________________
સમયસાર : આત્મખ્યાતિ
છોડીને જ વર્તવું જોઈએ, તો જ શ્રમણપણું અખંડ - અભંગ રહેવા પામે. કારણકે બહિર્ગત ફોતરાં જ્યાં લગી હોય ત્યાં લગી જેમ ચોખાનું અંતર્ગત અશુદ્ધપણું ટળતું નથી, તેમ બહિરંગ સંગ (પરદ્રવ્ય પરિગ્રહ) જ્યાં લગી હોય ત્યાં લગી અશુદ્ધોપયોગ રૂપ અંતરંગ ભંગ ટળે નહિ અને શુદ્ધોપયોગ ફળે નહિ ત્યાં લગી કેવળજ્ઞાન પણ મળે નહિ. તેથી અશુદ્ધોપયોગરૂપ અંતરંગ ભંગ ન થાય એ પ્રયોજનને અર્થે બાહ્ય ‘ઉપાધિ' બાહ્ય પરદ્રવ્ય પરિગ્રહનો પરિત્યાગ તે અંતરંગભંગના પરિત્યાગ બરાબર જ સમજી નિગ્રંથ શ્રમણે બાહ્ય ઉપાધિરૂપ સમસ્ત પરદ્રવ્ય પરિગ્રહ સર્વથા પરિત્યાગ કરવા યોગ્ય જ છે. તાત્પર્ય કે - સાક્ષાત્ બંધહેતુ નહિ છતાં બંધહેતુ - હેતુ બાહ્ય વસ્તુનો અત્યંત પ્રતિષેધ અત્ર કહ્યો છે તે અત્યંત સમુચિત જ હોઈ સહેતુક જ છે, કારણકે બંધહેતુ - કેતુ બાહ્ય વસ્તુના આશ્રયે જ સાક્ષાત્ બંધહેતુ અધ્યવસાન નીપજવાની સંભાવના છે અને બાહ્ય વસ્તુના આશ્રયે ઉદ્ભવતો અધ્યવસાન જ કેવળ બંધહેતુ છે.
-
સમ્યદૃષ્ટિ શાની વીતરાગ
✡
૪૩૪