ્યા વિના અધ્યવસાન ‘આત્માને’ પોતાને પામતું નથી 'अध्यवसानस्य हि बाह्य वस्तु आश्रयभूतं, न हि बाह्यवस्तुमनाश्रित्य अध्यवसानमात्मानं નમસ્તે ।' અર્થાત્ અધ્યવસાન બાહ્ય વસ્તુના આશ્રયે રહેલું છે, એટલે બાહ્ય વસ્તુના આશ્રય આલંબન વિના અધ્યવસાનનો આત્મલાભ થતો નથી, અધ્યવસાનનો ઉદ્ભવ જ સંભવતો નથી. જો બાહ્ય વસ્તુને આઢ્યા વિના પણ અધ્યવસાન ઉપજે, તો જેમ આશ્રયભૂત એવા વીરસૂ સુતના સાવે' - વીરપ્રસૢ - વીરજનનીના પુત્રનું હોવાપણું સતે ‘વીરસૂ સૂનુને' - વીરમાતૃ પુત્રને હું હિંસુ છું - હણું છું એવો અધ્યવસાય ઉપજે છે, તેમ આશ્રયભૂત એવા ‘વંધ્યાસુતના અસદ્ભાવે પણ' વાંઝણીના પુત્રનું નહિ હોવાપણું સતે પણ ‘વંધ્યાસુતને’ વાંઝણીના પુત્રને હું હિંસુ છું - હણું છું એવો અધ્યવસાય ઉપજે અને તે વંધ્યાસુતને હું હિંસુ એવો અધ્યવસાય ઉપજતો નથી, તેથી ‘નિરાશ્રય’ આશ્રય રહિત અધ્યવસાન છે નહિ એવો નિયમ છે અને તેથી જ અધ્યવસાનની આશ્રયભૂત બાહ્ય વસ્તુનો અત્યંત પ્રતિષેધ - સર્વથા નિષેધ तत एव च अध्यवसानाश्रयभूतस्य बाह्यवस्तुनोऽत्यंत प्रतिषेधः ।' શા માટે ? હેતુપ્રતિષેધથી જ હેતુમમ્ પ્રતિષેધ હોય છે માટે 'हेतुप्रतिषेधेनैव હેતુનબતિષેધાત્', અર્થાત્ હેતુનો નિષેધ કર્યો એટલે હેતુના હેતુ એવા હેતુમો આપોઆપ નિષેધ થઈ જ જાય છે માટે. આમ જો સાક્ષાત્ બંધહેતુ અધ્યવસાનનો નિષેધ કરવામાં આવ્યો તો તે અધ્યવસાન જે થકી ઉદ્ભવે છે તે બંધહેતુ - હેતુ બાહ્ય વસ્તુનો પણ સર્વથા નિષેધ કરવામાં આવ્યો જ છે.
-
-
-
અને આમ બંધહેતુનું હેતુપણું હોતાં પણ બાહ્ય વસ્તુ પોતે આપોઆપ બંધહેતુ ન હોય, શા માટે ? ઈર્યાસમિતિ પરિણત યતીંદ્રના પદથી ચરણથી હણાતા વેગે આવી પડતા કાળ પ્રેરિત પતંગિયાની જેમ બંધહેતુ હેતુ એવી પણ બાહ્ય વસ્તુના અબંધહેતુપણાએ કરીને બંધહેતુપણાનું અનૈકાંતિકપણું છે માટે - વાદ્યવસ્તુનો વધહેતુòતોરબંધહેતુત્વેનબંધહેતુત્વસ્વાનૈાંતિાત્ । બાહ્ય વસ્તુનું બંધહેતુપણું હોય પણ ખરૂં ને ન હોય પણ ખરૂં એમ અનેકાંતિકપણું છે માટે. અર્થાત્ કોઈ ‘યતીંદ્ર’ પરમ સંયમી આત્મસંયત મહામુનીશ્વર છે, તે ‘ઈર્યાસમિતિ પરિણત' યતીંદ્ર યતનાપૂર્વક ઈર્યાસમિતિ સભ્યપણે પરિપાલન કરતા ચાલ્યા જાય છે, હવે ત્યાં અચાનક પોતાના કાળથી પ્રેરાયેલું કોઈ પતંગીયું વેગે આવી પડી તે યતીંદ્રના ચરણ તળે ચગદાઈ જાય છે, આ યતનાવંત યતીંદ્રના પરિણામ તો શુદ્ધ જ છે, એને હિંસાદિ કોઈ અધ્યવસાનનો અસંભવ જ છે અને તેને પતંગીયારૂપ તે બાહ્ય વસ્તુ બંધહેતુ બનતી નથી, તેની જેમ બંધહેતુ-હેતુ છતાં બાહ્ય વસ્તુ બંધહેતુ નથી પણ હોતી, એટલે બાહ્ય વસ્તુનું બંધહેતુપણું હોય જ એવું એકાંતિકપણું નથી. તેથી આ ઉપરથી ફલિત થાય છે કે – બાહ્ય વસ્તુ કે જે જીવનો ‘અતદ્ભાવ' છે - તદ્ભાવ (તેનો પોતાનો ભાવ) નથી, તે બંધહેતુ નથી ‘વ્રતો ન વાઘવસ્તુનીવસ્યાતમાવો વંહેતુઃ', અધ્યવસાન જ કે જે જીવનો
-
૪૩૨
-